આજનું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ અને કોને થશે ધનલાભ – 10 જુન 2020

0

મેષ – અ, લ, ઈ
આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેશે, પરિવારના વડીલોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. કામને લાગતા સારા પરિણામો તો મળશે પણ તમારી ચિંતાઓ વધુ રહેશે કારણ કે તમારા પર કામનો ભાર રહેશે. પરિવારની જવાબદારીઓ પણ તમારા પર રહેશે. સારા ભોજનનો આનંદ લેશો. દામ્પત્ય જીવનમાં તાણ રહેશે, પ્રેમીઓ માટે આજનો દિવસ સારો રહેશે. મિત્રો સાથે વાતચીત કરીને મન હળવું કરવાની તક મળશે.
વૃષભ – બ, વ, ઉ
આજનો દિવસ તમારા માટે સારો રહેશે. નસીબ પ્રબળ રહેશે પણ કોઈ પણ કામને લઈને હદ કરતા વધારે અધીરાઈ તમને પરેશાન કરી શકે છે અને એને કારણે કામમાં વિલંબ થઇ શકે છે. આવક સારી રહેશે, ખર્ચા ઓછા થશે. વિદેશ જવાના યોગ બની શકે છે, પ્રયાસ ચાલુ રાખો. વિદેશથી કોઈ સારા સમાચાર પણ આવી શકે છે. પરિવારનું વાતાવરણ સારું રહેશે. પ્રેમ જીવન હોય કે દામ્પત્ય જીવન, તમારી રાશિના લોકો માટે આજનો દિવસ સારો રહેશે. નોકરીમાં મન ઓછું લાગશે.
મિથુન – ક, છ, ઘ
તમારા માટે આજનો દિવસ સામાન્ય રહેશે. તમારું સ્વાસ્થ્ય બગાડી શકે છે અને તમને થાક લાગી શકે છે. વેપારી લોકોને સારા લાભ પ્રાપ્ત થશે અને સમાજના કોઈ મોટા વ્યક્તિ સાથે તમારી મુલાકાત કે વાત કરવાની તક મળશે. સાસરામાં કોઈ વ્યક્તિનું સ્વાસ્થ્ય બગડવાથી ચિંતા વધશે. ખર્ચ વધશે અને આવક પણ સારી થશે.
કર્ક – ડ, હ
તમારા માટે આજનો દિવસ સારો રહેશે. વેપારમાં આજે કઈ સારું જોવા મળશે અને આર્થિક રીતે પણ આજનો દિવસ ઘણો સારો રહેશે. તમારી આવક વધશે અને કોઈ નવી રીત પણ તમને મળી શકે છે. વેપાર પણ સારો રહેશે. દામ્પત્ય જીવનમાં તણાવની સાથે જ સંબંધો પણ મજબૂત થશે. પ્રેમીઓને આજે સારા પરિણામ મળશે. કામને લઈને તમારી સ્થિતિ મજબૂત રહેશે.
સિંહ – મ, ટ
તમારા માટે આજનો દિવસ ખૂબ જ સારો રહેશે. નસીબનો પૂર્ણ સાથ મળશે અને તમારી મહેનત લોકોની સામે આવશે, તમને નવી ઓળખ મળશે. જે લોકો તમારા વિરોધી હતા એ હવે તમારી સામે નહિ ટકે અને તમારા સારામાં તમારું ભલું સમજશે. કામના મામલે સારા પરિણામો મળશે. દામ્પત્ય જીવન નબળું રહેશે. પ્રેમીઓને કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. પરિવારમાં પ્રેમ બની રહેશે.
કન્યા – પ, ઠ, ણ
આજનો દિવસ સામાન્ય ફળદાયક રહેશે. તમે તમારા જીવનસાથી પર બધું જ ધ્યાન લગાવશો, જેનાથી તમારો સંબંધ મજબૂત રહેશે. વેપારની દ્રષ્ટિએ પણ દિવસ સારો રહેશે. તમને સારી સફળતા મળશે. પરિવારમાં તાણનો સામનો કરવો પડશે અને કામના મામલે તમારે કેટલીક જરૂરી મિટિંગ કરવી પડશે. સ્વાસ્થ્ય સારું રહેશે પણ તાવ આવી શકે છે. પ્રેમ જીવનમાં તણાવ રહેશે. જો તમે પરિણીત છો તો બાળકના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.
તુલા – ર, ત
આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેશે. તમને અશક્તિ લાગશે. પરિવારનું વાતાવરણ પરેશાનીભર્યું રહેશે અને પરિવારના કોઈ વડીલની કે તમારી માની તબિયત ખરાબ થઇ શકે છે. તમને છાતીમાં દુઃખાવો કે ફેફસા સંબંધિત કોઈ પરેશાની થઇ શકે છે. કમરમાં દુઃખાવાની પણ ફરિયાદ થઇ શકે છે. મુસાફરી માટે સમય અનુકૂળ નથી. દામ્પત્ય જીવનમાં જીવનસાથીના વ્યવહારના કારની તણાવ વધશે. પ્રેમીઓ માટે આજનો દિવસ વધારે સારો નથી. કામને લગતી બાબતે સારા પરિણામો મળશે.
વૃષિક – ન, ય
આજનો દિવસ મધ્યમ રૂપથી ફળદાયક રહેશે. આજે તમે પોતાની કાર્યકુશળતાને પરખશો અને એના માટે ઘણા કામો એક સાથે હાથ પર લેશો, જેના લીધે પછીથી પસ્તાવું પડી શકે છે, જેથી થોડી સાવધાની રાખો. વિના કારણે કોઈની સાથે ઝઘડો ન કરો કારણ કે એનાથી તમને જ નુકશાન થશે. દામ્પત્ય જીવનમાં પ્રેમ અને રોમાન્સ વધશે, પ્રેમીઓને પોતાની વાત ખુલીને કહેવાની તક મળશે. કામમાં તમને સારા પરિણામ મળશે અને વેપારીઓને આજે લાભ થવાની સારી સંભાવના છે.
ધન – ભ, ધ, ફ, ઢ
આજનો દિવસ સામાન્ય રહેશે અને તમારે ઘણી બાબતો પર ધ્યાન આપવું પડશે. કેટલાક માનસિક તાણનો અનુભવ કરશે અને આ તાણ સ્વાસ્થ્યને પણ અસર કરશે. તમારા ખાવા-પીવાની સંભાળ રાખો કારણ કે એ તમારી સમસ્યાઓનું કારણ પણ બની શકે છે. પારિવારિક વાતાવરણ સારું રહેશે. લોકોમાં એકતા રહેશે. કામ સાથે જોડાણમાં તમને સારા પરિણામ મળશે. વિવાહિત જીવન સામાન્ય રહેશે. લવ લાઈફ જીવતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડશે. કાર્યરત લોકોને તેમના કાર્યને લગતી કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડશે.
મકર – જ, ખ
આજનો દિવસ તમારા માટે સામાન્ય ફળદાયી રહેશે. સ્વાસ્થ્યમાં થોડો સુધાર થશે. પરિવારને માન મળશે અને પરિવારમાં કોઈને કોઈ મોટી સિદ્ધિ પ્રાપ્ત થઈ શકે. આજનો દિવસ સોશિયલ મીડિયા પર વિતાવશો. કોઈ નવું ગેજેટ ખરીદવાનું મન થઇ શકે છે. પ્રેમજીવનમાં મધુરતા રહેશે. વિવાહિત લોકોના લગ્ન જીવનમાં ઉતાર-ચઢાવ આવશે. નોકરી કરતા લોકોએ તેમના કામ પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. ધંધામાં તમને સફળતા મળશે.
કુંભ – ગ, શ, સ
આજનો દિવસ તમારા માટે સાધારણ ફળદાયક રહેશે. સ્વાસ્થ્ય માટે આજનો દિવસ થોડો નબળો રહેશે. માનસિક તાણ પણ વધશે અને કેટલીક શારીરિક સમસ્યાઓ પણ થઈ શકે છે. આવક સામાન્ય રહેશે, પરંતુ ખર્ચ ખૂબ વધારે થશે અને કોઈના સ્વાસ્થ્ય પર પૈસા પણ ખર્ચ થશે. લવ લાઈફ માટે દિવસ નબળો છે. વિવાહિત જીવન જીવતા લોકો માટે દિવસ સારો રહેશે અને જીવન સાથી તમારા કામમાં મદદ કરશે.
મીન – દ, ચ, જ, થ
આજનો દિવસ તમારા માટે સારો રહેશે. કેટલાક સારા વિચારો માંગાજમ આવશે, જે તમારા વ્યવસાય અને તમારા વ્યક્તિગત જીવન માટે ખૂબ સારા રહેશે. નોકરીમાં મન ઓછું રહેશે પરંતુ તેમ છતાં તમારું કામ સારી રીતે કરો. અધિકારીઓ તરફથી વાદવિવાદ થઇ શકે છે, તેથી સાવધાની રાખો. પરિવારમાં નાના લોકો સાથે પ્રેમ વધશે. નવા વ્યક્તિ સાથે મિત્રતા થઇ શકે છે. જાત પર વિશ્વાસ રાખો. સ્વાસ્થ્ય સારું રહેશે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.