બોલીવુડમાં મહાનાયક તરીકે ઓળખાતા અમિતાભ બચ્ચન આજે 78 વર્ષની ઉંમરમાં પણ સતત કાર્યરત છે. તે આજે પણ ફિલ્મોની અંદર કામ કરે છે અને તેમનો ચાહકવર્ગ દુનિયાભરમાં ફેલાયેલો જોવા મળી રહ્યો છે.અમિતાભ બચ્ચનની લાઈફ સ્ટાઇલ પણ લોકોને ખુબ જ આકર્ષે છે. આજે અમે તમને અમિતાભ બચ્ચન પાસે રહેલી મોંઘીદાટ અને આલીશાન ગાડીઓ વિશે જણાવીશું. અમિતાભ બચ્ચન પાસે 10 લક્ઝુરિયસ કાર છે. જુઓ આ લિસ્ટમાં કઈ કઈ સામેલ છે.
1. બેન્ટલે કોન્ટિનેન્ટલ જીટી:
અમિતાભના કલેક્શનમાં બેન્ટલે જીટી કાર છે. આ ગાડી અમિતાભની સૌથી નજીક છે. જેમાં અમિતાભ વધારે ફરવાનું પસંદ કરે છે. બિગ બી પાસે આ ગાડીનું સ્પોર્ટ્સ વેરિયંટ છે. આ કારની કિંમત લગભગ 4 કરોડ રૂપિયા છે.
2. બેન્ટલે અરેન્જ આર:
મહાનાયક પાસે બેન્ટલેનું બીજું વર્જન બેન્ટલે એરેન્જ આર પણ છે. આ એક ખુબ જ લક્ઝુરિયસ કાર છે. જે ભારતમાં ઘણા ઓછા લોકો પાસે જોવા મળશે.
3. રેન્જ રોવર ઓટોબાયોગ્રાફી:
અમિતાભની પાસે એક શાનદાર રેન્જ રોવર ઓટોબાયોગ્રાફી છે. જેની કિંમત 3 કરોડ રૂપિયા છે. વર્ષ 2016માં બિગ બીએ આ કારને ખરીદી હતી.
4. પોર્શ કેમેન એસ:
અમિતાભ પાસે પહેલી ટુ સિટર કાર પોર્શ કેમેન એસ છે. આ ગાડીની કિંમત 95.51 લાખ રૂપિયા છે.
5. મીની કૂપર એસ:
અમિતાભ બચ્ચન પાસે એક લાલ રંગની મીની કૂપર એસ છે. જે મુંબઈના ટ્રાફિક માટે એક દમય યોગ્ય લકઝરી કાર છે. મીની કૂપરના આ મોડલની કિંમત 3477 લાખ રૂપિયા છે. આ કારને તેમના દીકરા અભિષેકે 2012માં ગિફ્ટ કરી હતી.
6. મર્સીડીઝ બેન્ઝ એસ 450:
બિગ બીના ગેરેજમાં મર્સીડીઝ બેન્ઝ એસ 450 કાર છે, જે મર્સીડીઝનું ટોપ મોડલ છે. 5 સિટરની આ કારની કિંમત 1.41 કરોડ રૂપિયા છે. આ ઉરપટ બિગ બી પાસે મર્સીડીઝ એસ ક્લાસના S350, S560 અને V220D મોડલ પણ બિગ બી પાસે છે.
7. રોલ્સ રોય ફેન્ટમ:
અમિતાભ બચ્ચનને ફિલ્મ નિર્માતા વિધુ વિનોદ ચોપડા દ્વારા શક્તિશાળી રોલ્સ રોય ફેન્ટમ ભેટમાં મળી હતી. પરંતુ તેમને આ કારને મૈસુરના એક બિઝનેસમેનને વેચી દીધી હતી.
8. લેક્સસ LX570:
અમિતાભ બચ્ચન પાસે લક્ઝુરિયસ એસયુવી લેક્સસ LX570 પણ છે. આ કારને સંપૂર્ણ રીતે ઈમ્પોર્ટ કરવામાં આવે છે જેના કારણે તેની કિંમત 2.32 કરોડ રૂપિયા છે.
9. ટોયોટા લેન્ડ ક્રુઝર:
મરૂન રંગની આ શાનદાર લક્ઝ્રઉયસ લેન્ડ ક્રુઝર થોડા સમય પહેલા અમિતાભની મનગમતી સવારી હતી. આ એસયુવીની કિંમત 1.46 કરોડ રૂપિયા છે.
10. મર્સીડીઝ GL63 AMG:
મર્સીડીઝ GL63 AMG વધુ એક શાનદાર એસયુવી કાર છે જે અમિતાભના ગેરેજમાં તમને જોવા મળશે જેને તેમને વર્ષ 2015માં ખરીદી હતી. આ કારની કિંમત 1.66 કરોડ રૂપિયા છે.