જ્યોતિષ શાસ્ત્ર

ઘરમાં મા લક્ષ્મીના આવતા પહેલા મળે છે આ 10 સંકેત, ચોક્કસ જાણી લો

હિન્દૂ ધર્મના ગ્રંથો અને પુરાણોમાં દેવી લક્ષ્મીને ધન અને ઐશ્વર્યની દેવી માનવામાં આવેલી છે. શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે જો કોઈના પર ધનની દેવી લક્ષ્મીની કૃપા થઇ જાય તો તેના ઘરમાં ધન અને વૈભવની ખામી બિલકુલ પણ નથી આવતી. શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે માં લક્ષ્મી પોતાના આગમન પહેલા અમુક સંકેતો પણ આપે છે. જો તમને પણ તમારા રોજિંદા જીવનમાં આવું કંઈક જોવા મળે તો સમજી જાવ કે માતા લક્ષ્મીના પગલાં ટૂંક સમયમાં જ તમારા જીવનમાં થવાના છે. એવામાં જ્યોતિષશાસ્ત્રના આધારે અમે તમને આવા જ અમુક સંકેતો જણાવીશું જેનાથી તમે ટૂંક સમયમાં જ ધનવાન બની શકો તેમ છો.

Image Source

1. ઘુવડને માતા લક્ષ્મીનું વાહન માનવામાં આવે છે અને તેને જોવું પણ શુભ માનવામાં આવે છે. જો કે સામાન્ય રીતે ઘુવડ જોવા નથી મળતું પણ જો તે તમને ક્યાંય પણ દેખાઈ જાય તો સમજી જાવ કે માં લક્ષ્મીની તમારા પર કૃપા બનવાની છે.

2. લેવળ દેવળના સમયે જો હાથથી પૈસા છૂટી જાય, તો સમજી લો કે તમને ધનલાભ થવાનો છે. જે વ્યક્તિને સપનમાં મોતી, હાર કે મુગટ જેવી વસ્તુઓ જોવા મળે, તે ઘરમાં લક્ષ્મી સ્થાઈ રૂપે નીવાસ કરે છે. આ સિવાય જેને સપનામાં કોઈ કુંભાર ઘડો બનાવતો જોવા મળે તેને ખુબ ધનલાભ થઇ શકે છે.

Image Source

3. અચાનક થવા લાગે આવા બદલાવ:
જ્યારે દેવી લક્ષ્મીની કૃપા થાય છે અને તેનું ઘરમાં આગમન થાય છે તો સૌથી પહેલા લોકોના વ્યવહારમાં બદલાવ આવવા લાગે છે. મન મુટાવ, અહંકાર વગેરે જેવી ભાવનાઓ દૂર થવા લાગે છે અને પરિવારમાં પ્રેમ,સદ્દભાવ વધવા લાગે છે. ઘરમાં પતિ પત્ની વચ્ચે પણ પ્રેમ વધે છે. માટે જ્યારે પરિવારમાં આવો આભાસ થવા લાગે તો સમજી જાવ કે તમારા પર લક્ષ્મીની કૃપા થવાની છે.

4. કોઈ યાત્રા પર જવાના સમયે જો સાંપ, વાંદરો, ગાય, કૂતરો કે કોઈ પક્ષી જોવા મળે તો તેને ખુબ જ શુભ માનવામાં આવે છે. નારિયેલ, મોર, હંસ, ફૂલ વગેરે સવાર સવારમાં દેખાવું ખુબ શુભ માનવામાં આવે છે સાથે જ માં લક્ષ્મીની અપાર કૃપા પણ બની શકે છે.

Image Source

5. ખાવા-પીવાની રુચિમાં બદલાવ આવવો:
વધારે પડતું ભોજન લેવું દરિદ્રતાની નીશાની માનવામાં આવેલું છે જેને દેવી લક્ષ્મીની નારાજગીનું કારણ માનવામાં આવે છે. જો તમારી ભોજન કરવાની આદતમાં સુધારો આવે તો સમજી જાવ કે લક્ષ્મી તમારા ઘરે નિવાસ કરવાની છે. લક્ષ્મી દેવીની કૃપા થવા પર ઓછું ભોજન કરવાથી પણ મન સંતુષ્ટ અને પ્રસન્ન થઇ જાય છે.

6. સવારે ઉઠવાની સાથે જ જો કોઈ ભિખારી માંગવા માટે આવે તો સમજી જાવ કે તમારા દ્વારા ઉધાર આપેલા પૈસા માંગ્યા વગર જ તમને પાછા મળી જવાના છે. ગુરુવારના દિવસે કુંવારી કન્યા પીળા વસ્ત્રોમાં જોવા મળી જાય તો તે તમારા માટે ખુબ જ શુભ માનવામાં આવે છે.

Image Source

7. શેરડી પણ ખુબજ પ્રિય:
શેરડીના રસનો ભોગ ભગવાન ગણેશજીને અર્પણ કરવાથી માં લક્ષ્મી પ્રસન્ન થાય છે. કોઈ વ્યક્તિ તમારા ઘરમાં શેરડી લઈને આવે કે પછી તમને અચાનક શેરડી ખાવાનું મન થાય તો તે ધનના આગમન થવાનો સંકેત છે.

8. જે વ્યક્તિ સપનામાં પોતાને મુંડન અવસ્થામાં જોવે તેને અતુલ્ય ધનની પ્રાપ્તિ થાય છે. આ સિવાય સપનામાં ખેતરમાં પાકેલા ઘઉંનો પાક જોવા મળે તો તે વ્યક્તિ પર જલ્દી જ માતાની કૃપા વરસવાની છે અને તે ધનવાન બની શકે છે.

Image Source

9. ઘરની બહાર આવું દેખાવું:
માં લક્ષ્મીને સાફ-સફાઈ વધારે પસંદ છે. ઘરની બહાર નીકળતી વખતે તમને કોઈ કચરો વાળતું કે સફાઈ કરતું જોવા મળે તો માં લક્ષ્મી તમારા પર ખુબ જ પ્રસન્ન છે અને જલ્દી જ તમને ઈચ્છીત ફળ પણ આપવાની છે.

10. સવારે ઉઠતા જ આવું થવું:
જો સવારે ઉઠવાની સાથે જ તમને શંખનો અવાજ સંભળાય તો સમજી લો કે તમારા પર ભગવનની કૃપા થવાની છે અને તમે જલ્દી જ ધનવાન બનવા તરફ પ્રયાણ કરશો.

Author: GujjuRocks Team

તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ