ફિલ્મી દુનિયા

બોલીવુડમાં બધા જ દારૂ નથી પિતા, મળો એવા 10 સીતારાઓને જેમને ક્યારેય શરાબને હાથ પણ નથી લાગાવ્યો

9 નંબર સેલિબ્રિટી તો બધા કરતા બેસ્ટ છે, દિલ ખુશ થઇ જશે આખું લિસ્ટ જાણીને

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદ બોલીવુડમાં સામે આવેલું ડ્રગ્સ ક્નેક્શને બધાની ઊંઘ હરામ કરી નાખી છે. બોલીવુડના ઘણા અભિનેતા અને અભિનેત્રીઓ આ મામલામાં સંડોવાયેલા જોવા મળે છે. પરંતુ આ ઇન્ડસ્ટ્રીમાં ઘણા એવા કલાકારો પણ છે જેમને ડ્રગ્સ તો દૂર શરાબને પણ ક્યારેય હાથ નથી લાગાવ્યો. ચાલો જોઈએ એવા 10 સિતારાઓને !!!

Image Source

1. અમિતાભ બચ્ચન:
બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન ઘણી ફિલ્મોમાં શરાબીનો અભિનય કરતા જોવા મળે છે. તેમની એક ફિલ્મનું નામ પણ “શરાબી” જ હતું તે છતાં પણ તેમને પોતાના અસલ જીવનમાં શરાબને હાથ નથી લાગાવ્યો.

Image Source

2. અભિષેક બચ્ચન:
બોલીવુડમાં ભલે અભિષેકનો સિક્કો તેના પિતા અમિતાભની જેમ ચાલ્યો ના હોય પરંતુ અમિતાભના કેટલાક ગુણો અભિષેકમાં પણ ઉતર્યા છે. અને એવો જ એક ગુણ છે શરાબને કયારેય હાથ ના લગાવવાનો.

Image Source

3. જ્હોન અબ્રાહમ:
અભિનેતા જ્હોન અબ્રાહિમ શરાબને ક્યારેય હાથ પણ નથી લગાવતો અને ના તેની જાહેરાત પણ કરે છે. તેનું  માનવું છે કે શરાબની જાહેરાત કરવાથી યુવાધન ખોટા રસ્તે વળી જાય છે.

Image Source

4. દીપિકા પાદુકોણ:
દીપિકા તેના અસલ જીવનમાં પણ ખુબ જ સ્ટાઈલિશ છે. પરંતુ તે પણ ક્યારેય શરાબને હાથ નથી લગાવતી. કારણ કે તે હેલ્થ અને ફિટનેસનું વધારે ધ્યાન રાખે છે.

Image Source

5. સોનાક્ષી સિંહા:
સોનાક્ષી સિંહા પણ પોતાની જાતને ફિટ રાખવા માટે ક્યારેય શરાબ નથી પીતી. તેને ફિલ્મોમાં આવવા માટે પોતાનું 30 કિલો વજન ઘટાડ્યું હતું.

Image Source

6. સોનમ કપૂર:
સોનમે પણ ફિલ્મોમાં આવવા માટે પોતાને ઘણી જ બદલી છે. અને તેના કારણે જ તે ખરાબ આદતોથી દૂર રહે છે જેમાં એક શરાબ પણ છે.

Image Source

7. પરિણીતી ચોપડા:
પરિણીતીએ પણ હાલમાં જ પોતાનું વજન ઘટાવવા માટેના પ્રયત્નો કર્યો છે જેના કારણે તેને પણ શરાબનું સેવન કરવાનું પણ છોડી દીધું છે.

Image Source

8. સિદ્ધાર્થ મહોત્રા:
સિદ્ધાર્થની ઉંમરના બીજા અભિનેતાઓ શરાબના રવાડે ચઢી ગયા છે તો સિદ્ધાર્થ ક્યારેય શરાબ પીવાનું પસંદ નથી કરતો અને તે પોતાની ફિટનેસનું ખુબ જ ધ્યાન રાખે છે.

Image Source

9. અક્ષય કુમાર:
અભિનેતા અક્ષય કુમારની લાઈફ સ્ટાઇલ તો આપણે જાણીએ જ છીએ, તે સવારે વહેલા ઉઠવામાં અને જલ્દી સુવામાં માને છે. અને પોતાની જાતને ફિટ રાખે છે. માટે તે ક્યારેય શરાબ કે સિગારેટ પિતા નથી.

Image Source

10. બિપાશા બાસુ:
બિપાશા પણ પોતાની ફિટનેસનું ખુબ જ ધ્યાન રાખે છે. તેના કારણે તે પણ શરાબથી તો દૂર જ રહે છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.