આજનું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ અને કોને થશે ધનલાભ- 10 ઓક્ટોબર 2019

0

1. મેષ – અ,લ,ઈ (Aries):
તમારી આર્થિક પરીસ્થિતિ પહેલા કરતા મજબુત બનશે. નોકરી કરતા મિત્રો અને વેપારી મિત્રોને પોતાના કામમાંથી થોડો એક્સ્ટ્રા સમય મળશે અને તેમાં તમે નવા કામ કરવા વિષે વિચારી શકો છો અને તેનાથી તમારી ઇન્કમમાં વધારો થશે. વારસાઈ મિલકત સંબંધિત વિવાદમાં તમારી ચિંતામાં વધારો થશે. પરિણીત મિત્રો માટે આજનો દિવસ સારો છે. તમારા સંબંધમાં વિશ્વાસનો વધારો થશે. તમારે તમારા સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. જે પણ મિત્રોનું વજન વધારે છે અને બીપી કે ડાયાબિટીસની સમસ્યા છે તેમણે વિશેષ ધ્યાન રાખવું. આજે તમને પૈસાની સમસ્યા નહિ સતાવે.
શુભ અંક : ૮
શુભ રંગ : લીલો
2.વૃષભ – બ,વ,ઉ (Taurus):
આજે પૈસા કમાવા માટેનો સારો દિવસ છે પણ તેની સાથે આજે વધારાનો ખર્ચ પણ થઇ શકે એમ છે. તમારા મોજીલા અને રમૂજી સ્વભાવ પર થોડો કંટ્રોલ રાખો. આજે બહારનું ખાવા પીવામાં ધ્યાન આપજો બને ત્યાં સુધી પ્રયત્ન કરજો કે ઘરનું અને સાદું ભોજન કરી શકો. માથાનો દુખાવો આજે બપોરથી જ રહેશે. આજે ઓફિસમાં પણ તમારું મન બેચેન રહેશે. સાંજના સમયે ફ્રેશ થવા માટે તમારો સમય પરિવાર સાથે વિતાવો, તમારા જીવનસાથી માટે આજે નાનકડી સરપ્રાઈઝ પ્લાન કરો તમે પણ ખુશ રહેશો અને પરિવારમાં દરેક તમારી હાજરીથી ખુશ રહેશે.
શુભ અંક : ૮
શુભ રંગ : પીળો
3. મિથુન – ક,છ,ઘ (Gemini):
આર્થિક પરીસ્થિતિથી તમે આજે સંતુષ્ટ હશો. આજે એક્સ્ટ્રા ઇન્કમ વધારવાના યોગ બની રહ્યા છે. આજે તમને ખાસ વાતમાં અને ખાસ બાબતમાં તમારા સંતાન તરફથી તમને સહયોગ મળશે. આજે તમારા સમાજમાં તમારી નામના થશે અને લોકો તમને વધુ સારી રીતે ઓળખતા થશે. જો કોઈ સંબંધી સાથે લાંબા સમયથી અણબનાવ ચાલી રહ્યો છે તો તેનો અંત થશે અને તેઓ સામેથી તમને બોલાવવા આવશે. વાતાવરણમાં બદલાવને કારણે એલર્જી થઇ શકે છે તો તકેદારી રાખજો. કાનુન અને સમાચાર વિભાગ સાથે જોડાયેલ વિદ્યાર્થી માટે થોડી મુશ્કેલી થઇ શકે છે. સોના ચાંદીના દાગીના ખરીદવા માટે સારો સમય.
શુભ અંક : ૪
શુભ રંગ : પીળો
4. કર્ક – ડ,હ (Cancer):
આર્થિક પરીસ્થિતિ આજે મજબુત બનશે. નોકરી કરતા મિત્રોને પ્રમોશન દ્વારા ઉચ્ચ પદ પ્રાપ્ત થઇ શકે છે. વેપારમાં પણ ધનલાભ થવાના યોગ છે. આજે સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું, આજે કોઈ એલર્જી થઇ શકે છે. દાંપત્યજીવન માટે આજનો દિવસ સૌથી શ્રેષ્ટ સાબિત થશે. આજે પ્રિયજન સાથે લાંબી મુસાફરી પર જઈ શકો છો. પરિવાર અને મિત્રોની સુખ સુવિધા પાછળ ખર્ચ થઇ શકે છે. આજે નાહકની વસ્તુઓ પાછળ વધારે ખર્ચ ના થાય તેની તકેદારી રાખજો. એક્સ્ટ્રા ઇન્કમ વધારવા માટેના અનેક સોર્સ તમારી સામે આવશે.
શુભ અંક : ૭
શુભ રંગ : લાલ
5. સિંહ – મ,ટ (Lio):
કોઈપણ સાથે પૈસાની લેવડ દેવડમાં ખાસ તકેદારી રાખજો. આજે તમારો કોઈ બહુ વિશ્વાસપાત્ર વ્યક્તિ તમારી સાથે વિશ્વાસઘાત કરી શકે છે. પારિવારિક જીવન તમને આજે નીરસ લાગશે. પરિવારમાં આજે કોઈની તબિયત ખરાબ થઇ શકે છે. આજે તમને કામ કરવામાં એક અનોખી ઉર્જાની અનુભૂતિ થશે તમે વિચારેલ દરેક કામ સારી રીતે પૂર્ણ કરી શકશો. જીવનસાથી સાથે સારો સમય વિતાવી શકશો. માનસિક ચિંતામાં વધારો થશે અને આજે અનિન્દ્રાની સમસ્યા સર્જાઈ શકે છે. પૈસા કમાવવા માટે આજે તમારે વધારે મહેનત કરવી પડશે.
શુભ અંક : ૧
શુભ રંગ : કાળો
6. કન્યા – પ,ઠ,ણ (Virgo):
વધારે ગુસ્સો આજે ટાળવો. જો વધુ કામ કરવું પડે તો કરી લેજો ભવિષ્યમાં તેનો ફાયદો તમને જરૂર મળશે. જો લાંબા સમયથી કોઈ પ્રિયપાત્ર સાથે અણબનાવ ચાલી રહ્યો હોય તો આજે તેનો અંત જરૂરથી લાવી દેજો. આજે જુના મિત્રોને ફોન કરીને વાત કરો તમારું મન હળવું થઇ શકશે. અફવાઓથી બચીને રહો. આજે દિવસનો અંતિમ ભાગ પરિવાર સાથે વિતાવો તમારા આખા દિવસનો થાક ઉતરી જશે. આજે બપોરનો સમય તમારા નવા કાર્ય માટે યોગ્ય રહેશે. આજે કોઈપણ અજાણ્યા રોકાણના પ્લાનમાં ભાગ લેવાનું ટાળો.
શુભ અંક : ૮
શુભ રંગ : નારંગી
7. તુલા – ર,ત (Libra):
ફાલતું અને નાહકનો ખર્ચ વધશે. તમારે તમારા ખર્ચ પર કંટ્રોલ કરવાની જરૂરત છે. કોઈપણ જગ્યાએ મોટી રકમ રોકતા પહેલા તેના અનુભવી અને નિષ્ણાત વ્યક્તિની મદદ જરૂર લેજો, નહિ તો તમારા પૈસા ફસાઈ પણ શકે છે. સંતાનની બાબતમાં થોડી ચિંતા જણાશે. તેમની આદતો, તેમના મિત્રો તરફ તમારે ધ્યાન આપવાની જરૂરત છે. ઘરમાં કોઈ માંગલિક પ્રસંગ આવી શકે તેવા યોગ બની રહ્યા છે. આજે સ્વાસ્થ્ય થોડું સામાન્ય રહેશે. વાગવું કે પછી અકસ્માત થઇ સહકે છે. નવું ઘર કે જમીન લેવાના મૌકા આજે મળશે.
શુભ અંક : ૫
શુભ રંગ : લાલ
8. વૃશ્ચિક – ન,ય(Scorpio):
આજે વધારે પડતો શ્રમ કરવાનું ટાળો વધારે વજન ઉચકવા વાળા કામ કરવાનું ટાળો. નિયમિત ડોક્ટરની મુલાકાત લેવાનું રાખો. આજે ઉંમરલાયક મિત્રો સ્વાસ્થ્ય પ્રત્યે ખાસ તકેદારી રાખો. આજે બહારનું ખાવા પીવામાં ધ્યાન આપજો બને ત્યાં સુધી પ્રયત્ન કરજો કે ઘરનું અને સાદું ભોજન કરી શકો. માથાનો દુખાવો આજે બપોરથી જ રહેશે. આજે ઓફિસમાં પણ તમારું મન બેચેન રહેશે. સાંજના સમયે ફ્રેશ થવા માટે તમારો સમય પરિવાર સાથે વિતાવો, તમારા જીવનસાથી માટે આજે નાનકડી સરપ્રાઈઝ પ્લાન કરો તમે પણ ખુશ રહેશો અને પરિવારમાં દરેક તમારી હાજરીથી ખુશ રહેશે. આજે પૈસા કમાવા માટેનો સારો દિવસ છે પણ તેની સાથે આજે વધારાનો ખર્ચ પણ થઇ શકે એમ છે. તમારા મોજીલા અને રમૂજી સ્વભાવ પર થોડો કંટ્રોલ રાખો.
શુભ અંક : ૯
શુભ રંગ : લીલો
9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius):
પૈસા કમાવવા અને બચત કરવા માટે તમે વધુ મહેનત કરી શકશો અને તેમાં તમને સફળતા મળશે. પરિવારના ભવિષ્ય માટે કોઈ પોલીસી કે બીજી કોઈ સ્કીમમાં પૈસા રોકી શકશો. આજે તમારા ઓળખીતા અને તમારા મિત્રો તમારી સલાહ લેવા માટે આવશે. તમારા જીવનસાથી સાથે આજે સારો સમય વિતાવી શકશો. આજનો દિવસ દરરોજ કરતા સામાન્ય રહેશે. સ્વાસ્થ્ય પણ આજે સારું રહેશે. નોકરી કરતા મિત્રોને આજે સહકર્મી અને ઉચ્ચ અધિકારીઓની મદદ મળશે. શેર માર્કેટમાંથી સારા પૈસા કમાઈ શકશો.
શુભ અંક : ૯
શુભ રંગ : પીળો
10. મકર – જ, ખ (Capricorn):
આજે તમારા કામના સ્થળ પર તમારો સમય ખૂબ સુંદર અને શાંતિથી પસાર થશે. ઓફિસમાં કોઈપણ કામ કરવા માટે તમે સક્ષમ છો એવા વિચાર સાથે જ આગળ વધો. આજે તમને તમારા પ્રિયપાત્ર સાથે સમય વિતાવવા માટેની ઉત્તમ તક મળશે. લગ્નજીવનમાં અને કારકિર્દી માટે આજનો દિવસ સૌથી શ્રેષ્ઠ છે તો આજે તમારા હાથમાં આવેલી કોઈપણ તક ચુકી ના જાવ એની સાવધાની રાખજો. આજે સવારનો સમય તમારી માટે શ્રેષ્ઠ છે જે પણ વિચાર તમને સવારના સમય દરમિયાન આવે તેને બને એટલો વહેલા અમલમાં મુકો.
શુભ અંક : ૩
શુભ રંગ : આસમાની
11. કુંભ – ગ,શ,સ(Aquarius):
એક્સ્ટ્રા ઇન્કમ માટેના ઘણા રસ્તા આજે તમારી સામે આવશે અને તમારા મિત્રો અને પરિવારજનો તમારી મદદ કરશે. પરિવાર સાથે સમય વિતાવવા માટે આજનો દિવસ સૌથી બેસ્ટ છે. પરિવાર સાથે આજે ક્યાંક બહાર પીકનીક કે પછી બહાર જમવા માટે જઈ શકો છો. પ્રેમજીવન પણ સૌથી સુંદર રહેશે. આજે તમને તમારા પ્રિયજન તરફથી તમને મોંઘી ભેટ મળી શકે છે. આજે વધારે મહેનત કરવાથી માનસિક અને શારીરિક થાક લાગશે. આજે તમે સારા પૈસા પણ કમાઈ શકશો.
શુભ અંક : ૨
શુભ રંગ : લાલ
12. મીન – દ,ચ,જ,થ(Pisces):
આજે ભવિષ્યની બચત માટે પ્લાનિંગ કરી શકશો. આજે ઇન્કમ વધારવા માટેના નવા સોર્સ મળશે. આજે પરિવાર અને પોતાની સુખ સુવિધા માટે આજે ખર્ચ કરી શકશો. આજે પરિવાર સાથે કોઈ લાંબી મુસાફરી કરવા માટે જઈ શકો છો. આજે દાંપત્યજીવન માટે પણ સૌથી સારો દિવસ છે. આજે જીવનસાથી તરફથી તમને સહકાર અને પ્રેમ મળશે જેનાથી તમારી આજની સાંજ બની જશે. આજે વિદ્યાર્થી મિત્રો માટે સામાન્ય દિવસ છે. ભણવામાં વધુ મહેનત અને ધ્યાનની જરૂરત છે. આજે બહારનું ખુલ્લું ખાવાથી બચીને રહેશો. આજે પેટમાં દુખાવો અને બીજી સામાન્ય તકલીફ થશે. આર્થિક સ્થિતિ આજે મજબુત રહેશે. વેપારી મિત્રોને આજે અચાનક ધનલાભ થવાની સંભાવના છે.
શુભ અંક : ૬
શુભ રંગ : લાલ

આજે જે મિત્રોનો જન્મ દિવસ છે તેમની માટે ખાસ.
જે મિત્રોનો આજે જન્મદિવસ છે તેમને પહેલા તો ઘણીબધી શુભેચ્છાઓ, ઈશ્વર તમારી દરેક ઈચ્છા પૂર્ણ કરવાની તમને શક્તિ આપે એવા આશીર્વાદ. હવે વાંચો આજથી તમારે આ વર્ષે શું કરવાનું છે અને શું નથી કરવાનું કઈ વાતોનું ધ્યાન રાખશો કે જેથી આ આખું વર્ષ તમારું સુખદ બની શકે.

સ્વાસ્થ્ય – આ વર્ષના શરૂઆતના દિવસમાં તમારા સ્વાસ્થ્યની વિશેષ કાળજી રાખવાની જરૂરત છે. સંતાનની તબિયત વર્ષ દરમિયાન સારી રહેશે. વડીલોને નિયમિત ડોક્ટરની મુલાકાત કરાવજો. આ વર્ષે યોગા અને કસરત આજથી જ શરુ કરી શકો છો.

નોકરી-ધંધો – ઓફિસમાં આ વર્ષે તમારા સાથી કર્મચારી તમારું સ્થાન લેવા માટે પ્રયત્ન કરશે. તમારું પ્રમોશન જોઇને તમારાથી લોકો ઈર્ષા અનુભવ કરશે. તેવા લોકો સાથે પણ પ્રેમથી વાત કરો પણ હંમેશા સાવધાન રહેજો ક્યાંક એ તમને નુકશાન ના કરે.

કૌટુંબિક-પારિવારિક – ઘરમાં તમારી સાથે રહેતા વડીલોની તબિયત આ વર્ષે ખુબ સાચવજો. તમારી કરેલી સેવાથી તેઓ હંમેશા ખુશ રહેશે. વડીલોના આશીર્વાદ આ વર્ષે તમને સારા ફળશે. તમે ઈચ્છો એવી નોકરી અને ઈચ્છો એ ટાર્ગેટ પુરા કરી શકશો.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.