જીવનશૈલી હેલ્થ

સારા સ્વાસ્થ્ય માટે આ 10 ઘરગથ્થુ ઉપચાર અવશ્ય કરો… જાણો કયા છે આ ઉપચાર

કિચન એક એવી વસ્તુ છે જ્યાં મહિલાઓનો વધારે સમય પસાર થાય છે. આજે આપણે અમુક એવી ઘરેલુ ઉપચાર જોઈશું. જે તમારા કામને આસાન બનાવે અને તમારો સમય બચાવે અને તમને નિરોગી કાયા પ્રદાન કરે. આ 10 ઘરેલુ ટિપ્સ અપનાવો…

1) ડુંગળી

ડુંગળીને ઝીણી સમારીને તેના રસને કપડાથી ગાળી લઈને તેને ગરમ કરી 3 થી 4 ટીપા કાનમાં નાખવાથી કાનનો ગમે તે દર્દ હશે તે દૂર થશે અને તમને આરામ મળશે.

Image Source

2) હળદર

હળદર અને સિંધવ મીઠુંને પીસીને તેની અંદર સરસો તેલ નાખીને પેસ્ટ બનાવવી. આ પેસ્ટને સવાર અને સાંજે દાત ઉપર ઘસવાથી દાંતનો દુખાવો દૂર થાય છે.

3) ગરમ પાણી

જે લોકોને પેટની સમસ્યા હોય તેવા લોકોને ગરમ પાણીની અંદર મધ નાખીને પીવાથી પેટને આરામ મળશે.

4) લીંબુ

એક લીંબુનો રસ ગ્લાસમાં રેડીને પાણી નાખીને રોજ સવારે ખાલી પેટ પીવાથી. મોટાપો જલ્દી દૂર થાય છે. અને પેટની ચરબી ઓછી થાય છે.

Image Source

5) સફરજન

જો તમને માથું દુખતું હોય તો સફરજનને ઝીણા સમારી તેની અંદર મીઠું નાખીને ખાવાથી માથાના દુખાવો ઓછો થાય છે અને તમને આરામ મળશે.

6) વરીયાળી

જો તમને ગળામાં છાલા પડતા હોય તો સવારે વહેલા ઊઠીને વરીયાળી ખાવાથી તમને રાહત મળશે. અને તમારુ ગળું ખુલી જશે.

7) અખરોટ

સવારે ખાલી પેટે અમુક દિવસ સુધી ત્રણ-ચાર અખરોટ ખાવાથી ઢીચણનો દુખાવો જલ્દી દૂર થશે. અને તમને રાહત મળશે.

Image Source

8) ગોળ

જો તમને મોઢામાં છાલા (ચાંદા) ની સમસ્યા હોય તો રોજ જમ્યા પછી ગોળ ચૂસવાથી આ સમસ્યામાંથી છુટકારો મળશે.

9) જાસુદનું ફૂલ

જો તમને પગમાં દુખાવો રહેતો હોય અથવા તો પગમાં સોજા રહેતા હોય તો જાસૂદના ફૂલની પેસ્ટ બનાવી તેના ઉપર લગાવવાથી રાહત મળશે.

10) પાણી

ક્યારેય પણ પાણી ઉભા ઉભા ન પીવું. પાણી ઉભા ઉભા પીવાથી ઘૂંટણમાં દુખાવાની સમસ્યા થાય છે અને ગઠિયાનો પણ રોગ થાય છે. એટલા માટે પાણી હંમેશા બેસીને પીવું.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks