જ્યોતિષ શાસ્ત્ર

રાશિફળ 10 ઓક્ટોબર : માતાજીની કૃપાથી આ 2 રાશિઓના જીવનમાં થશે ખુશીઓનું આગમન

1. મેષ – અ, લ ,ઈ (Aries):
આ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે. આજે કોઈ કામમાં દોસ્ત તમારી મદદ કરશે. આજે ખર્ચમાં અચાનક વધારો થશે જેના પર ધ્યાન આપવું જરૂરી છે. સ્વાસ્થ્યમાં ઉતાર-ચડાવ આવશે.
ઘણા લોકો બહાર જવાની ખબર સાંભળીને ખુશ થઇ શકે છે. પરણિત લોકોનું ગૃહસ્થ જીવનમાં આજનો દિવસ ખુશીઓથી ભરપૂર રહેશે. આજના દિવસે જીવનસાથી પ્રેમ ભરી વાતો કરશે. ધંધા માટે આજે વિચારવાનો સમય રહેશે. આજે ધંધામાં પણ લાભ થશે. પ્રેમી પંખીડા આજના દિવસે તેના પ્રિય વ્યક્તિ માટે કોઈ ગિફ્ટ લઈને જઈ શકે છે.

2.વૃષભ – બ, વ, ઉ (Taurus):
આ રાશિના જાતકો માટે જવાબદારી નિભાવવાનો સમય આવી ગયો છે. જેનાથી તમને ખુશી મળશે. આવકને લઈને આજે કોઈ ચિંતા કરવાની જરૂર નથી કારણ કે આજના દિવસે સારો લાભ થઇ શકે છે. આજના દિવસે તમે કોઈ મહત્વપૂર્ણ યાત્રા પર જઈ શકો છો. પ્રેમી પંખીડામાં આજના દિવસે સંબંધમાં વધતી જતી ગેરસમજ અને વિરોધાભાસથી દુઃખી થઇ શકે છે. પરિણીત લોકોનું ગૃહસ્થ જીવન કોઈ ભૂલનો શિકાર થઇ શકે છે. આજના દિવસે જીવનસાથી તે ગેરસમજને દૂર કરવાની કોશિશ કરશે. આજના દિવસે સ્વાસ્થ્ય સારું રહેશે.

3. મિથુન – ક, છ, ઘ (Gemini):
આ રાશિના જાતકો આજના દિવસે ચંચળતા માટે ઓળખવામાં આવશે. આજના દિવસે તમે હસી મજાકના મૂડમાં હશો. બધી તરફથી ખુશ રહેવાની કોશિશ કરશો. પરિવારનો માહોલ ટેંશનથી ભર્યો રહેશે. આજે તમે તમારા અંદાજમાં બધાને ખુશ રાખવાનની કોશિશ કરશો. કામને લઈને સ્થિતિ સારી રહેશે જેથી તમે કામનો ફાયદો ઉઠાવી શકશો. પરણિત લોકોનું ગૃહસ્થ જીવન સારું રહેશે. જીવનસાથી સાથેના સંબંધ ગાઢ બનશે અને સંતાન તરફથી પણ પ્રેમ મળશે. પ્રેમી પંખીડા આજે કલાકો સુધી વાતો કરી શકે છે, આજના દિવસે ધંધામાં કોઈ ડીલ પણ થઇ શકે છે.

4. કર્ક – ડ, હ (Cancer):
આ રાશિના જાતકોનો આજનો દિવસ ખર્ચના હિસાબમાં જ વીતશે. તમારા મનમાં લાંબા સમયથી કોઈ સમસ્યા ચાલી રહી હોય જેનાથી માનસિક તણાવ વધશે. આ વાત તમે તમારા પરિવારજનોને કહો જેથી સમસ્યાથી મુક્તિ મળી શકે છે. કામને લઈને સ્થિતિ સારી રહેશે. આજના દિવસે ભાગ્ય સાથ આપશે. પરિણીત લોકોનું ગૃહસ્થ જીવનમાં તણાવ આવી શકે છે. પ્રેમી પંખીડાએ આજે તેના પ્રિય વ્યક્તિની રાહ જોવી પડશે સંભવ છે કે આજે વાત ના થઇ શકે.

5. સિંહ – મ, ટ (Leo):
આ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે. આજના દિવસે આવકમાં વધારો થશે જેનાથી તમારો હોંસલો વધશે, તમારા રોકાયેલા કામમાં પણ આગળ વધશો. નોકરીના મામલે આજના દિવસે તમે કંઇક નવું કરવાનું વિચારી શકો છો. પરંતુ સાવધાની રાખો. કોઈ નવું કામ ના કરો. ધંધો કરનાર લોકોને આજના દિવસે ફાયદો મળશે. પરણિત લોકોના ગૃહસ્થ જીવનમાં જીવન સાથી આજે ખુશ રહેશે. સંતાન તરફથી નિશ્ચિતતા મહેસુસ કરશો. જો તમે કોઈને પ્રેમ કરો છો તો આજે દિલની વાત કહી શકો છો. આજે મનમાં પણ ભાવના આવશે.

6. કન્યા – પ, ઠ, ણ (Virgo):
આ રાશિના જાતકો આજના દિવસે ફક્ત કામમાં જ ધ્યાન આપશે જેનાથી પરિવારજનો નારાજ થઇ શકે છે. પરંતુ કામમાં એટલું પણ ધ્યાન ના આપવું કે સ્વાસ્થ્ય બગડે અને કમજોરીથી લઈને શારીરિક પરેશાની આવે. પરણિત લોકોને આજના દીવસે ગૃહસ્થ જીવનમાં સાંભળીને રહેવું પડશે કારણકે આજના દિવસે ઝઘડો થઇ શકે છે. ઝઘડો થવાનું કારણ સાસરા વાળા હોય શકે છે. પ્રેમી પંખીડા આજના દિવસે તેના સંબંધનું મહત્વ સમજશે. જીવનમ કોઈ જૂની વાત આજે જણાવી શકે છે.

7. તુલા – ર, ત (Libra):
આ રાશિના જાતકો આજના દિવસે ઘણા રોમેન્ટિક અંદાજમાં રહેશે. આજના દિવસે તમે સારું મહેસુસ કરશો. માનસિક રીતે કોઈ આવી વાત તમારા મગજમાં આવશે જેના કારણે ઘણો સમય અને ઉર્જા નષ્ટ થશે. આ રાશિના જાતકોને આજના દિવસે કામ પર ધ્યાન આપવું જરૂરી છે. આજના દિવસે તમે કામને લઈને ચિંતિત રહી શકો છો. આજના દિવસે આવક સારી રહેશે. આજના દિવસે કોઈ એવું કામ કરશો જેનાથી આવકમાં વધારો થશે. પરણિત લોકોના ગૃહસ્થ જીવનમાં આજના દિવસે થોડી સાવધાની રાખવાની જરૂર છે. આજના દિવસે જીવનસાથી બીમાર થઇ શકે છે. પ્રેમી પંખીડા આજનો દિવસ ખુબસુરત રીતથી વિતાવી શકશે.

8. વૃશ્ચિક – ન, ય (Scorpio):
આજના દિવસે આ રાશિના જાતકોમાં શંકાઓને કારણે થોડી પરેશાની રહેશે. આજના દિવસે તમે શું કર્યું, શું સારું કર્યું, શું ખરાબ કર્યું, શું ગુમાવ્યું, શું મેળવ્યું આ બધું જાણીને તમે ખુદને પરિપક્વ બનાવશો. પરણિત લોકોને લઈને જે ધારણા છે આજના દિવસે બદલાશે. જીવનસાથીથી નજીક આવશો. આજે તમે સમજશો કે દાંમ્પત્ય જીવન વાસ્તવિક રીતે એક મહત્વપૂર્ણ ભાગ છે. પ્રેમી પંખીડાને આજના દિવસે તેના પ્રિય વ્યક્તિનો ગુસ્સો સહન કરવો પડશે. તેથી સાવધાની રાખવાની જરૂર છે. કામને લઈને સ્થિતિ સારી રહેશે. મનને ક્યાંય ભટકવા ના દો.

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius):
આ રાશિના જાતકો આજના દિવસે આંતરિક મજબૂત રહેશે. આજના દિવસે જીવનસાથીને ઉપદેશ આપવામાં પીછેહટ નહીં કરો. સંબંધમાં પ્રેમ વધશે. આજે તમે જીવનસાથીની વાતો ધ્યાનથી સાંભળશો. પ્રેમી પંખીડા આજના દિવસે તેના પ્રિય વ્યક્તિને ઘરવાળા સાથે મળાવશે. આજના દિવસે તમે કામ પર ધ્યાન આપશો તો સારું પરફોર્મન્સ કરી શકશો અને કામની તારીફ પણ થશે. સ્વાસ્થ્ય સારું રહેશે.

10. મકર – જ, ખ (Capricorn):
આજના દિવસે તમે ખર્ચ પર ધ્યાન આપશો અને વિરોધીઓથી કેવી રીતે છુટકારો મેળવવો તે પર સમય વિતાવશો. કામને લઈને સ્થિતિ સારી રહેશે. આજના દિવસે તમે તમારી બુદ્ધિના કારણે સારું પ્રદર્શન કરી શકો છો. પરિણીત લોકોનું ગૃહસ્થ જીવન સારું રહેશે પરંતુ આજના દિવસે જીવનસાથી સાથે વિચારોમાં મતભેદ થઇ શકે છે. પ્રેમી પંખીડા માટે આજનો દિવસ સારો રહેશે. તમારી પ્રિય વ્યક્તિ સામે તમારી ભાવના વ્યક્ત કરવાનો મોકો મળશે.

11. કુંભ – ગ, શ, સ (Aquarius):
આ રાશિના જાતકો માટે આજનો દિવસ મધ્યમ રહેશે. આજે આવક પર ધ્યાન આપવી પડશે. આર્થિક સ્થિતિ સારી રહેશે. આજના દિવસે સમગ્ર ધ્યાન આવક પર જ રહેશે. આવકમાં આજે વધારો જોવા મળશે. પરિણીત લોકો આજના દિવસે તેના જીવનસાથી સાથે કંઈક ખાસ કરી શકે છે. પ્રેમી પંખીડા આજના દિવસે તેના પ્રિય વ્યક્તિની નજીક રહેશે, કામને લઈને આજનો દિવસ વિરોધાભાસી રહેશે. તમારે તમારી કાબેલિયત પર ભરોસો રાખવો પડશે.

12. મીન – દ, ચ, જ, થ (Pisces):
આ રાશિના જાતકો આજના દિવસે તેની માતાના સ્વાસ્થ્યને લઈને ચીંતીત થઇ શકે છે. આજના દિવસે બીમાર પડવાની સંભાવના રહેશે. આજના દિવસે કોઈ વૃદ્ધ વ્યક્તિનું માર્ગદર્શન મળી શકે છે, જે તમારા માટે સારું રહેશે. પરિણીત લોકો આજના દિવસે જીવનસાથી સાથે લડાઈથી દૂર રહે. ધંધા માટે આજનો દિવસે સારો રહેશે. પ્રેમી પંખીડા માટે આજનો દિવસ નિરાશાજનક રહેશે.