ભગવાન શ્રી ગણેશ અને માતા લક્ષ્મી પૂજનીય દેવ છે.દરેક પૂજાની આરાધના કરતા પહેલા આપણે ગણેશજીનું આહવાન કરતા હોઈએ છીએ, ત્યારે દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે પણ આપણે તેમની પૂજા વિધિ કરીએ છીએ. ગણેશજી અને માતા લક્ષ્મીજીને પ્રસન્ન કરવા માટે કેટલીક ખાસ બાબતોનું પણ ધ્યાન રાખવું પડે છે. આજે અમે તમને એવી જ 10 બાબતો જણાવીશું જેના દ્વારા તમે તેમના આશીર્વાદ મેળવી શકશો.

1. ભગવાન ગણેશજી અને માતા લક્ષ્મીની પૂજા કરવા માટે સૌ પ્રથમ બાજઠને ઈશાન ખૂણામાં મુકવો. આ બાજઠ ઉપર લાલ અથવા ગુલાબી રંગનું આસન પાથરવું જોઈએ.
2. બાજઠ ઉપર આસાન પાથર્યા બાદ સૌ પ્રથમ ગણેશજીના મંત્રનો જાપ કરી તેમની મૂર્તિની સ્થાપના કરો અને ત્યારબાદ માતા લક્ષ્મીનું આહવાન કરીને ગણેશજીની જમણી તરફ તેમની મૂર્તિની સ્થાપના કરવી.
3. પૂજા કરતી વખતે તમે જે આસાન ઉપર બિરાજમાન થવાના હોય તે આસન સ્વચ્છ હોવું જોઈએ, તેમજ આસન બિછાવ્યાં બાદ બેસતા પહેલા ચારેય તરફ પાણીનો છંટકાવ કરીને તે સ્થાનને પવિત્ર કરી દેવું.

4. પૂજા કરવા માટે માતાજી અને ગણેશજીનો સંકલ્પ ધારણ કરી અને ચોખ્ખા ઘીનો દીવો પ્રગટાવી બે હાથ જોડીને ગણેશજી અને માતા લક્ષ્મીની આરાધના કરવી.
5. ત્યારબાદ માતા લક્ષ્મીજી અને ગણેશજીને ફૂલો ધરાવવા. આ ઉપરાંત મીઠાઈનો પણ ભોગ લગાવવો.
6. સૌ પ્રથમ માતા ગણેશજીના મંત્રોનો જાપ કરી તેમની પ્રાર્થના કરવી ત્યારબાદ એજ રીતે માતા લક્ષ્મીજીના મંત્રોનો જાપ કરી તેમની આરાધના કરવી.

7. આરાધના કર્યા બાદ ગણેશજી અને લક્ષ્મી માતાજીની આરતી ઉતારવી. આરતી પૂર્ણ થયા બાદ શંખ પણ વગાડવો.
8. પૂજા કર્યા બાદ ઘરની બહાર રહેલા તુલસી ક્યારે, કુવા અને નજીકમાં રહેલા મંદિરમાં જઈને દિવા કરવા.
9. ઘરની અંદર દીવા કરતી વખતે 5 દીવાને એક થાળીમાં મુકવા અને તેની પણ ફૂલથી પૂજા કરવી. ત્યારબાદ દીવાને ઘરમાં અલગ અલગ જગ્યાએ અને ખૂણામાં સ્થાપિત કરવા.
10. ભગવાન ગણેશ અને લક્ષ્મીજીની પૂજા લાલ પીળા અને ચમકીલા વસ્ત્રો ધારણ કરીને જ કરવી. આ પૂજામાં કાળા કે ભૂરા રંગના વસ્ત્રો ના પહેરવા.