છૂટાછેડા પછી પણ આ 10 કલાકારોને મળ્યો પ્રેમ, કોઈકે કરી લીધા લગ્ન તો કોઈ કરી રહ્યું છે ડેટ, જુઓ કોણ કોણ છે એ લિસ્ટમાં સામેલ

ડાયવોર્સ લીધા પછી નસીબ ખુલી ગયા આ 10 સેલિબ્રિટીના, જુઓ

બોલીવુડની અંદર લગ્ન અને છૂટાછેડા જેવી વસ્તુઓ સામાન્ય બની ગઈ છે. ઘણા સ્ટારને આપણે જોયા છે જે લગ્ન સમય સુધી તો હેપ્પી કપલ લગતા હોય પરંતુ થોડા વર્ષોની અંદર જ જાણે બંને વચ્ચે મોટી તિરાડ પડી જતી હોય છે અને અલગ થઇ જાય છે,

પરંતુ આ છૂટાછેડાની અસર તેમના ઉપર જોવામાં નથી આવતી તે થોડા સમયમાં જ કોઈ બીજાને ડેટ કરવા લાગી જાય છે અને લગ્ન પણ કરી લેતા હોય છે. આજે અમે તમને બોલીવુડના એવા જ 10 કલાકારો વિશે જણાવીશું જે છૂટાછેડા બાદ લગ્ન કરી લીધા છે અને ઘણા ડેટ પણ કરી રહ્યા છે.

1. મલાઈકા અરોરા:
બોલીવુડની ફિટનેસ ક્વિન મલાઈકા અરોરા પણ હંમેશા લાઇમ લાઇટમાં છવાયેલી રહે છે. તેને અભિનેતા સલમાન ખાનના ભાઈ અરબાઝ ખાન સાથે લગ્ન કર્યા હતા, પરંતુ લગ્નના ઘણા વર્ષો બાદ બંનેએ અલગ થવાનો નિર્ણય કર્યો, અને આજે મલાઈકા અભિનેતા અર્જુન કપૂરને ડેટ કરી કરી છે. જેની ખબરો પણ સોશિયલ મીડિયામાં છવાયેલી રહે છે.

2. દિયા મિર્જા:
દિયા મીરઝાએ18ઓક્ટોબર 2014નાર રોજ પોતાના બોયફ્રેન્ડ અને બિઝનેસમેન સાહિલ સાંધા સાથે લગ્ન કર્યા પરંતુ તેનું લગ્ન જીવન પણ માત્ર 5 વર્ષ ચાલ્યું અને બંને અલગ થઇ ગયા. હવે દિયાએ તેના પતિથી અલગ થયા બાદ 15 ફેબ્રુઆરીના 2021ના રોજ મુંબઈના એક બિઝનેસમેન વૈભવ રેખી સાથે લગ્ન કરી લીધા છે.

3. સૈફ અલી ખાન:
અભિનેતા સૈફ અલી ખાન વિશે તો આપણે જાણીએ જ છીએ. તેને પહેલા લગ્ન અભિનેત્રી અમૃતા સીંહ સાથે કર્યા હતા. તેમને બે બાળકો પણ હતા અને લગ્નના ઘણા વર્ષો બાદ તે બંને અલગ થઇ ગયા. પરંતુ આજે સૈફ અલી ખાને અભિનેત્રી કરીના કપૂર સાથે લગ્ન કરી લીધા છે. અને હવે તે પોતાના બીજા બાળકના આવવાની રાહ પણ જોઈ રહ્યા છે.

4. ફરહાન અખ્તર:
અભિનેતા ફરહાન અખ્તરે પણ ત્રણ વર્ષ સુધી પોતાની પ્રેમિકા અધુના ભવાનીને ડેટ કર્યા પછી લગ્ન કરી લીધા હતા. બંનેની બે દીકરીઓ પણ હતી. લગ્નના 16 વર્ષ બાદ તેને પોતાની પત્નીથી અલગ થવાનો નિર્ણય કરી લીધો. પત્ની સાથે અલગ થયા બાદ ફરહાનને વીજે શિવાની સાથે દાંડેકર સાથે પ્રેમ થઇ ગયો અને વર્ષ 2018થી તે બંને રિલેશનમાં છે.

5. અરબાઝ ખાન:
અરબાઝ ખાને મલાઈકા અરોરા સાથે છૂટાછેડા થયા બાદ વિદેશી મોડલ અને અભિનેત્રી જોર્જિયા એન્ડ્રિયાનીના પ્રેમમાં પડ્યો અને આજે પણ બંને એકબીજાને ડેટ કરી રહ્યા છે.

6. આમિર ખાન:
બોલીવુડના દિગ્ગજ અભિનેતાઓમાં એક આમિરખાને 1986માં રિના દત્તા સાથે લગ્ન કર્યા હતા. બંનેને બે બાળકો પણ હતા. પરંતુ 2002માં તે બંને અલગ થઇ ગયા અને 2005માં આમિર ખાને કિરણ રાવ સાથે લગ્ન કરી લીધા.

7. અર્જુન રામપાલ:
અભિનેતા અર્જુનરામપાલે 1998માં મેહર જેસિયા સાથે લગ્ન કર્યા હતા. તે બંનેની બે દીકરીઓ પણ છે. લગ્નના 20 વર્ષ પછી 2018માં તેમને અલગ થવાનો નિર્ણય કરી લીધો. ત્યારબાદ 2019માં અર્જુન પોતાની ગર્લફ્રેન્ડ વિશેનો પણ ખુલાસો કરતા જણાવ્યું કે તેની ગર્લફ્રેન્ડ ગેબ્રિએલા ડેમેરીટ્સ પ્રેગ્નેન્ટ છે અને તેને જુલાઈ 2019માં એક દીકરાને જન્મ આપ્યો.

8. કલ્કિ કોચલીન:
અભિનેત્રી કલ્કિ કોચલીને 2011માં અનુરાગ કશ્યપ સાથે લગ્ન કર્યા હતા. પરંતુ તેમનું લગ્ન જીવન લાંબુ ચાલ્યું નહીં અને 2013માં બંને અલગ થઇ ગયા ત્યારબાદ કલ્કિને ગાય હર્ષબર્ગનો પ્રેમ મળ્યો અને 2019માં તેને પોતાના પ્રેમની જાહેરાત કરી ઉપરાંત 7 ફેબ્રુઆરી 2020માં રોજ દીકરાને જન્મ પણ આપ્યો.

9. પુલકિત સમ્રાટ:
અભિનેતા પુલકિત સમ્રાટે2014માં શ્વેતા રોહિરા સાથે લગ્ન કર્યા હતા પરંતુ 2015માં તે બંને અલગ થઇ ગયા. પત્ની સાથે અલગ થયા બાદ પુલકિત અભિનેત્રી કૃતિ ખરબંદાને ડેટ કરી રહ્યો છે.

10. કરણ સિંહ ગ્રોવર:
અભિનેતા કરણ સિંહ ગ્રોવરે એક-બે નહીં પરંતુ ત્રણ લગ્ન કર્યા. તેને 2008માં અભિનેત્રી શ્રદ્ધા નિગમ સાથે લગ્ન કર્યા પરંતુ બંને માત્ર 10 મહિનામાં જ અલગ થઇ ગાતા. ત્યારબાદ તેને 2012માં અભિનેત્રી જેનિફર વિંગેટ સાથે લગ્ન કર્યા પરંતુ આ લગ્ન પણ 2 વર્ષ ચાલ્યા અને 2014માં બંને અલગ થઇ ગયા. ત્યારબાદ કરણને બિપાશા બાસુ સાથે પ્રેમ થયો અને 2016માં બંનેએ લગ્ન કરી લીધા.

Niraj Patel