લોકડાઉનમાં નિયમ તોડવા ઉપર પોલીસે ભણાવ્યા હતા એવા 10 પાઠ કે જોઈને હસી હસીને ઊંધા વળી જશો, જુઓ ગયા વર્ષની શાનદાર યાદો

આજથી એક વર્ષ પહેલા એટલે કે 25 માર્ચ 2020ના રોજ કોરોનાના કારણે સમગ્ર દેશની અંદર લોકડાઉન લગાવવામાં આવ્યું હતું, અને સામાન્ય માણસથી લઈને સેલેબ્રિટીઓ પોતાના ઘરમાં બંધ થઇ ગયા હતા, ત્યારે આ દરમિયાન કેટલાક લોકોએ નિયમનો ભંગ કરી અને બહાર પણ નીકળ્યા હતા જેમને પોલીસે પાઠ પણ ભણાવ્યા હતા અને આવી ઘટાનો સોશિયલ મીડિયામાં વાયરલ પણ થઇ હતી. આજે અમે તમને એવી જ 10 ઘટનાઓ બતાવીશું જેને જોઈને તમે હસી હસીને પણ થાકી જશો.

1. પોલીસે ઉતારી આરતી:
આ વીડિયો તો તમને યાદ જ હશે જયારે લોકડાઉનનો નિયમ તોડવા ઉપર પોલીસે લોકોની આરતી ઉતારી અને સન્માન કરતા હોય તેમ બદનામ કર્યા હતા.

2. ઇન્દોર પોલીસે મોકલ્યા ભૂત:
તો લોકડાઉનમાં ઘરની બહાર નીકળી રહેલા લોકો પાછળ ઇન્દોર પોલીસ દ્વારા ભૂત પણ મોકલવામાં આવ્યા હતા.

3. ઊંધા ગરબા રમાડ્યા પોલીસે:
ચેન્નાઈમાં લોકડાઉનમાં ઘરની બહાર નીકળી અને નિયમો તોડનાર લોકોને ઊંધા ગરબા રમાડ્યા હતા પોલીસે.

4. કોરોના દર્દી જોડે સુવડાવ્યા:
આ વીડિયો પણ તમને બધાને યાદ જ હશે. કે નિયમ તોડવા ઉપર બહાર નીકળનાર વ્યક્તિને પોલીસ પકડી અને નકલી કોરોના પેશન્ટ જોડે સુવડાવી દેતી હતી.

5. કોરોના હેલ્મેટ:
લોકોને જાગૃત કરવા માટે પોલીસે શું શું નથી કર્યું. ચેન્નાઈમાં પોલીસે લોકોને જાગૃત કરવા માટે કોરોણ હેલ્મેટ પણ પહેર્યું હતું.

6.  દેશભક્તિના ગીતો ગાઈને લોકોને કર્યા જાગૃત:
લોકડાઉનમાં દેશભક્તિ ગીતો ગાઈને પોલીસે લોકોને જાગૃત કરવાનો સતત પ્રયાસ કર્યો હતો. જેના ઘણા વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા.

7. નિયમ તોડવા ઉપર કરાવી કસરત:
મહારાષ્ટ્ર પોલીસ દ્વારા કોરોનાના નિયમો તોડનારા લોકોને યોગા પણ કરાવ્યા હતા, જેનો વીડિયો પણ ખુબ જ વાયરલ થયો હતો.

8. લોકોને બનાવ્યા દેડકા:
પોલીસે નિયમો તોડનારા લોકોને એવી એવી રીતે સીધા કર્યા જેને જોઈને હસવું રોકી શકાય એમ નથી. જુઓ આ વીડિયોમાં પણ લોકોને દેડકા બનાવ્યા હતા.

9. વિદેશીઓને પણ લખાવ્યું 500 વાર સોરી:
ઋષિકેશમાં વિદેશીઓ દ્વારા કોરોનાના નિયમો તોડવામાં આવ્યા તો કાગળ ઉપર 500 વાર તેમને સોરી લખાવવામાં આવ્યું.

10. યુપી અને દિલ્હી પોલીસ બની યમરાજ:
ઘણી જગ્યાએ પોલીસને લોકોને જાગૃત કરવા માટે વેશભૂષા પણ ધારણ કરવી પડી હતી. દિલ્હી અને યુપીમાં પણ પોલીસ યમરાજ બન્યા હતા.

કંઈપણ હોય છતાં પણ લોકો સમજી નહોતા રહ્યા અને પોલીસ દ્વારા આ દરમિયાન પોતાનાથી બનતા બધા જ પ્રયત્નો કરવામાં આવ્યા અને લોકોને જાગૃત કરવા માટે ખુબ જ સુંદર પ્રયાસો કરવામાં આવ્યા હતા.

Niraj Patel