બોલિવુડમાં ફ્લોપ થવા છત્તાં પણ આ 10 સ્ટાર્સ જીવે છે શાનદાર લક્ઝુરિયસ જીવન, જાણો કેવી રીતે કરે છે કમાણી

એક્ટિંગમાં ફ્લોપ થયા અને કોઈએ ભાવ ન આપ્યો છત્તાં કોઇ સુપરસ્ટારથી ઓછી લક્ઝરી લાઇફ નથી જીવતા આ બોલિવુડ સ્ટાર્સ, તમે પણ જુઓ કોણ છે આ એક્ટર્સ

બોલિવૂડમાં એવા ઘણા પ્રતિભાશાળી લોકો છે જેઓ તેમના કામને કારણે હાલ લોકપ્રિય અને સફળ છે તેમજ ભવ્ય રીતે જીવે છે. પરંતુ કેટલાક એવા સેલેબ્સ છે જેમને સિલ્વર સ્ક્રીન પર કામ મળ્યું છે પરંતુ તેમનો સિક્કો ચાલ્યો નહિ. તેઓ ફ્લોપ થવા છતાં આજે લક્ઝરી લાઈફ જીવે છે. જેમાં મલાઇકા અરોરા, અમૃતા અરોરાથી લઇને શમિતા શેટ્ટીનો સમાવેશ થાય છે. આજે અમે તમને એવા સિલેક્ટેડ સ્ટાર્સ વિશે જણાવીશું, જેઓ ઈન્ડસ્ટ્રીમાં પોતાનું કરિયર બનાવી શક્યા નથી.

1.મલાઈકા અરોરા : બોલિવૂડની હોટેસ્ટ છૈયા છૈયા ગર્લ મલાઇકા અરોરાએ પોતાના કરિયરની શરૂઆત મોડલિંગથી કરી હતી. મલાઈકાએ કેટલીક ફિલ્મોમાં અભિનય પણ કર્યો હતો, પરંતુ તેનો અભિનય દર્શકોને બહુ પસંદ આવ્યો ન હતો.પછી મલાઈકાએ ફિલ્મોમાં આઈટમ સોંગ્સ કર્યા તે એટલા સુપરહિટ રહ્યા કે તેનું નામ બોલિવૂડની ટોચની અભિનેત્રીઓમાં સામેલ થઈ ગયું. મોડલિંગ સિવાય મલાઈકા સાઇડ બિઝનેસ પણ કરે છે, તેની સ્ટાઈલ જોઈને તમે તેની લાઈફસ્ટાઈલનો અંદાજ લગાવી શકો છો. તે ઘણી બ્રાન્ડ એન્ડોર્સ પણ કરે છે.

2.અમૃતા અરોરા : અમૃતાએ ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું, પરંતુ તેને સફળતા ન મળી. તેથી તેણે બોલિવૂડ છોડીને પોતાના અંગત જીવન પર ધ્યાન કેન્દ્રિત કર્યું. તેણે એક ઉદ્યોગપતિ શકીલ સાથે લગ્ન કર્યા, જે મુંબઈમાં એક કંસ્ટ્રકશન કંપનીના ડિરેક્ટર છે. લગ્ન બાદથી અમૃતા ભવ્ય લાઇફ જીવે છે.

3.ટ્વિંકલ ખન્ના : સુપરસ્ટાર રાજેશ ખન્નાની પુત્રી ટ્વિંકલ ખન્ના તેની કારકિર્દીની શરૂઆતથી જ ફ્લોપ રહી હતી. તેથી તેણે સિલ્વર સ્ક્રીનથી અંતર રાખીને અખબારોમાં નવલકથાઓ અને કૉલમ લખવાનું શરૂ કર્યું. તે બેસ્ટ સેલર છે. આ સિવાય તેણે બોલીવુડના લોકપ્રિય અભિનેતા અક્ષય કુમાર સાથે લગ્ન કર્યા છે. તે લક્ઝરી લાઈફ જીવે છે.

4.આયશા ટાકિયા : આયશા થોડા સમય માટે જ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જોવા મળી હતી, તે હાલ ફિલ્મોથી દૂર છે પરંતુ આજે પણ લોકો તેની ક્યુટનેસના દિવાના છે. તેણે બોલિવૂડમાંથી અચાનક ગાયબ થઈને બધાને ચોંકાવી દીધા હતા. વાસ્તવમાં તે ફરહાન આઝમી સાથે લગ્ન કર્યા બાદ સેટલ થઈ ગઈ હતી. તેનો પતિ મેગા હોટેલિયર છે. આયશા પાસે પૈસાની કોઈ કમી નથી.

5.કિમ શર્મા : બ્લોકબસ્ટર ફિલ્મ ‘મોહબ્બતેં’થી રાતોરાત સ્ટાર બની ગયેલી કિમ શર્માએ કેન્યાના બિઝનેસમેન અલી પુંજાની સાથે લગ્ન કર્યા, પરંતુ કમનસીબે આ લગ્ન લાંબો સમય ટકી શક્યા નહીં. 39 વર્ષની કિમ શર્મા પોતાની જાતને આર્થિક રીતે આત્મનિર્ભર બનાવવા માટે મુંબઈમાં પોતાનો બિઝનેસ શરૂ કરવા માંગે છે. તે હાલમાં બ્રાન્ડ સ્ટ્રેટેજિસ્ટ તરીકે કામ કરે છે. પરંતુ છૂટાછેડા પછી પણ કિમની જીવનશૈલીમાં કોઈ ઘટાડો થયો નથી.

6.સેલિના જેટલી : ઈન્ડસ્ટ્રીની આ સુંદર મહિલાએ ઓસ્ટ્રિયન બિઝનેસમેન પીટર હેગ સાથે લગ્ન કર્યા છે. લગ્ન પહેલા સેલિના નો એન્ટ્રી અને ગોલમાલ રિટર્ન્સ જેવી અનેક ફિલ્મોમાં જોવા મળી હતી, જેમાં સેલિનાને કોઈ સફળતા મળી ન હતી. લગ્ન પછી સેલિનાએ અભિનયને અલવિદા કહી દીધું. તેમના પતિ “એમાર હોસ્પિટાલિટી ગ્રુપ” ના ગ્રુપ માર્કેટિંગ ડિરેક્ટર છે અને દુબઈ અને સિંગાપોરમાં ઘણી હોટેલ ચેન ધરાવે છે. જીવનમાં ઘણા ઉતાર-ચઢાવમાંથી પસાર થવા છતાં સેલિના આજે લક્ઝરી લાઈફ જીવે છે.

7.ઉર્મિલા માતોંડકર : હિન્દી સિનેમાની ટોચની અભિનેત્રી ઉર્મિલા માતોંડકરે તમિલ અને તેલુગુ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. ટેલેન્ટેડ ઉર્મિલા તેના સમયની તે અભિનેત્રીઓમાંની એક હતી, જે ફિલ્મ માટે 1-2 કરોડ રૂપિયા લેતી હતી. આ સિવાય ઉર્મિલાએ ઘણા ટીવી શોમાં જજ અને હોસ્ટ તરીકે ઘણી કમાણી કરી. લગ્ન પછી ઉર્મિલાએ એક્ટિંગ છોડી દીધી.

8.મનીષા કોઈરાલા : મનીષા કોઈરાલાએ 50થી વધુ ફિલ્મોમાં મુખ્ય ભૂમિકા ભજવી છે. અભિનય ઉપરાંત નેપાળ અને ભારતમાં પણ તેની ઘણી મિલકતો છે, જેમાંથી તે આવક મેળવે છે. તેની અભિનય કારકિર્દી ઉપરાંત, મનીષા મહિલાઓના અધિકારોને પ્રોત્સાહન આપવા, તેમની સામે હિંસા, નેપાળમાં માનવ તસ્કરી અને 2015 દરમિયાન નેપાળના ભૂકંપ પીડિતોને ટેકો આપવા માટે સંકળાયેલી સામાજિક સંસ્થાઓમાં સક્રિયપણે સામેલ છે. તે એક મોટિવેશનલ સ્પીકર પણ છે, જે લોકોને “કેન્સર અવેરનેસ” વિશે જાગૃત કરે છે કારણ કે તેણી પોતે કેન્સરમાંથી સાજી થઈ છે. અપાર સંપત્તિની માલિક મનીષા કોઈરાલાની જાજરમાન શૈલી જોઈને તેના ચાહકો પ્રભાવિત થયા વગર રહી શકશે નહીં.

9.તુષાર કપૂર : બોલિવૂડના દિગ્ગજ કલાકાર જીતેન્દ્રનો પુત્ર તુષાર કપૂર પણ ઈન્ડસ્ટ્રીમાં પોતાની ઓળખ બનાવવામાં નિષ્ફળ ગયો. જો કે તુષારે કેટલીક ફિલ્મોમાં પણ કામ કર્યું હતું, જે બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી હતી. તુષાર કપૂર સિંગલ પેરેન્ટ છે, પરંતુ જ્યારે જીવનશૈલીની વાત આવે છે, ત્યારે તે હંમેશા વૈભવી જીવન જીવે છે અને લક્ઝરી કારમાં ફરતો જોવા મળે છે.

10.અભિષેક બચ્ચન : બોલિવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચન અને જયા બચ્ચનનો પુત્ર હોવા છતાં પણ અભિષેક સફળ અભિનેતા તરીકે પોતાની કારકિર્દી સ્થાપિત કરવામાં નિષ્ફળ રહ્યો. અભિષેક બચ્ચને શરૂઆતમાં ઘણી ફ્લોપ ફિલ્મો આપી. તેઓ જાહેરાતો દ્વારા કમાણી કરવામાં પણ સફળ ન થઈ શક્યા. આટલા વર્ષો સુધી ઈન્ડસ્ટ્રીમાં કામ કર્યા બાદ પણ અભિષેક બચ્ચનનું નામ ફ્લોપ કલાકારોની યાદીમાં સામેલ છે. અભિષેક પ્રો કબડ્ડી લીગની ફ્રેન્ચાઈઝી ટીમ જયપુર પિંક પેન્થર્સ અને ઈન્ડિયન સુપર લીગ ફૂટબોલ ટીમ ઘણી કમાણી કરી રહી છે અને શાહી જીવનશૈલી જીવી રહી છે.

Shah Jina