હાર્ટ એટેકનો કહેર: અંકલેશ્વરમાં 10 વર્ષની બાળકીનાં હાર્ટ એટેકથી મોતની આશંકા, પરિવારમાં શોકનો માહોલ

અંકલેશ્વરમાં હાર્ટ અટેકથી વધુ એક માસૂમે ગુમાવ્યો જીવ? , 10 વર્ષિય બાળકીનું મોત

10 વર્ષની બાળકીનાં હાર્ટ એટેકથી મોતની આશંકા:ચોથા ધોરણમાં ભણતી અંકલેશ્વરની બાળકીને ગેસ્ટ્રોની અસરના કારણે દાખલ કરાઈ હતી, હોસ્પિટલમાં જ દમ તોડ્યો

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

ગુજરાતમાંથી લગભગ દરરોજ હાર્ટ અટેકથી મોતના કિસ્સા સામે આવે છે, ત્યારે હાલમાં હાર્ટ એટેકની ખૂબ જ ચોંકાવનારી ખબર સામે આવી રહી છે. અંકલેશ્વરમાંથી 10 વર્ષીય માસૂમ બાળકીનું હાર્ટ એટેકથી મોત થયું હોવાનું સામે આવતા ચકચાર મચી ગઇ છે. ધોરણ ચારમાં અભ્યાસ કરી રહેલી બાળકીને ગેસ્ટ્રોની અસર બાદ હાર્ટએટેક આવ્યાનું અનુમાન છે.

ત્યારે આટલી નાની બાળકીના અચાનક મોતથી પરિવાર પણ આઘાતમાં છે. બાળકીની ગત રાતે તબિયત લથડી હતી અને તે પછી તેને ગેસ્ટ્રોની અસરની સારવાર માટે પરિવારે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલ ખાતે દાખલ કરાવી. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજયું. જો કે, હાલ તો આ બાળકીના મોતનું સાચુ કારણ જાણવા પીએમ રિપોર્ટની રાહ જોવાઇ રહી છે.

જણાવી દઇએ કે, ગત ઓક્ટોબર માસમાં જામનગરમાંથી નાની ઉંમરના કિશોરના મોતની ખબર સામે આવી હતી. 13 વર્ષિય ઓમ ગઢેચા મુંબઇમાં અભ્યાસ કરતો હતો અને યોગનો અભ્યાસ કરવા દરમિયાન તબિયત અચાનક બગડી જતા તેનું મોત નીપજ્યુ હતુ. પરિવારે દાવો કર્યો હતો કે દીકરો યોગ કરી રહ્યો હતો તે દરમિયાન તેને હાર્ટ અટેક આવ્યો.

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

Shah Jina