બોલીવુડમાં ઘણા સુપરસ્ટાર્સના બાળકોએ પણ ફિલ્મોમાં ડેબ્યુ તો કર્યું પણ જલ્દી જ તેઓ ફ્લોપ લિસ્ટમાં શામિલ થઇ ગયા. એવામાં આજે અમે તમને એવાજ બોલીવુડના એવા સફળ અભિનેતાઓના ફ્લોપ બાળકો વિશે જણાવીશું જેઓ સિનેમાગજતમાં કંઈ ખાસ ઉખાડી શક્યા ન હતા.
1. ઈશા દેઓલ:

ધર્મેન્દ્ર અને હેમા માલિનીનું નામ આજે પણ બોલીવુડમાં ગુંજે છે પણ તેઓની લાડલી દીકરી ઈશા દેઓલ ફ્લોપ સાબિત થઇ. ઈશાએ વર્ષ 2002 માં આવેલી ફિલ્મ ‘કોઈ મેરે દિલ સે પૂછે’ દ્વારા પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. જેના પછી તેની અમુક જ ફિલ્મો હિટ રહી હતી અને બાકીની ફ્લોપ રહી હતી. જેના પછી ઈશાએ હંમેશાને માટે બૉલીવુડ છોડી દીધુ. હાલ ઈશા બૉલીવુડથી દુર પોતાના પતિ અને બાળકો સાથે સમય વિતાવી રહી છે.
2. રિંકી ખન્ના:

રાજેશ ખન્ના-ડિમ્પલ કાપડિયાની દીકરી અને ટ્વીન્કલ ખન્નાની બહેન રિંકી ખન્ના પણ ફ્લૉપ લિસ્ટમાં શામિલ છે. રિંકીએ વર્ષ 1999 માં ‘પ્યાર મૈં કભી કભી’ દ્વારા ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરી હતી, જેના પછી તે અમુક જ ફિલ્મોમાં જોવા મળી હતી.
3. સોહેલ ખાન:

સલીમ ખાનના દીકરા અને સલમાન ખાનના ભાઈ સોહેલ ખાને વર્ષ 2002 માં ‘મૈને દિલ તુજકો દિયા’ દ્વારા બોલીવુડમાં એન્ટ્રી લીધી હતી. જ્યા એક તરફ સલમાન ખાન હિટ ફિલ્મો આપી રહ્યા છે જ્યારે સોહેલ ખાન એક ફ્લોપ અભિનેતા સાબિત થયા.
4. અધ્યયન સુમન:

ફિલ્મો અને ટીવી દુનિયામાં નામના મેળવી ચૂકેલા શેખર સુમનના દીકરા અધ્યન સુમન પોતાનું નામ બનાવવામાં નાકામિયાબ રહ્યા. તે પહેલી વાર વર્ષ 2008 મા ‘હાલ-એ-દિલ’ માં જોવા મળ્યા હતા. અધ્યયનની અત્યાર સુધીમાં માત્ર 8 જ ફિલ્મો રિલીઝ થઇ છે એન તેના અભિનયને દર્શકો દ્વારા નાપસંદ કરવામાં આવ્યો છે.
5. સોહા અલી ખાન:

એક જમાનાની સુંદર અને સફળ અભિનેત્રી શર્મિલા ટૈગોરની દીકરી અને સૈફ અલી ખાનની બહેન સોહા અલી ખાન પુરી રીતે ફ્લોપ સાબિત થઇ. તેણે અમુક જ ફિલ્મો કરીને બોલીવુડથી દુરી બનાવી લીધી હતી.
6. તનિષા મુખર્જી:

તનિષા અને બહેન કાજોલ બંન્નેએ બોલીવુડમાં કામ કર્યું પણ તનિષા સિનેમા જગતમાં ફ્લોપ સાબિત થઇ. તનિષા-કાજોલની માં તનુજા પણ બોલીવુડમાં એક બેસ્ટ અભિનેત્રી રહી ચુકી છે. તનિષાએ વર્ષ 2003 માં ‘સસસ…(Sssshhh…)’ ફિલ્મ દ્વારા બોલીવુડમાં એન્ટ્રી લીધી હતી જેના પછી તે માત્ર ત્રણ જ ફિલ્મોમાં જોવા મળી હતી.
7. તુષાર કપૂર:

વર્ષ 2001 માં ‘મુજે કુછ કેહના હૈ’ દ્વારા પોતાની કારકિર્દીની શરૂઆત કરનારા તુષાર કપૂરે મોટાભાગે ફિલ્મોમાં સાઈડ રોલ જ કર્યા છે. તુષાર કપૂરના પિતા જીતેંદ્ર આજે પણ બોલીવુડમાં સફળ અભિનેતા તરીકે માનવામાં આવે છે.
8. ઉદય ચોપરા:

યશ ચોપરાના દીકરા અને આદિત્ય ચોપરાના નાના ભાઈ ઉદય ચોપરાએ વર્ષ 2000 માંશાહરુખ-ઐશ્વર્યાની ફિલ્મ ‘મોહબ્બતેં’ દ્વારા ડેબ્યુ કર્યું હતું. ફિલ્મ તો હિટ સાબિત થઇ પણ ઉદય ચોપરા આ ફિલ્મ દ્વારા પણ કઈ ખાસ નામ બનાવી ન શક્યા. જો કે ઉદયના ધૂમ ફિલ્મની ત્રણે સિરીઝમાં તેના અભિનયના ખુબ વખાણ કરવામાં આવ્યા હતા.
9. ટીના આહુજા:

ગોવિંદાની દીકરી ટીના આહુજા પણ ફ્લોપ લિસ્ટમાં શામિલ છે. ટીનાએ પંજાબી ફિલ્મ ‘સેકેંડ હેન્ડ હસબેંડ’ દ્વારા ડેબ્યુ કર્યું હતું, ફિલ્મ બોક્સ ઓફિસ પર એકદમ ફ્લોપ રહી હતી.
10. શ્રુતિ હસન:

અભિનેતા કમલ હસન બોલીવુડમાં એક જાણીતું અને સફળ નામ છે પણ તેની દીકરી શ્રુતિ હસન બોલીવુડમાં નામ બનાવવામાં નાકામિયાબ રહી છે. શ્રુતિએ વર્ષ 2009 માં ‘લક’ ફિલ્મ દ્વારા બોલીવુડમાં એન્ટ્રી લીધી હતી. જોકે તેના પછી તે ઘણી ફિલ્મોમાં જોવા મળી પણ કઈ ખાસ કમાલ દેખાડી શકી ન હતી. શ્રુતિએ તેલુગુ અને કન્નડ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. એક ઇન્ટરવ્યૂ દ્વારા એ જાણવા મળ્યું હતું કે શ્રુતિ નાસ્તિક હતી પણ પછી તેણે એક સમયે બૌદ્ધ ધર્મ અપનાવી લીધો હતો.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ