મનોરંજન

શર્મિલા ટાગોરથી લઈને રાખી સુધી 10 બોલીવુડના ખ્યાતનામ કલાકારોના લગ્નની તસ્વીરો જે ક્યારેય નહીં જોઈ હોય

આજે સોશિયલ મીડિયાનો જમાનો છે અને આજના સમયમાં સેલેબ્રિટીઓ વિષે દરેક પાલની કહાબ્ર મળતી હોય છે પરંતુ એક જમાનો એવો હતો જયારે સેલેબ્રિટીઓ વિશે ખબર મેળવવા માટે અઠવાડિયા સુધી રાહ જોવી પડતી હતી અને તેમાં પણ ઘણી જ ખબરો જાણવા પણ મળતી નહોતી, બોલીવુડના એ સમયના ખ્યાતનામ કલાકારોના લગ્નની તસવીરો પણ ઘણા લોકોએ નહિ જોઈ હોય, ચાલો આજે બોલીવુડના એ ખ્યાતનામ કલાકારોના લગ્નની તસવીરો જોઈને તેમના વિષે જાણીએ.

Image Source

શર્મિલા ટાગોર અને મંસૂર અલી ખાન પટૌડી:
શર્મિલા ટાગોર અને મંસૂર અલી ખાનની લવ સ્ટોરી પણ ખુબ જ ખાસ હતી બંનેની મુલાકાત વર્ષ 1965માં થઇ હતી અને બંનેએ 1969માં લગ્ન કર્યા હતા. શર્મિલાએ લગ્ન બાદ પણ સૈફના જન્મ પછી પણ ઘણી સફળ ફિલ્મોમાં કામ કર્યું હતું.

Image Source

વિનોદ ખન્ના અને ગીતાંજલિ:
વિનોદ ખન્ના જયારે થિયેટરમાં જોડાયેલા હતા ત્યારે જ તેમની મુલાકાત ગીતાંજલિ સાથે થઇ હતી, એ બંને ઘણા સમય સુધી એકબીજાને ડેટ કરતા રહ્યા, અને 1971માં બંનેએ લગ્ન કરી લીધા તેમને બે બાળકો પણ હતા, અક્ષય ખન્ના અને રાહુલ ખન્ના, પરંતુ 1985માં બંને અલગ થઇ ગયા.

Image Source

શમ્મી કપૂર અને ગીતા બાલી:
શમ્મી કપૂર અને ગીતા બાલીની પહેલી મુલાકાત “રંગીન રાતે” ફિલ્મના સેટ ઉપરથી થઇ હતી, ત્યકરે શમ્મી કપૂરની કોઈ સ્ટાર નહોતો પરંતુ ગીતા ખુબ જ ખ્યાતનામ અભિનેત્રી હતી તે શમ્મીના ભાઈ રાજ કપૂર અને પિતા પૃથ્વીરાજ સાથે કામ કરતી હતી, શમ્મીએ ગીતાને લગ્ન માટે ઘણીવાર પ્રપોઝ કર્યું હતું પરંતુ ગીતા લગ્ન માટે ના કહેતી હતી અને જયારે ગીતાએ એક દિવસ હા કહ્યું ત્યારે બંનેએ મંદિરમાં જઈને અડધી રાત્રે લગ્ન કરી લીધા હતા, તેમજ ગીતા લિપસ્ટિકથી જ શમ્મીએ ગીતાની માંગ ભરી હતી.

Image Source

ડિમ્પલ કાપડિયા અને રાજેશ ખન્ના:
ડિમ્પલ કાપડિયાએ 16 વર્ષની ઉંમરે જ 34 વર્ષના રાજેશ ખન્ના સાથે લગ્ન કરી લીધા હતા. રાજેશ ખન્ના જયારે પોતાના બ્રેકઅપના દુઃખમાંથી બહાર આવી રહ્યા હતા ત્યારે જ ડિમ્પલે તેમનો સાથ આપ્યો આ બંનેએ 1973માં લગ્ન કર્યા અને 1984 સુધી સાથે રહ્યા, પરંતુ બનેં અલગ થયા હોવા છતાં પણ એકબીજાની સાથે ઉભા રહેતા હતા.

Image Source

અમિતાભ બચ્ચન અને જયા બચ્ચન:
અમિતાભ અને જયાના લગ્ન પણ રહસ્યમય રીતે થયા હતા, અમિતાભ લંડન ફરવા જવા મંગતા હતા પરંતુ તેમના પિતા હરિવંશરાય બચ્ચને કહ્યું કે જયા સાથે લગ્ન કર્યા બાદ જ તે લંડન જઈ શકશે, માટે અમિતાભે કોઈ મોટા ફંક્શન વગર જ જયા સાથે લગ્ન કરી સાથે લંડન ગયા હતા.

Image Source

કિશોર કુમાર અને યોગિતા બાલી:
કિશોર કુમારની ત્રીજી પત્નીના રૂપમાં યોગિતા બાલી આવી હતી,, પરંતુ આ બંનેનું લગ્ન જીવન પણ બે વર્ષ જ ચાલ્યું અને લગ્ન તૂટવા પાછળનું કારણ મિથુન સામે આવ્યો હતો, કારણ કે એક ફિલ્મ સેટ ઉપર મિથુન અને યોગિતા એકબીજાના નજીક આવ્યા હોવાની વાત ચર્ચાઈ હતી, જેના કરે એ ફિલ્મમમાં કિશોર કુમારે મિથુનનું એક ગીત ગાવાનો પણ ઇન્કાર કરી દીધો હતો. કિશોર કુમાર અને યોગીતાએ 1976માં લગ્ન કર્યા અને 1978માં અલગ પણ થઇ ગયા.

Image Source

ઋષિ કપૂર અને નીતુ સિંહ:
ઋષિ કપૂર અને નીતુની મુલાકાત “ઝહરીલે ઇન્સાન”ના સેટ ઉપરથી થઇ હતી ત્યારે નીતુ ફક્ત 14 વર્ષની હતી, પરંતુ ધીમે ધીમે બંનેને એકબીજા સાથે પ્રેમ થઇ ગયો અને 22 જાન્યુઆરી 1980ના રોજ બંનેએ લગ્ન પણ કરી લીધા હતા.

Image Source

રણધીર કપૂર અને બબીતા:
રણધીર અને બબીતાની મુલાકાત ફિલ્મ “કલ આજ ઔર કલ”ના સેટ ઉપરથી થઇ હતી, પરંતુ બંનેના લગ્નમાં અડચણ હતી બબીતાનું અભિનેત્રી હોવું, છેવટે એ શર્ટ ઉપર બંનેના લગ્ન થયા કે બબીતા ફિલ્મોમાં કામ નહીં કરે. રણધીર અને બબિતાને બે દીકરીઓ પણ જન્મી કરિશ્મા અને કરીના.  દીકરીઓના જન્મ બાદ બંને વચ્ચે અંતર વધતું ગયું અને બંને અલગ થઇ ગયા પરંતુ એકબીજા સાથે ડિવોર્સ નથી લીધા અને કેટલાક પ્રસંગોમાં બંને સાથે પણ જોવા મળતા હતા.

Image Source

દિલીપ કુમાર અને સાયરાબાનુ:
દિલીપ કુમાર અને સાયરાબાનુ અચ્છે ઉંમરનું ઘણું જ મોટું અંતર છે પરંતુ પ્રેમનું નહિ. જયારે બંનેના લગ્ન થયા ત્યારે દિલીપ કુમારની ઉંમર 44 વર્ષની હતી તો સાયરા બાનુની ઉમર 22 વર્ષની. 12 વર્ષની ઉંમરથી જ સાયરાબાનુને દિલીપ કુમાર પસંદ હતા. બંનેએ 1966માં લગ્ન કરી લીધા હતા.

Image Source

રાખી અને ગુલઝાર:
રાખી અને ગુલઝારે 15 મે 1973ના રોજ લગ્ન કર્યા હતા, લગ્ન બાદ તેમને એક દીકરી હતી મેઘના, મેઘનાના જન્મ બાદ રાખી અને ગુલઝાર અલગ થઇ ગયા અને। આ બંનેના અલગ થવા વિષે અલગ અલગ કારણો જોવા મળે છે, પરંતુ કોઈ પણ કારણોની પુષ્ટિ બંનેમાંથી કોઈએ કરી નથી, અને હજુ સુધી બંનેએ ડિવોર્સ પણ લીધા નથી.