ખબર

ભારતના આ શહેરોમાં ફરવા જતા પહેલા સાવધાન! વિશ્વના સૌથી પ્રદૂષિત શહેરમાં આવ્યું છે નામ

વાયુ પ્રદૂષણમાં ભારતનું આ શહેરમાં દૂનિયામાં પહેલા નંબરે

દિલ્હીમાં વાયુ પ્રદૂષણનું વધતું સ્તર, નજીકના રાજ્યોમાં ખેતરોમાં લાગેલી આગથી ધુમાડોનો ભયજનક સંચય અને શહેરના સ્થાનિક પ્રદૂષણ સ્ત્રોતો જેમ કે વાહનોના ઉત્સર્જનને કારણે આરોગ્યની ચિંતાઓ વધી છે. આ દરમિયાન, સ્વિટ્ઝર્લૅન્ડ સ્થિત આબોહવા જૂથ IQAirની હવાની ગુણવત્તા અને પ્રદૂષણ શહેર ટ્રેકિંગ સેવા (જે સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમની ટેક્નોલોજી ભાગીદાર પણ છે) દર્શાવે છે કે સૌથી ખરાબ હવા ગુણવત્તા સૂચકાંકો ધરાવતા દસ શહેરોની યાદીમાં ભારતના ત્રણ શહેરો છે.

IQAir સેવા દ્વારા સૂચિબદ્ધ 556 ની સરેરાશ AQI સાથે દિલ્હી ટોચ પર છે, સમગ્ર યાદીમાં કોલકાતા ચોથા સ્થાને છે અને મુંબઈ છઠ્ઠા સ્થાને છે. સૌથી ખરાબ AQI ઇન્ડેક્સ ધરાવતા શહેરોમાં પાકિસ્તાનના લાહોર અને ચીનના ચેંગદૂનો સમાવેશ થાય છે.

IQAir અનુસાર સૌથી ખરાબ હવા ગુણવત્તા સૂચકાંકો અને પ્રદૂષણ રેન્કિંગવાળા દસ શહેરો
1. દિલ્હી, ભારત (AQI: 556)
2. લાહોર, પાકિસ્તાન (AQI: 354)
3. સોફિયા, બલ્ગેરિયા (AQI: 178)
4. કોલકાતા, ભારત (AQI: 177)
5. ઝાગ્રેબ, ક્રોએશિયા (AQI: 173)


6. મુંબઈ, ભારત (AQI: 169)
7. બેલગ્રેડ, સર્બિયા (AQI: 165)
8. ચેંગદૂ, ચીન (AQI: 165)
9. સ્કોપજે, ઉત્તર મેસેડોનિયા (AQI: 164)
10. ક્રાકો, પોલેન્ડ (AQI: 160)

નોંધનીય રીતે, ભારતીય ઉષ્ણકટિબંધીય હવામાનશાસ્ત્ર સંસ્થા (IITM) ની ડિસિઝન સપોર્ટ સિસ્ટમ (DSS)ના અનુમાન (જે દિલ્હીની હવાની ગુણવત્તા માટે આગાહી કરે છે અને પ્રદૂષણના ઘટકોને ઓળખે છે) માં જણાવ્યું કે શુક્રવારે દિલ્હીમાં અન્ય શહેરોમાંથી પણ ઘટકો પ્રાપ્ત થયા જેમા ઝજ્જર, ગુરુગ્રામ, બાગપત, ગાઝિયાબાદ અને સોનીપતનો સમાવેશ થાય છે.

DSS વિશ્લેષણ દર્શાવે છે કે શુક્રવારના રોજ ડાંગરના પરાળની આગથી દિલ્હીના PM 2.5 (2.5 માઇક્રોમીટરથી ઓછા વ્યાસવાળા અલ્ટ્રાફાઇન પાર્ટિક્યુલેટ મેટર)માં 15 ટકાનું યોગદાન આપ્યું, સ્થાનિક વાહનોથી થતા ઉત્સર્જનમાં 25 ટકાની ભાગીદારી હતી, ઘરોથી થતા ઉત્સર્જનની ભાગીજારી 7 ટકા હતી. દિલ્હી અને તેના પરિઘમાં કણોના સ્તર અને ઉદ્યોગોની ટકાવારી શહેરની પ્રદૂષણ પ્રોફાઇલના 9-10 ટકા હિસ્સો ધરાવે છે. કેન્દ્રીય પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના એર ક્વોલિટી મોનિટરિંગ સેન્ટરે જણાવ્યું હતું કે પરાળ આગને કારણે શુક્રવારે હવામાં ઓછામાં ઓછા 35 ટકા પ્રદૂષકો મળી આવ્યા હતા.