10 રૂપિયાની નોટના મળશે 25000 રૂપિયા, તમારી પાસે છે? તો દિવાળી સુધરી જશે
આજકાલના સમયમાં લોકોને જલદી જ પૈસાવાળું બની જવું હોય છે. આજના સમયમાં લોકો ઓનલાઇન લેવડ-દેવડમાં જ વિશ્વાસ કરે છે. પૈસા લઈને ફરવું કોઈને પણ પસંદ નથી. જ્યારથી ભારતમાં કેશલેસ થયું છે ત્યારથી લોકો પૈસા ઓછા જ સાથે રાખે છે. નવી 200, 500 અને 2000ની નોટ તો બધા પાસે હોય છે પરંતુ દુનિયામાં ઘણા લોકો એવા પણ હોય છે જેને જૂની નોટમાં બહુ રસ હોય છે. આ નોટ વર્ષો પહેલા ભારતમાં ચાલતી હતી. પરંતુ બાદમાં નોટની જગ્યા બીજી નોટે લઇ લીધી છે. પરંતુ ઘણા એવા પણ લોકો હોય છે જેની પાસે હજુ પણ જૂની નોટ હોય છે. આજે અમે તમને જણાવીશું કે જૂની થઇ ગયેલી નોટથી તમે કેવી રીતે માલામાલ થઇ શકો છો.

બ્રિટિશ ભારતના સમય દરમિયાન આવી ઘણી નોટો આવી હતી. જેના વિશે ઘણા લોકો જાણતા પણ નથી. આ નોટોનો તે સમયે ઘણો ઉપયોગ થતો હતો પરંતુ તે પછી તેમની જગ્યા નવી સ્ટાઇલની નોટો લઇ લીધી હતી.

આ પૈકી એક દસ રૂપિયાની નોટ છે. આ નોટમાં એક તરફ અશોક સ્તંભ છે. ઘણા વર્ષો પહેલા સિંહની ત્રણ ચહેરાની નોટ ચાલતી હતી.

આ વિશેષ નોટ પર સીડી દેશમુખની સહી છે. આ નોટ પ્રથમ આવૃત્તિમાં પણ છપાઈ હતી. સી.ડી. દેશમુખને 1943 માં બ્રિટિશરો દ્વારા ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર તરીકે નિમણૂક કરવામાં આવી હતી.

આ 10 રૂપિયાની આ ખાસ નોટની પાછળના ભાગમાં એક બોટનું ચિત્ર છે. ઉપરાંત, તેમાં બંને બાજુ 10 રૂપિયા અને અંગ્રેજીમાં 10 રૂપિયા લખેલા છે. આ નોટ આજે દુર્લભ માનવામાં આવે છે.

આ સ્થિતિમાં જો તમારી પાસે પણ આ 10 રૂપિયાની નોટ છે તો તમે એકની બદલે 20 થી 25 હજાર રૂપિયા કમાઈ શકો છો. તમારે તેમને વેચવા માટે ક્યાંય પણ જવાની જરૂર નથી.

તમે તેને ઓનલાઇન વેચી શકો છો. તમે આ નોટ ઈન્ડિયામાર્ટ, શોપક્લુઝ અને મરુધર આર્ટ્સની વેબસાઇટ પર વેચી શકો છો. દરેક સાઇટ પર તમને તેના બદલે સારો ભાવ મળશે.

કોઈનબજાર.કોમ પર તમે આ એક નોટ માટે 25 હજાર મેળવી શકો છો. કિંમત નોટની સ્થિતિ પર આધારિત રહેશે. જો તે ફાટેલી ન હોય તો તમને સારા પૈસા મળશે.

તે જ સમયે, તમે જૂના સમયમાં ચાલતી બ્લેક 10 નોટના બદલામાં 13 થી 14 હજાર રૂપિયા મેળવી શકો છો. ઓનલાઇન આ નોટોની ઘણી માંગ છે. આ સ્થિતિમાં જો તમારી પાસે આ નોટ છે, તો પછી ફક્ત આ સાઇટ્સ પર જાઓ અને રજીસ્ટ્રેશન કરો.
નોંધ: આ માહિતી ફક્ત રેફરેન્સ માટે છે, કોઈપણ વેબસાઈટની મુલાકાત લો તો જે તે વેબસાઈટની ટર્મ્સ અને કન્ડિશન જરૂર જુઓ, નોટ કે ચલણી સિક્કાની ખરીદી કે વેચાણ કરો ત્યારે જે તે વેબસાઈટની ગોપનીયતા અને શરતો ખાસ જુઓ જેથી છેતરપીંડી કે સાઇબર ક્રાઇમનો શિકારથી બચી શકો.
તમારા રેફરેન્સ માટે અમુક વેબસાઈટની લિંક નીચે મૂકી છે:
Ebay, Indiamart, Quikr, OLX