જ્યોતિષ શાસ્ત્ર

આ 10 સપના જે આપે છે ધન લાભના સંકેત, 99% લોકોને ખબર નથી આ સંકેત- જાણી લો

સપનાની પોતાની જ એક રહસ્યમય દુનિયા છે. અમુક લોકો કહે છે કે જે વિચારોમાં આપણે આખો દિવસ રહીએ છીએ તેવા જ વિચારો સપનાનું સ્વરૂપ લઈને આપણને ઊંઘમાં દેખાય છે. ઘણા ધર્મગ્રંથોમાં પણ સપના વિશેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

Image Source

અમુક સપનાઓ નજીકના ભવિષ્યમાં કામિયાબી અને લાભની સૂચના આપે છે તો અમુક નુકસાન અને દુઃખનો સંકેત આપે છે. એવામાં આજે તમને અમુક એવા જ સપનાઓ વિશે જણાવીશું જે ધનલાભનો સંકેત આપે છે.

1. પોતાને ઊંચાઈ પર ચઢતા જોવું:

સ્વપ્ન વિજ્ઞાનના આધારે વ્યક્તિ જ્યારે સપનામાં પોતાને કોઈ ઊંચાઈ પર ચઢતા જોવે તો તે એવો સંકેત છે કે, વ્યક્તિની જલ્દી જ ઉન્નતિ થવાની છે અને ધનલાભ મળવાનો છે.

Image Source

2. સપનામાં ભગવાન કે સાધુને જોવા:

સપનામાં ભગવાન, કોઈ વડીલ કે સાધુને જોવા ખુબ જ શુભ માનવામાં આવે છે. આ સપનું જેને પણ આવે છે તેને અમુક જ દિવસોમાં મોટી સફળતા મળી શકે છે. આવું સપનું સંકેત આપે છે કે તમને મોટો લાભ કે માન-સન્માન મળવાનું છે.

Image Source

3. સપનામાં અર્થીનું દેખાવું:

શગુનશાસ્ત્રના આધારે સપનામાં અર્થીનું દેખાવું ખુબ મોટું શુભ માનવામાં આવ્યું છે. જે વ્યક્તિને સપનામાં અર્થી દેખાય તેઓને કોઈ મોટો લાભ પ્રાપ્ત થઇ શકે છે.

4. સપનામાં આવું આલિંગન દેખાવું:

સપનામાં શૃંગાર કરેલી સ્ત્રીનું પોતાની પાસે દેખાવું ખુબ જ શુભ હોય છે. તેનાથી કુંવારા લોકોના લગ્ન થવાનો સંકેત મળે છે. પણ જો સપનામાં કોઈ પુરુષ એવું જોવે કે બે સ્ત્રી એકબીજા સાથે આલિંગન કરી રહી છે તો તે ધન પ્રાપ્તિનો સંકેત છે. પણ જો સ્ત્રી આવું જોવે તો તે કંઈક ખરાબ થવાનો સંકેત આપે છે. તેવી જ રીતે કોઈ પુરુષ બે પુરુષને આલિંગન કરતા જોવે તો તે શુભ ફળ આપે છે.

Image Source

5. પોતાને જમવાનું બનાવતા જોવું:

સ્વપ્નશાસ્ત્રના આધારે સપનામાં પોતાને જ ભોજન બનાવતા જોવું ખુબ જ શુભ માનવામાં આવે છે. આ સપનાનો અર્થ છે તમને જલ્દી જ નોકરી કે ઉન્નતિ મળવાની છે. આ સિવાય ધનલાભ પણ થઇ શકે છે.

6. સપનામાં દાળમ ખાતા જોવું:

સ્વપ્નશાસ્ત્રના આધારે સપનામાં પોતાને દાળમ ખાતા જોવું ધનલાભ થવાનો સંકેત આપે છે.

Image Source

7. પોતાને ઉધાર આપતા કે લેતા જોવું:

એવી માન્યતા છે કે વ્યક્તિ પોતાને સપનામાં ધનની લેવલ-દેવળ કરતા જોવે તો તેનો અર્થ એ છે કે આવનારા અમુક દિસવોમાં ધનલાભ મળવાનો છે.

8. સપનામાં ફૂલો જોવા:

સપનામાં ફૂલોનું દેખાવું ધનલાભ કે કોઈ મોટી સફળતા મળવાનો સંકેત છે. આવી જ રીતે દહીં, પાણી ભરેલો કળશ દેખાવો પણ શુભ માનવામાં આવે છે. સપનામાં અનાજનો ઢગલો જોવો શુભ સપનું માનવામાં આવે છે.

Image Source

9. પોતાને અખરોટ ખાતા જોવું:

શાસ્ત્રોમાં જણાવામાં આવ્યું છે કે સપનામાં પોતાને અખરોટ ખાતા જોવું સ્વાદિષ્ટ ભોજનની પ્રાપ્તિ થવાનો સંકેત છે અને ધનલાભ પણ મળે છે.

Author: GujjuRocks Team

તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.