નવા ટ્રાફિક નિયમો લાગુ થવાની સાથે લોકો સચેત પણ થવા લાગ્યા છે ત્યારે ઘણા લોકોના મેમો પણ ફાટવા લાગ્યા છે. વધુ કિંમતના મેમો ફાટવાની ઘટનાના ફોટા સોશિયલ મીડિયામાં મોટા પ્રમાણમાં શેર પણ થાય છે ત્યારે અમદાવાદમાં એક ગાડીનો જે મેમો ફાટ્યો છે તેના સમાચાર ગુજરાતમાં જ નહિ પરંતુ સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બન્યા છે.

સામાન્ય રીતે આપણે કોઇપ્ણ વાહનનો 5 કે 10 હજાર સુધીનો મેમો ફાટતા જોયો હશે કે પછી આપણે 50-60 હજાર વધુમાં વધુ કલ્પના કરી શકીએ। પરંતુ થોડા સમય પહેલા જ અમદાવાદમાં એક ગાડીનો 10 લાખ રૂપિયાનો મેમો ફાડવામાં આવ્યો છે. જેના માલિકે આ રકમ તરત ભરી પણ દીધી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદના સિંધુ ભવન રોડ ઉપર પોલીસ ચેકીંગ દરમિયાન પોલીસે એક નંબર પ્લેટ વિનાની લક્ઝુરિયસ કારને રોકી હતી. કાર કોઈ સામાન્ય નહોતી પરંતુ નામી કંપનીઓમાં એક મોટું નામ ધરાવતી પોર્શ કંપનીની કાર હતી.

પોલીસે જયારે આ કારને પકડી ત્યારે પ્રથમ તો તેમાં નંબર પ્લેટ હતી નહિ, જયારે ગાડી માલિક પાસે ગાડીના પેપર અને લાયસન્સ મંગાવામાં આવ્યું તો તે પણ તેમની પાસે હતું નહિ જેના કારણે ટ્રાફિક પોલીસે 9 લાખ 80 હજાર રૂપિયાનો મેમો આપ્યો હતો. જે ટ્રાફિકના નવા નિયમો લાગુ થયા પછીનું સૌથી મોટું ચલણ છે.

પોલીસે આ માહિતી તેમના ઓફિશિયલ ટ્વીટર એકાઉન્ટ ઉપર ગાડીના ફોટા સાથે શેર કરીને આપી હતી. એક રિપોર્ટ પ્રમાણે ગાડી માલિકે દંડની આ રકમ તરત જ ભરી દીધી હોવાનું પણ સામે આવ્યું છે. ગાડી ઉપર લગાવવામાં આવેલા આ ચલણના મુકાબલે ગાડીની કિંમત ઘણી જ વધારે છે.
During a routine checking in Ahmedabad West. Porsche 911 was caught by PSI MB Virja. The vehicle had No Number Plate and Valid Documents. Vehicle detained and slapped fine of Rs. 9 Lakh 80 Thousand (9,80,000 INR). #AhmedabadPolice #Rules4All pic.twitter.com/runtd5k8dX
— Ahmedabad Police (@AhmedabadPolice) November 29, 2019
આ ગાડી વિશ્વમાં સૌથી મોંઘી ગાડી બનવાતી કંપનીમાની એક પોર્શ કંપનીની છે. આ ગાડીની કિંમત સવા બે કરોડ રૂપિયા હોવાનું માનવામાં આવે છે. એક રિપોર્ટ અનુસાર અત્યાર સુધી ગુજરાતમાં આવી 9-10 ગાડીઓના ચલણ ફાડવામાં આવ્યા છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.