દરેકના ઘરમાં સકારાત્મક અને નકારાત્મક એમ બંન્ને પ્રકારની ઉર્જા હોય છે. પણ રોજ ભગવાનની પૂજા-આરાધના અને વાસ્તુશાસ્ત્રના નિયમોનું પાલન કરવાથી સકારાત્મક્તાની વૃદ્ધિ થાય છે. તેનાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ બની રહે છે. પણ જાણતા-અજાણતા આપણે અમુક એવી ભૂલો પણ કરી બેસીએ છીએ જે આપણને મોટી સમસ્યામાં મૂકી શકે છે. તેનાથી ધનની બરબાદી તો થાય જ છે સાથે જ કંગાળ પણ થઇ શકીએ છીએ. આવો તો તમને જણાવીએ કે કઈ-કઈ ભૂલોને કરવાથી બચવું જોઈએ.

1. તમે જે રૂમમાં તમારો કિંમતી સામાન રાખ્યો છે ત્યાં ભૂલથી પણ સાવરણી ન રાખો. કેમકે આવું કરવાથી પૈસાની બરબાદી થઈ શકે છે.

2. હંમેશા બાથરૂમ અને ટોઈલેટના દરવાજા બંધ રાખો. જો તમે આવું નથી કરતા તો તમારા ઘરમાં દરિદ્રતા આવી શકે છે.
3. ક્યારેય પણ ઘરથી બહાર નીકળતી વખતે ઘરનો મુખ્ય દરવાજો જોરથી ફટકારવો જોઈએ નહીં, કેમ કે આવું કરવાથી ઘરમાંથી લક્ષ્મી ચાલી જાય છે.

4. ઘરમાં ભૂલથી પણ કાંટાવાળા છોડ ન લગાવો. નહીં તો આવું કરવાથી જીવનમાં સુખ શાંતિ હમેંશાને માટે ભાંગી પડશે.
5. ઘણીવાર એવું બનતું હોય છે કે દવાઓ આપણે રસોડામાં જ રાખતા હોઈએ છીએ, જયારે વાસ્તુશાસ્ત્રના આધારે આ આદતને અયોગ્ય જણાવવામાં આવેલી છે. તેનાથી તમને આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

6. ઘરના મુખ્ય દરવાજા પર ક્યારેય પાણી પણ પડેલું ન રાખવું જોઈએ, આવું કરવાથી ક્યારેય પણ દેવી લક્ષ્મી તમારા ઘરમાં પ્રવેશતી નથી.
7. તમારા ઘરમાં ક્યારેય પણ ભગવાન કે બીજી કોઈ મૂર્તિ દક્ષિણ દિશામાં રાખવી ન જોઈએ. આવું કરવાથી તમને વાસ્તુદોષ લાગી શકે છે.

8. ઘરમાં તિજોરીની પાસે ભૂલથી પણ પાણી કે કોઈ ભારે સામાન રાખવો ન જોઈએ. કેમ કે આવું કરવાથી ધનનો નાશ થવાનું નક્કી જ છે.
9. ઘરના મુખ્ય દ્વાર પર ક્યારેય પણ ભૂલથી ઉભેલા ગણેશજીની મૂર્તિ કે તસ્વીર ન રાખવી જોઈએ. તેનાથી સુખ-સમૃદ્ધિ છીનવાઈ શકે છે.

10. રસોડામાં ક્યારેય પણ વાસણને ગંદા રાખવા જોઈએ નહીં. કેમ કે આવું કરવાથી માં અન્નપૂર્ણા નારાજ થઇ શકે છે, અને તેનાથી ધનનો પણ નાશ થાય છે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.