અજબગજબ

સારા પતિની શોધમાં 10 વાર લગ્ન કરી ચુકી છે આ મહિલા, હજુ શોધે છે પરફેક્ટ પતિ, છે કોઈ મુરતિયો તમારા ધ્યાનમાં ?

દરેક વ્યક્તિ લગ્ન કરવા માટે યોગ્ય પાત્ર શોધતું હોય છે. જેની સાથે તે પોતાનું સમગ્ર જીવન વિતાવી શકે. પરંતુ અમેરિકામાં એક મહિલાને 10 વાર લગ્ન કરવા છતાં પણ એક પરફેક્ટ પતિની શોધ ચાલુ જ છે. હેરાન કરવા વાળી વાત તો એ છે કે આ મહિલાને એ વાતની ચિંતા નથી કે તે કેટલીવાર લગ્ન કરી ચુકી છે અને આગળ કેટલા લગ્ન કરશે. તેને તો ફક્ત પરફેક્ટ પતિ જોઈએ છે.

Image Source

મિસ્ટર રાઈટની શોધમાં 10 લગ્ન કરી ચુકેલી આ મહિલાનું નામ છે કેસી. જે અમેરિકાના ન્યુયોર્ક શહેરમાં રહે છે. હાલમાં જ તેને અમેરિકાના પ્રખ્યાત ટીવી શો “Dr. Phil Show”માં આ વાતનો ખુલાસો કર્યો છે. તે આ શોની અંદર એક સફળ બિઝનેસ વુમન તરીકે સામેલ થઇ હતી અને પોતાના અંગત જીવન વિશે વાત કરી હતી.

Image Source

56 વર્ષીય કેસીએ જણાવ્યું કે હાલમાં જ તેને પોતાના 10માં લગ્ન ખતમ કરી દીધા છે. કારણ કે લગ્ન હવે અસહજ થઇ ગયા હતા. તે પોતાના આ સંબંધથી ખુશ નહોતી. અવાર-નવાર કોઈ વાતને લઈને અનબન થતી હતી. માટે હવે તે નવા પાર્ટનરની શોધમાં છે. તેને મિસ્ટર રાઈટની શોધ છે.

Image Source

કેસીએ એ પણ જણાવ્યું કે તેના સૌથી લાંબા લગ્ન 8 વર્ષ સુધી ચાલ્યા. તેને લાગ્યું કે તેનો સંબંધ લાંબો ચાલશે પરંતુ એવું ના બની શક્યું. તો ત્યાં જ તેના સૌથી ટૂંકા લગ્ન ફક્ત 6 મહિના સુધી ટક્યા હતા.

Image Source

કેસી કહે છે કે 10 લગ્ન તેને જરૂર કર્યા છે પરંતુ જીવનમાં એટલા ઉત્તર ચઢાવ પણ જોવા મળ્યા. 10 લગ્ન કરવા તેના માટે ગર્વની બાબત નહોતી. પરંતુ પોતાને દુઃખી પણ નથી રાખી શકતી. તે એવો કોઈપણ સંબંધ આગળ નથી વધારતી કે જેમાં તેને લાગે છે કે હવે તેના માટે સંબંધ નહિ નિભાવી શકાય.

Image Source

તે પોતાના પાર્ટનરને સીધા જ જણાવી દે છે કે મને છૂટાછેડા જોઈએ છીએ. કારણ કે હું ખુશ નથી. કેસી જણાવે છે કે તેના પહેલા લગ્ન 8 વર્ષ ચાલ્યા, બીજા લગ્ન 7 વર્ષ અને ત્રીજા અઢી વર્ષ ચાલ્યા. આ દરમિયાન તેને એક દીકરો પણ થયો. તેના આ લગ્ન એટલા માટે તૂટી ગયા કે તેના પતિએ તેને એ કહેવાનું છોડી દીધું હતું કે તે તેને પ્રેમ નથી કરતો.