10-10 રૂપિયાના સિક્કા ગાડીમાં ભરી અને શો રૂમમાં બ્રાન્ડ ન્યુ કાર લેવા માટે પહોંચ્યો આ વ્યક્તિ, શો રૂમ વાળા પણ કહાની સાંભળીને હેરાન રહી ગયા, જુઓ

દરેક વ્યક્તિનું સપનું પોતાનું ડ્રિમ બાઈક કે કાર ખરીદવાનું હોય છે, જેના માટે તે ઘણી મહેનત પણ કરતા હોય છે. છેલ્લા ઘણા સમયથી આપણે કેટલાક એવા સમાચાર સાંભળીએ છીએ જે હેરાન કરી દેતા હોય છે, ઘણા લોકો ચલણી સિક્કાના કોથળા ભરીને બાઈક કે કાર ખરીદવા માટે જતા હોય છે. ત્યારે હાલ એવો જ એક મામલો સામે આવ્યો છે, પરંતુ આ મામલો થોડો વધુ હેરાન કરી દેનારો છે.

તમિલનાડુના ધર્મપુરીમાં એક વ્યક્તિ 6 લાખની કાર લેવા માટે 10-10 રૂપિયાના સિક્કા લઈને શોરૂમમાં પહોંચ્યો હતો. તેણે કહ્યું કે આ કરીને તે લોકોને એક સંદેશ આપવા માંગે છે. આ અનોખા ખરીદનારનું નામ વૈત્રીવેલ  છે અને તે અરૂરનો રહેવાસી છે. વૈત્રીવેલે જણાવ્યું કે તે એક પ્રાથમિક શાળા અને પરંપરાગત દવા કેન્દ્ર ચલાવે છે. તેની માતા દુકાન ચલાવે છે. કોઈપણ ગ્રાહક જે તેની દુકાને આવે છે તે 10 ​​રૂપિયાના સિક્કા લેવાનો ઇનકાર કરે છે. જેના કારણે તેની પાસે 10-10 રૂપિયાના ઘણા સિક્કા એકઠા થયા હતા.

વૈત્રીવેલે જણાવ્યું કે તે પોતાની દુકાનમાં જમા કરાયેલા સિક્કા બદલવા બેંકમાં પણ ગયો હતો. પરંતુ બેંકરોએ આ સિક્કા લેવાની ના પાડી દીધી હતી. તેમણે કહ્યું કે આટલા સિક્કા ગણવા માટે બેંકમાં માણસો નથી. વૈત્રીવેલે પૂછ્યું, “જ્યારે આરબીઆઈએ તેમને મૂલ્યહીન જાહેર કર્યા નથી ત્યારે બેંકો આ સિક્કાઓ સ્વીકારવાનો ઈન્કાર કેમ કરી રહી છે?”

તેણે કહ્યું કે તેના પડોશમાં એવા ઘણા બાળકો છે જે 10 રૂપિયાના સિક્કા સાથે રમે છે. જ્યારે તેમને પૂછવામાં આવે કે તેઓ આવું કેમ કરે છે? તો બાળકો કહે છે કે આ સિક્કા તેમના માતા-પિતાએ તેમને આપ્યા છે, કારણ કે તેનો કોઈ ઉપયોગ નથી. આ પછી વૈત્રીવેલે નારાજ થઈ ગયો અને તેણે એક મહિના માટે ઘણા બધા 10-10 સિક્કા ઉમેર્યા.

6 લાખ રૂપિયાના સિક્કા ઉમેર્યા બાદ તે તે સિક્કા લઈને કારના શોરૂમમાં ગયો હતો. તેને કાર ગમી અને તેણે શોરૂમના માલિકને સિક્કામાં પેમેન્ટ આપવા કહ્યું. પ્રથમ કારના શોરૂમના માલિકે ના પાડી. પરંતુ બાદમાં તે સંમત થયો. વૈત્રીવેલે જણાવ્યું કે તે કારમાં સિક્કા ભરીને શોરૂમમાં ગયો હતો. પેમેન્ટ માટે સિક્કાની બોરીઓ ખોલતાની સાથે જ સૌને આશ્ચર્ય થયું હતું. તેણે કહ્યું કે આ કરીને તે લોકોને બતાવવા માંગે છે કે 10 રૂપિયાના સિક્કા નકામા નથી.

Niraj Patel