જ્યોતિષ શાસ્ત્ર

તમારા આ અંગોના ફ્ડકવાનો અર્થ છે કે ધન લાભ મળશે, આ 10 વાત જાણી લો જીવનભર કામ લાગશે

સમુદ્ર શાસ્ત્રમાં જણાવવામાં આવ્યું છે કે વ્યક્તિના કોઈ ખાસ અંગના ફડકવાના અલગ અલગ પરિણામો હોય છે. જો કે સ્ત્રી-પુરુષના અંગોના ફ્ડકવાનો સંકેત પણ અલગ અલગ હોય છે. મોટાભાગે માનવામાં આવે છે કે પુરુષોમાં જમણા અંગોનું ફડકવું શુભ હોય છે જ્યારે કોઈ સ્ત્રીના ડાબા અંગોનું ફડકવું શુભ માનવામાં આવે છે. એવામાં આજે તમને જણાવીશું કે ક્યાં ક્યાં અંગોના ફડકવાથી ક્યાં ક્યાં શુભ અને અશુભ ફળ મળે છે.

1. સમુદ્રશાસ્ત્રમાં જણાવવામાં આવ્યું છે કે જો કોઈ વ્યક્તિના બંન્ને ગાલ ફડકે છે તો તેનો અર્થ એ છે કે તમને આવનારા અમુક જ સમયમાં ધનલાભ મળવાનો છે.

Image Source

2. જમણા સોલ્ડરનું ફડકવું એ માનવામાં આવે છે કે તમને આવનારા અમુક જ સમયમાં ધનલાભ મળવાનો છે.

3. જે વ્યક્તિની કાનપટ્ટી ફડકે છે તેને આર્થિક લાભ થવાનો સંકેત મળે છે.

Image Source

4. માથું ફ્ડકવાનો અર્થ એ છે કે તમને સન્માન મળવાનું છે અને તમારા ભૌતિક સુખના સાધનોમાં વૃદ્ધિ થવાની છે.

5. ડાબા સોલ્ડરના ફડકવાનો અર્થ એ છે કે તમને આવનારા અમુક જ સમયમાં મોટી સફળતા મળવાની છે.

6. જો તમારું કપાળ ફડકી રહ્યું છે તો તે ખુબ જ સારો શુભ સંકેત માનવામાં આવે છે. જેનાથી તમને નોકરીમાં ઉન્નતિ કે ધનલાભ મળવાનો છે.

Image Source

7. જમણો પગ ફડકવો પુરુષો માટે સારું માનવામાં નથી આવતું તેનાથી માન-સન્માનમાં હાનિ પહોંચે છે. આ સિવાય ડાબા પગનું ફડકવું સંકેત આપે છે કે તમે કોઈ લાંબી યાત્રા પર જઈ શકો તેમ છો.

8. જમણી આંખ ફ્ડકવાનો અર્થ માનવામાં આવે છે કે વ્યક્તિની મોટી ઈચ્છા પુરી થવાની ખુશખબર મળવાની છે.

Image Source

9. જો કોઈ પુરુષની ડાબી આંખ ફ્ડકવા લાગે છે તો તેઓને સાવધાન રહેવાની જરૂર છે કેમ કે તેનાથી નુકસાન થઇ શકે છે કે પછી કોઈ ખરાબ કે દુઃખદ સમાચાર પણ મળી શકે છે.

Image Source

10. હોંઠનો જમણો ભાગ ફડકવા પર સારું ભોજન મળે છે અને નવા મિત્રો મળવાનો સંકેત મળે છે પણ ડાબી બાજુ હોંઠ ફડકવાથી વાણી પર નિયંત્રણ રાખવું જોઈએ, કેમ કે તે કોઈની સાથે વિવાદ કે મનમુટાવ થવાનો સંકેત આપે છે.

Author: GujjuRocks Team

તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.