10માં ધોરણનો વિદ્યાર્થી 12માં ધોરણની સગીરાને ભગાડી ગયો અને સ્લીપર બસમાં બાંધ્યા અનેક વખત શરીર સંબંધ

રાજકોટમાં ધોરણ-10નો વિદ્યાર્થી ધોરણ-12 ની વિદ્યાર્થીનીને ભગાડી ગયો, સ્લીપર બસ માં 5 – 5 વાર સેક્સ માણ્યું , છેલ્લે આવી હાલત થઇ

Rajkot News: ગુજરાતમાંથી ઘણીવાર એવા એવા મામલા સામે આવે છે કે સાંભળી કોઇપણ હેરાન રહી જાય. ત્યારે હાલમાં રાજકોટમાંથી વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. જેમાં ધોરણ 10માં અભ્યાસ કરતો વિદ્યાર્થી ધોરણ 12ની વિદ્યાર્થિનીને ભગાડી ગયો અને આટલું જ નહિ બંને હોટલ સુધી પણ પહોંચી ગયા.

જો કે, આઈડી પ્રુફ ન હોવાના કારણે બંનેને હોટેલમાં એન્ટ્રી ન મળી. પણ હોટલમાં વાત ન બનતા વિદ્યાર્થીએ સ્લીપર કોચ બસમાં સગીર વિદ્યાર્થીનીને લઇ જઈ તેની સાથે એક-બે વાર નહિ પણ પાંચવાર શારીરિક સંબંધ બાંધ્યો હતો.

ધોરણ 10નો વિદ્યાર્થી ધોરણ 12ની વિદ્યાર્થીનીને ભગાડી ગયો
ત્યારે આ મામલે સગીર વિદ્યાર્થીની માતા-પિતાની ફરિયાદ બાદ ભક્તિનગર પોલીસે પોક્સો અને દુષ્કર્મની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે અને આરોપી વિદ્યાર્થીને બાળ અદાલતમાં મોકલી આપ્યો તેમજ છોકરીને તેના વાલીને સોંપી.

ઘટનાની પ્રાપ્ત મહિતી અનુસાર, રાજકોટના ગોંડલ રોડ પર રહેતી અને ધોરણ 12માં અભ્યાસ કરતી સગીરાને તેના ઘર નજીક રહેતા ધોરણ 10માં અભ્યાસ કરતા 15 વર્ષીય સગીર સાથે પ્રેમ થઇ જતા બંનેએ ઘરેથી ભાગી જવાનું નક્કી કર્યું અને તેઓ 5 જૂલાઈએ સ્કૂલેથી છૂટીને ભાગી ગયા.

File Pic

માતા-પિતાએ પોલિસ ફરિયાદ કરતા મામલો આવ્યો સામે
જો કે, મોડે સુધી દીકરી સ્કૂલથી પરત ન આવતા માતા-પિતા ચિંતામાં મુકાયા અને તે બાદ તેમણે પહેલા તો સ્કૂલે જઈને તપાસ કરી પણ દીકરીનો કોઈ અત્તોપત્તો ન મળતા પોલિસ સ્ટેશનમાં ફરિયાદ કરી. સગીર વિદ્યાર્થીની લગભગ ત્રણેક મહિવા પહેલા સગીર છોકરા સાથે મોબાઇલમાં વાત કરતા પકડાઇ હતી અને વાલીને તે છોકરો ભગાડી ગયાની શંકા જતા તેમણે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

ત્યારે પોલિસે પણ મામલાની ગંભીરતાને ધ્યાને રાખી તાત્કાલિક તપાસ કરી. બંનેના બંનેના લોકેશન પોરબંદરમાં ટ્રેસ થતા ટીમ તાત્કાલિક પોરબંદર ખાતે દોડી ગઈ અને ત્યાંથી બંનેને ઝડપી લીધા. તે પછી તેમને રાજકોટ લાવવામાં આવ્યા બાદ સગીરાની પોલીસે પૂછપરછ કરતા એવી હકીકત સામે આવી કે પોલિસ પણ ચોંકી ગયો અને માતા-પિતાના પગ નીચેથી જમીન સરકી ગઇ.

File Pic

હોટલમાં એન્ટ્રી ન મળતા બસમાં જ બાંધ્યા શરીર સંબંધ
સગીર છોકરો વિદ્યાર્થીનીને ભગાડીને ગ્રીનલેન્ડ ચોકડીએ પહોંચ્યો અને ત્યાંથી ખાનગી ટ્રાવેલ્સમાં અમદાવાદ ત્યાંથી સુરત અને પછી ફરી અમદાવાદ અને સુરત એમ ફર્યા. તે બાદ અમદાવાદથી બંને દ્વારકા અને પોરબંદર પહોંચ્યા. તેમની પાસે 35,000 હતા અને જેમાંથી તે ખર્ચ કરતો.

જો કે, પ્રેમિકા પાસે આઈડી પ્રૂફ ન હોવાથી બંનેને કોઇ હોટલમાં એન્ટ્રી ન મળતા તેઓ ક્યાંય રાત ન રોકાયા અને રાત્રે સ્લીપર કોચની બસમાં બેસી બીજા શહેરમાં જતા રહેતા. સગીરે આ દરમિયાન છોકરી સાથે બસમાં જ 5 વખત શરીર સંબંધ પણ બાંધ્યો હતો. ત્યારે આ હકીકત સામે આવ્યા બાદ પોલીસે આ કેસમાં દુષ્કર્મ અને પોકસોની કલમનો ઉમેરો કરી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.

Shah Jina