અજબગજબ જ્યોતિષ શાસ્ત્ર

કપડાં પહેરતા સમયે બટનનું તૂટવું કે પછી ચાવીમાં કાટ લાગવો આપે છે આ સંકેત- જાણો 10 શુભ-અશુભ સંકેત

દરેક રોજ આપણી સાથે બધું જ સારું થાય એ જરૂરી નથી,પણ આપણી સાથે શું થાવાનું છે તેની જાણ કે અનુભવ જો આપણને પહેલાથી જ થઇ જાય તો, જીવન કદાચ થોડું સહેલું થઇ જાય અને આપણે આપણા જીવનને લઈને થોડા સજાગ પણ થઇ શકીએ.

પહેલાના સમયમાં લોકો ફોન વગર, ઇન્ટરનેટ વગર પણ પોતાના પરિજનોનો હાલ-ચાલ સંકેતો દ્વારા ખબર મળતા પહેલા જ જાણી લેતા હતા. આ સંકેતો આજે પણ છે જ પણ લોકો તેના પર વિશ્વાષ નથી કરતા.પણ આ વાતને વૈજ્ઞાનિકો પણ માને છે કે આપણી આસપાસ શુભ અને અશુભ એનર્જી હોય છે જે આપણને આપણા ભવિષ્યમાં થાનારી સારી કે ખરાબ ઘટનાઓનો સંકેત આપે છે.

1. જો તમે કોઈ સામાન ખરીદવા માટે બજાર માટે નીકળી રહ્યા છો અને ખરીદારીના પહેલા જ તમને છીંક આવી જાય છે તો તેનો અર્થ ખુબ જ શુભ માનવામાં આવે છે.તમે જે પણ ભાવ તાલ કરશો તેમાં તમને ફાયદો થાશે.

Image Source

2.જો તમે સપનામાં એક પરીક્ષાખંડમાં પરીક્ષા આપવા માટે બેઠા છો તો તેનો અર્થ એ છે કે તમારા જીવનમાં કોઈ નવી પરીક્ષા કે સંઘર્ષ શરૂ થાવાનો છે.

Image Source

3.કાચા દૂધનું ઢોળાવું ખુબ શુભ માનવામાં આવે છે જો કે ઉકળી રહેલા દૂધનું ઉભરાવું શુભ માનવામાં આવે છે.

Image Source

4.ઘરમાંથી કોઈપણ વ્યક્તિના બહાર નીકળવા પર કચરો વાળવો જોઈએ નહિ. સાવરણીથી કચરો વાળવો દુર્ઘટના થાવાનો સંકેત હોય છે.

Image Source

5.જયારે પણ રાતે જો ઘરની બહાર કુતરા કે બિલાડીનો રડતો અવાજ સાંભળવા માટે તો તે ખુબજ અશુભ સંકેત આપે છે કે કોઈ ખરાબ ઘટના કે પછી કોઈના મૃત્યુ થાવાનો સંકેત છે.માટે જ્યારે પણ આવો અવાજ સાંભળવા મળે તો ત્યાંથી તે જાનવરોને ભગાડી દો.

Image Source

6. ઘરની ચાવીઓ કોઈપણ મહિલા માટે ખુબ જ જરૂરી હોય છે કેમ કે તેની સાથે જ પરિવારની સુખ સમૃદ્ધિ જોડાયેલી હોય છે.જો ઘરની ચાવી પર વારંવાર કાટ લાગી જાય તો તેનો અર્થ ઘરમાં સુખ સમૃદ્ધિમાં વધારો થઈ રહ્યો છે જે એક સારો સંકેત માનવામાં આવે છે.

Image Source

7.જો તમને હોઈ કપડામાં ચોંટેલું રૂ મળે તો તેનો અર્થ એ છે કે તમારી સાથે કંઈક સારું થાવાનું છે, આ સિવાય જો શર્ટનું બટન ઉલ્ટું લાગી જાય તો તે પણ તમારા મારે શુભ સંકેત છે.

Image Source

8.જો તમને સવાર સવારમાં સિક્કાઓનો રણકાર સાંભળવા માટે તો તેનો અર્થ એ છે કે તમને આવનારા અમુક જ સમયમાં ધનલાભ થાવાનો છે.

Image Source

9.જો તમને ઘરની બહાર નીકળવાના સમયે રસ્તામાં કોઈ કૂતરો તમને જોઈને ચોંકી જાય તો તેનો અર્થ એ છે કે તમારી સાથે કંઈક ખરાબ થાવાનુ છે.માટે ત્યાં થોડીવાર રોકાયા પછી જ આગળ વધો.આ સિવાય જો તમારો પાલતુ કૂતરો પણ ઘરેથી બહાર નીકળવાના સમયે ભસે છે તો તે તમારી સાથે કોઈ અકસ્માત થાવાનો સંકેત છે.માટે આ સમયે પણ થોડું રોકાયા પછી જ ઘરેથી બહાર નીકળો.

Image Source

10.જો તમને સવારના સપનામાં કોઈની મૃત્યુ જોવા મળે તો તેનો અર્થ એ છે કે તે વ્યક્તિની ઉંમર લાંબી થઇ ગઈ છે.

Image Source

જો કે આ બાબતો પર કેટલી હકીકત છુપાયેલી છે તે તો કોઈ જ નથી જાણતું.કેમ કે માનો તો બધું જ છે અને ના માનો તો કંઈપણ નથી.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks