માત્ર 10 સેકેન્ડની વીડિયો કલીપ વેચાઈ 48 કરોડ રૂપિયામાં, જાણો એવું તો શું હતું તેમાં ખાસ ?

ઘણા લોકોની અંદર એવી ક્ષમતા પડેલી હોય છે જે કંઈક હટકે કરે છે. ભલે તેમના કામને શરૂઆતમાં લોકો નજરઅંદાજ કરતા હોય, પરંતુ એક સમય એવો આવે છે જયારે તેમના કામની કદર થાય છે, અને આખી દુનિયા તેમના કામને વખાણે છે.

આવો જ એક કિસ્સો છે અમેરિકાના મિયામીમાં રહેવા વાળા એક આર્ટ કલેકટરનો. જેને ઓક્ટોબર 2020માં એક 10 સેકેન્ડની વીડિયો કલીપ બનાવવા માટે 67 હજાર ડોલર્સ એટલે કે લગભગ 49.13 લાખ રૂપિયા જેટલો ખર્ચો કરી દીધો. પરંતુ હવે તેને આ વીડિયો ક્લિપને વેચી દીધી છે.

આ 10 સેકેન્ડની વીડિયો કલીપ વેચવા ઉપર તેને હાલમાં 6.6 મિલિયન ડોલર્સ એટલે કે લગભગ 48.42 કરોડ રૂપિયા મળ્યા છે. આ વીડિયોને બનાવ્યો હતો ડિજિટલ આર્ટિસ્ટ બિપલે. બીપલનું અસલી નામ છે માઈક વિનકેલમેન.

બ્લોકચેન નામની સંસ્થા દ્વારા પ્રમાણિત કરવામાં આવ્યું છે કે તે 10 સેકેંડની વીડિયો કલીપ માઈક દ્વારા જ બનાવવામાં આવી છે. આ વીડિયો એટલે કે ડિજિટલ એસેટને નોન-ફંજીબલ ટોકન (NFT) કહેવામાં આવે છે. કોરોના વાયરસ મહામારી દરમિયાન NFT ખુબ જ પ્રચલિત થયું હતું.

આ વીડિયોને બનાવવા વાળને પૈસાની જરૂર પડે છે, જેના માટે ઘણા લોકો રોકાણ પણ કરે છે, કારણ કે NFT ડિજિટલ પ્લેટફોર્મ ઉપર જ રહશે અને આ જો કોઈને પસંદ આવે છે તો તેના કરોડો રૂપિયા પણ મળે છે. બ્લોકચેન ટેક્નોલોજીની મદદથી આવા વીડિયોનું ઓનલાઇન ડુપ્લિકેશન પણ નથી થતું.

આ વીડિયોને વેચવા વાળા આર્ટ કલેકટર પાબ્લો રોડ્રિગેજ-ફ્રેલ દ્વારા કહેવામાં આવ્યું કે તમે લાર્વે આવો, મોનાલીસા પેઇન્ટિંગ જુવો. તેનો આનંદ તમે ત્યાં જ લઇ શકશો, કારણ કે આવા કામનો ઇતિહાસ ત્યાં જ રહેશે અને સાથે જ તેના કામનો ઇતિહાસ પણ નથી હોતો તેમાં. પાબ્લોએ કહ્યું કે હું બીપલના કામથી પ્રભાવિત હતો અને એટલા માટે જ મેં તેને ખરીદી લીધો.

પાબ્લોએ જે આર્ટિસ્ટિક વીડિયો વેચ્યો છે તેમાં જોવા મળી રહ્યું છે કે ડોનાલ્ડ ટ્રમ્પ નીચે પડેલો છે. તેના શરીર ઉપર ઘણા બધા ટેટુ બનેલા છે. સૂત્રો પણ લખેલા છે. તેની ઉપર ટ્વીટરની ચકલી પણ બેઠી છે.

Niraj Patel