મારો દક્ષ પાછો લાવી આપો, માં ચીસો પડતી રહી, 10 વર્ષના બાળકનું નિધન, જાણો સમગ્ર મેટર
ગુજરાતમાંથી ઘણીવાર અકસ્માતે મોતના કિસ્સા સામે આવે છે. હાલમાં પંચમહાલના ગોધરામાંથી એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં દેવ તલાવડીમાં કેટલાક બાળકો જોડે નાહવા માટે ગયા હતા અને તેમાંથી એક 10 વર્ષના બાળકના ડૂબવાને કારણે મોત થતા ચકચાર મચી ગઇ છે. ગોધરાના ખાડી ફળિયા વિસ્તારમાં નાડીયાવાસ ખાતે રહેતો એક 10 વર્ષનો બાળક તેના કેટલાક મિત્રો જોડે તળાવમાં નાહવા માટે ગયો હતો પરંતુ તે આ સમયે તરતા તરતા ઘણો આગળ નિકળી ગયો અને તળાવના દલદલમાં ફસાઈ ગયો.
જેને કારણ તે પાણીમાં ગરકાવ થઈ ગયો. તેને બચાવવા માટે એક ભાઈએ કોશિશ કરી પણ તલાવડી એટલી ઊંડી અને દલદલ ભરેલી હતી કે તે ભાઈ પણ અંદર ના જઈ શક્યો. ત્યારે તેમણે તાત્કાલિક ગોધરા ફાયર બ્રિગેડને આ ઘટનાની જાણ કરી અને ફાયર બ્રિગેડની ટીમ પણ તાત્કાલિક ઘટના સ્થળ પર આવી બાળકને શોધવા કામે લાહી. પરંતુ કલાકોની જહેમત બાદ બાળકને તલાવડીના દલદલમાંથી મૃત અવસ્થામાં બહાર કાઢવામાં આવ્યો.
ઘટનાની જાણ થતા જ બાળકનો પરિવાર દોડી આવ્યો અને બાળકને મૃત હાલતમાં જોયા બાદ તો તેની માતાએ હૈયાફાય રૂદન કર્યુ. આ ઉપરાંત તેના પિતા પણ ભાંગી પડ્યા હતા. માતાનું હૈયાફાટ રુદન જોઇ તો ત્યાં હાજર સૌ કોઇની આંખ ભરાઇ આવી હતી. ઉલ્લેખનીય છે કે, જીતુભાઈ ચૌહાણનો દીકરો દક્ષ ગોધરાના દેવ તલાવડી પાસે આવેલ તલાવડીમાં તેના કેટલાક મિત્રો સાથે ન્હાવા ગયો હતો.
દક્ષ પાણીમાં તરતા તરતા તલાવડીના ઊંડાણમાં આવેલા દલદલમાં ફસાઈ ગયો અને તેને એક ભાઈએ બચાવવાની કોશિશ કરી પણ પાણી એટલું ઊંડું હતું કે તેમાં જઈ શકાય તેવી પરિસ્થિતિ ન હોવાથી તેમણે તાત્કાલિક ગોધરા ફાયર બ્રિગેડને ફોન કર્યો. ફાયર બ્રિગેડવી ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે આવી બાળકને બહાર કાઢવા માટે રેસ્ક્યુ હાથ ધર્યુ. પરંતુ કલાકોની જહેમત બાદ દક્ષનો મૃતદેહ બહાર કાઢ્યો.
બાળકની માતા તો તેના દીકરાને મૃત અવસ્થામાં જોતા જોરજોરથી હૈયાફાટ રુદન સાથે આક્રંદ કરી રહી હતી. તે કહી રહી હતી કે, ઓ મારા પેટ…મારા દક્ષેશને શું થઈ ગયું ? ઓ ચિરાગ દક્ષને શું થઈ ગયું. ઓ દક્ષ દીકરા હમણાં તો મારી જોડે પેપ્સી ખાતો હતો અને અહીં કઈ રીતે આવી ગયો. ઓ બાપ મને મારા છોકરા જોડે જવા દો…શું થઈ ગયું મારા દીકરાને…ઓ દીકરા હમણાં તો મારી જોડે બપોરે રોટલી અને શાક ખાવા બેઠો હતો અને આ શું થઈ ગયું…દીકરા તું ઉભો થા…