જ્યોતિષ શાસ્ત્ર

રાશિફળ 10 જાન્યુઆરી : રવિવારના દિવસે આ રાશિઓના જીવનમાં આવશે બદલાવ, જાણો તમારી રાશિ શું કહે છે ?

1. મેષ – અ, લ ,ઈ (Aries): આ રાશિના જાતકોએ આજે તમારા કામને લઈને સજાગ થવાની જરૂર છે. આજે રવિવારના રજાના દિવસે તમે નવા કામોને લઈને વિચાર વિમર્શ કરી શકો છો.
આજના આયોજનો તમારા જીવનમાં ઘણા જ ફાયદાકારક નિવળશે. પરણિત લોકો આજે સારો સમય પસાર કરી શકશે. પ્રેમી પંખીડાઓ આજે ક્યાંક બહાર જવાનું આયોજન બનાવી શકે છે.

2.વૃષભ – બ, વ, ઉ (Taurus): આ રાશિના જાતકોને આજે રવિવારનો દિવસ પોતાના પરિવાર સાથે વિતાવવો. આજે તમારા પરિવાર પાસેથી તમે ઘણી એવી વાતો શીખી શકશો જે તમારા જીવનમાં ઘણી જ ઉપયોગી નિવળશે. પરણિત લોકો આજે જીવનના નવા આયોજનો નક્કી કરી શકો છો. પ્રેમી પંખીડાઓ માટે આજનો દિવસ મધ્યમ રહેશે.

3. મિથુન – ક, છ, ઘ (Gemini): આ રાશિના જાતકોને આજે કોઈ જુના મિત્રને મળવા જઈ શકે છે. જેના કારણે તમારો દિવસ ખુશીમાં વીતશે. આજે કોઈ અણધાર્યો લાભ પણ મળી શકે છે. પરણિત લોકોના જીવનમાં આજે ખુશીઓ આવી શકે છે. પ્રેમી પંખીડાઓ આજે પોતાના સંબંધને આગળ વધારવા માટે ચર્ચા કરી શકે છે.

4. કર્ક – ડ, હ (Cancer): આ રાશિના જાતકો આજે રવિવારના દિવસે પણ પોતાના કામ માટે દોડી શકે છે. આજનો દિવસ તમારા માટે વ્યસ્ત રહેશે. આજે કોઈ જૂની બીમારી તમને હેરાન કરી શકે છે. આજના દિવસે તમારા પરિવાર પાસેથી કોઈ સારી સલાહ મળી શકે છે. જે વ્યસ્તતાના કારણે દિવસ દરમિયાન થાકનો અનુભવ થશે. પરણિત લોકો આજે પોતાના પાટર્નરને ખુશ રાખવાના પ્રયત્ન કરતા જોવા મળશે. પ્રેમી પંખીડાઓ માટે દિવસ સારો રહેશે.

5. સિંહ – મ, ટ (Leo): આ રાશિના જાતકોએ આજે પરિવાર સાથે કોઈ નાના પ્રવાસનું આયોજન કરી શકે છે. પરિવાર તરફથી પણ તમને ખુશીઓ મળશે. આજે કોઈ જૂની ઘટનાને કારણે દુઃખી થવું પડી શકે છે. આજે તમે તમારા મનગમતા વ્યક્તિ સાથે સમય પસાર કરી શકો છો. એકંદરે આજના દિવસે તમારા માટે સારો રહેશે.

6. કન્યા – પ, ઠ, ણ (Virgo):  રવિવારનો દિવસ પરિવાર સાથે વિતાવજો, કારણે તમારી સતત વ્યસ્તતાના કારણે તમારા પરિવારને પણ સમય આપવાની જવાબદારી તમારી છે. આજે તમારા કામને બાજુ ઉપર રાખી પરિવાર સાથે ભોજન માંણવા માટે બહાર જઈ શકો છો. જેનાથી તમને પણ એક અલગ ખુશીનો અનુભવ થશે. પરણિત લોકો પોતાના પાર્ટનર સાથે આજે રોમાન્ટિક સમય પસાર કરશે.

7. તુલા – ર, ત (Libra): આ રાશિના જાતકોએ આજે કોઈ પાસેથી ઉછીના પૈસા લેતા પહેલા સાચવવું. આજે તમારી આર્થિક સંકળામણનની સાચી કસોટી થશે. પરંતુ તેમાં પણ તમારે ધીરજ રાખવાની જરૂર છે. સાંજે તમને કોઈ સારા સમાચાર મળશે જેના કારણે ખુશી થશે. પરણિત લોકો આજે પોતાના પાર્ટનર દ્વારા તેના નજીક હોવાની અનુભૂતિ કરી શકશે. પ્રેમી પંખીડાઓ માટે આજનો દિવસ થોડો ચિંતા જનક રહેશે.

8. વૃશ્ચિક – ન, ય (Scorpio): આ રાશિના જાતકો આજે કોઈ નવા કામને લઈને આયોજન કરી શકો છો. તેના માટે તમને તમારા પરિવાર અથવા તો કોઈ વડીલનું માર્ગદર્શન આજે મળશે. ધંધામાં આજે પ્રગતિ થતી જોવા મળશે. આજે પરિવારનું કોઈ સભ્ય તમારા માટે કંઈક ખાસ કરતું જોવા મળશે. આજે પ્રેમી પંખીડાઓ સાથે સારો સમય પસાર કરી શકશે.

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius): આ રાશિના જાતકોએ આજે ઘરમાં કોઈ ધાર્મિક ક્રિયાનું આયોજન કરી શકે છે. આજે તમને ભક્તિભાવમાં મન લાગતું જોવા મળશે. તમારો પરિવાર પણ તમને તેમાં પૂરતો સાથ સહકાર આપશે. પરણિત લોકો આજે કોઈ નવી વાત પોતાના પાર્ટનર સાથે શેર કરી શકશે. પ્રેમી પંખીડા માટે આજનો દિવસ મધ્યમ રહેશે.

10. મકર – જ, ખ (Capricorn):  આ રાશિના જાતકો આજે પ્રફુલ્લિત રહેશે. ઘણા સમયથી ચાલી આવતી મનની મૂંઝવણ આજે દૂર થતી જોવા મળશે. આજે તમે જીવનનો એક નવા અધ્યાયની શરૂઆત કરતા હશો તેવો અનુભવ કરશો. પરણિત લોકો આજે પોતાના પાર્ટનર સાથે સારો સમય વિતાવી શકશે. પ્રેમી પંખીડાઓ આજે મળવા માટે રાહ જોઈ શકે છે.

11. કુંભ – ગ, શ, સ (Aquarius): આ રાશિના જાતકોનો આજનો દિવસ ખુશીમાં વીતશે. કોઈને આપેલા નાણાં પરત મળી શકે છે. આજે તમને તમારા રોકાણમાં પણ ફાયદો થતો જોવા મળશે. આજે નવા ધંધાની શરૂઆત કરવા માટેનો સારો દિવસ છે. પરણિત લોકોએન આજે પોતાના પાર્ટનરના ગુસ્સાનો સામનો કરવો પડી શેક છે. પ્રેમી પંખીડાઓ આજે એકબીજાને ખુશ કરવા માટે કોઈ ભેટ આપી શકે છે.

 

 

12. મીન – દ, ચ, જ, થ (Pisces): આ રાશિના જાતકોને જીવનમાં રોકાયી ગયેલી પ્રગતિમાં નવા રસ્તા મળશે, આજે તમે સમાજમાં તમારી એક આગવી ઓળખ સાબિત કરી શકશો, આજે તમારા માનમાં પણ વધારો થશે. પરણિત લોકો આજે ઘરમાં કોઈ નવી વસ્તુ લાવવાને લઈને ચર્ચા કરી શકે છે. પ્રેમી પંખીડાઓ માટે આજે પોતાના સંબંધને આગળ વધારવા માટે ઘરમાં વાત કરવા માટેનો સારો અવસર છે.