ખબર

10 વર્ષના છોકરાની ટી-શર્ટ જોઈને ભડકી ઉઠ્યાં એરપોર્ટ અધિકારીઓ, પછી…

દક્ષિણ આફ્રિકાના એરપોર્ટ પર, અધિકારીએ એક 10 વર્ષના છોકરાની ટી-શર્ટ બદલાવડાવી દીધી. એરપોર્ટ અધિકારીએ જે છોકરાની ટી-શર્ટ બદલાવડાવી, તે ન્યુઝીલેન્ડથી આફ્રિકા તેના પરિવાર સાથે ગયો હતો. પરત ફરતી વખતે જોનિસબર્ગ એરપોર્ટ પર ચેકઈન પ્રક્રિયા દરમ્યાન સ્ટીવ લુકાસના ટી-શર્ટ પર એક સાપની ડિઝાઇન બનેલી હતી, જેને જોઈને અધિકારીએ તેને ટી-શર્ટ બદલવા કહ્યું હતું.

Image Source

એરપોર્ટ અધિકારીઓએ સ્ટીવને પ્લેનમાં બોર્ડિંગ કરતા પહેલા પોતાની ટી-શર્ટ બદલવા કહ્યું, તેમનું માનવું હતું કે, સાપની તસ્વીર જોઈને પ્લેનના મુસાફરો અને કૃ મેમ્બર્સ અસહજ થઇ શકે છે. જેથી કરીને સ્ટીવ ટી-શર્ટ બદલી નાખે અથવા સાપની પ્રિન્ટને બીજા કપડાથી ઢાંકી દે.

Image Source

સ્ટીવના માતા-પિતાએ જણાવ્યું કે તેમના દીકરાએ કાળા રંગની ટી-શર્ટ પહેરી હતી જેના પર લીલા રંગના સાપની પ્રિન્ટ હતી. દેખાવાથી એવું લાગે કે સાપ સ્ટીવના ખોબા પરથી નીચે ઉતરી રહયો હોય. આને જોતા જ જોનિસબર્ગ એરપોર્ટના અધિકારીએ કહ્યું કે પ્લેનમાં સ્નેક ટોય કે એની પ્રિન્ટવાળા કપડા પહેરીને બોર્ડિંગ કરવાની પરવાનગી નથી.

Image Source

એવામાં તેના માતાપિતા કોઈ પણ ફાલતુ વિવાદથી બચવા માંગતા હતા જેથી તેમને સ્ટીવને ટી-શર્ટ ઉંધી કરીને પહેરાવી દીધી, જેનાથી સાપની તસ્વીર અંદર છુપાઈ ગઈ. આ ઘટના બાદ સ્ટીવના પરિવારે ઈ-મેલ કરીને એરપોર્ટ કંપની અસેથી બોર્ડિંગ દરમ્યાન કપડાં સાથે જોડાયેલા નિયમો વિશે જાણકારી માંગી.

મેલમાં લખ્યું – તમારો આભાર અમે આ નિયમ જાણ્યો, પરંતુ એ જણાવવાની પણ કૃપા કરજો કે એરપોર્ટ પર કેવા પ્રકારના કપડાં પહેરીને ચેકઈન નહિ કરી શકાય. આ વિશે એરપોર્ટ અધિકારીએ કહ્યું, સુરક્ષા અધિકારીઓને આ અધિકાર છે કે તેઓ કોઈ પણ અસામાન્ય સ્થિતિ ઉત્પન્ન કરનાર તત્વોને એરપોર્ટ અને વિમાનની અંદર જવાથી રોકી શકે છે. છોકરાની ટી-શર્ટ પર સાપની પ્રિન્ટ આવી પરિસ્થિતિ ઉભી કરી શકતી હતી.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.