6 ઓક્ટોબરથી મેંટલ હેલ્થ વીક શરૂ થવાનું છે. એવામાં અભિનેતા આમિર ખાને પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉંટ પર માનસિક સ્વાસ્થ્યને ગંભીરતાથી લેવાની લોકોને સલાહ પણ આપી છે.
એવામાં આ મૌકા પર અમે તમને એવી ફિલ્મો વિશે જણાવીશું જેનાથી તમારું માનસિક સંતુલન ગુમાવાની સંભાવના વધી શકે છે એટલે કે આ ફિલ્મો એવી છે જેને જોયા પછી લોકોનું મગજ પણ ચકરાઈ ગયું હતું. અમુક ફિલ્મોમાં તો જાણીતા અને સફળ સુપરસ્ટાર્સ હોવા છતાં પણ ફિલ્મ નાકામ રહી હતી અને ફિલ્મને દર્શકો દ્વારા ખુબ ઓછા રેટિંગ્સ આપવામાં આવ્યા હતા.
1. આપ મુજે અચ્છે લગ્ને લાગે:

આપ મુજે અચ્છે લગને લગે ફિલ્મના રિલીઝ વખતે લોકોને એ અપેક્ષા હતી કે આ ફિલ્મમાં ઋત્વિક રોશન અને અમિષા પટેલ પોતાની આગળની ફિલ્મ ‘કહોના પ્યાર હૈં’ ની જેમ સફળતા મેળવશે પણ આવું કઈ જ ન બન્યું, અને ફિલ્મ નાકામ સાબિત થઇ.
2. રેસ-3:

રેસ ફિલ્મના આગળના બંન્ને ભાગ તો સુપરહિટ રહયા હતા પણ સલમાન ખાનની ફિલ્મ રેસ-3 જોઈને લોકો સંતુષ્ટ થયા ન હતા, કેમ કે લોકોને ફિલ્મમાં લોજિકની ખામી જોવા મળી હતી, જેના પછી આ ફિલ્મ પર ઘણા રમુજી મીમ્સ પણ બનવા લાગ્યા હતા.
3. કર્જ:

એક સમયે હિમેશ રેશમિયાએ સિગિંગની સાથે સાથે ફિલ્મોમાં પણ કામ કરવાનો નિર્ણય લીધો, પણ ફિલ્મમાં તેના અભિનયને જોઈને લોકોનું મગજ ચકરાઈ ગયું હતું.
4. હિંમ્મ્તવાલા:

અજય દેવગનની ફિલ્મ હિંમ્મ્તવાલા વર્ષ 2013 માં રિલીઝ થઇ હતી અને તેને સાજીદ ખાન દ્વારા નિર્દેશિત કરવામાં આવી હતી. આ ફિલ્મનું રીમેક 30 વર્ષ પહેલા જ આવી ગયું હતું અને ત્યારે ઘણા લોકો ફિલ્મ અધૂરી મૂકીને પાછા જતા રહ્યા હતા. એવામાં આ ફિલ્મ માત્ર 1.7 રેટિંગ્સની સાથે બોલીવુડની સૌથી બકવાસ ફિલ્મની લિસ્ટમાં શામિલ છે.
5. ઠગસ ઓફ હિન્દોસ્તાન:

આ ફિલ્મમાં આમિર ખાનની સાથે સાથે અમિતાભ બચ્ચન, કૈટરીના કૈફ, ફાતિમા શના શેખ જેવા સિતારાઓ પણ જોવા મળ્યા હતા, પણ લોકો ફિલ્મને જોયા પછી નિરાશ થઈને પાછા આવ્યા હતા.
6. હમશકલ્સ:

સૈફ અલી ખાને એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે આ ફિલ્મમાં કામ કરવું તેની સૌથી મોટી ભૂલ હતી. ફિલ્મમાં સૈફ મહિલાના અવતારમાં પણ જોવા મળ્યા હતા. એવામાં સૌથી બકવાસ ફિલ્મની લિસ્ટમાં હમશકલ્સ પણ શામિલ છે.
7. જોકર:

વર્ષ 2012 માં આવેલી અક્ષય કુમારની ફિલ્મ જોઈને દર્શકોને લાગી રહ્યું હતું કે જાણે કે તેઓના મગજ સાથે રમત રમવામાં આવી રહી છે. અક્ષય કુમાર જેવા સારા અભિનેતા ફિલ્મમાં હોવા છતાં પણ ફિલ્મ નાકામ રહી હતી.
8. મેલા:

આમિર ખાનના કેરિયેરમાં આ ફિલ્મ સૌથી ફ્લોપ માનવામાં આવે છે. ટ્વીન્કલ ખન્ના પણ ફિલ્મમાં પોતાના જ અભિનય પર મજાક કરી ચુકી છે. એવામાં રેટિંગના હિસાબે આ ફિલ્મ સૌથી ઓછા રેટિંગની ફિલ્મ સાબિત થઇ હતી.
9. સૂર્યવંશમ:

અમિતાભ બચ્ચનની જો કે આ ફિલ્મ સુપરહિટ રહી છે પણ ટીવી ચેનલ દ્વારા આ ફિલ્મને એટલી બધીવાર પ્રસારિત કરવામાં આવી છે કે આજના સમયમાં આ ફિલ્મ પર મીમ્સ બનવા લાગ્યા છે. લોકોને આ ફિલ્મોના ડાઈલોગ પણ મોઢે યાદ રહી ગયા છે. એવામાં વારંવાર ટીવી પર આ ફિલ્મ પ્રસારિત થવાને લીધે લોકો પણ કંટાળી ગયા છે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.