હેલ્થ

શિયાળામાં વધારે ખાવ આ 10 વસ્તુઓ અને રહો ઠંડીથી દૂર, શરીરમાં આવી જશે ગરમી આજથી જ ખાવાનું શરૂ કરી દો

શિયાળામાં મોટાભાગે લોકો કેટલીક વસ્તુઓ ખાવાનો ખાસ આગ્રહ રાખતા હોય છે. એવું પણ માનવામાં આવે છે કે શિયાળામાં કેટલીક વસ્તુઓ ખાવી ખુબ જ ગુણાકારી પણ હોય છે પરંતુ ઘણા લોકોને એ વાતની ખબર નથી હોતી કે  શરીરમાં ગરમી ઉત્પન્ન થાય છે અને કઈ વસ્તુ રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે.

Image Source

આજે અમે તમને એવી જ 10 વસ્તુઓ જણાવવા જઈ રહ્યા છીએ જેના દ્વારા  શરીરમાં ગરમીનો સંચાર પેદા થશે અને તમે આ ઠંડી સામે પણ રક્ષણ મેળવી શકશો.

Image Source
  1. કઠોળ:
    શિયાળામાં કઠોળ ખાવા ખુબ જ ગુણકારી છે. કઠોળની અંદર વિટામિન, પ્રોટીન અને ફાયબર ભરપૂર માત્રામાં રહેલા છે જેના કારણે શરીરને ઉર્જા મળે છે.

    Image Source
  2. ખાટ્ટા રસવાળા ફળ:
    આ ઋતુની અંદર ખાટ્ટા રસવાળા ફાળો જેવા કે મોસંબી, નારંગી, લીંબુ, દ્રાક્ષ વગેરે ફળોમાં વિટામિન સી વધારે પ્રમાણમાં હોય છે જે ખાવાથી શરીરમાં રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે.

    Image Source
  3. દાળ:
    બધા પોષકતત્વો રહેલા છે. જે શરીરમાં ઉર્જાનો સંચાર કરે છે માટે દૈનિક આહારમાં શિયાળાની અંદર દાળનો સમાવેશ કરવો શરીર માટે ખુબ જ યોગ્ય છે.

    Image Source
  4. ઈંડા:
    ઈંડાની અંદર વિટામિન એ, બી 12, બી 6, અને વિટામિન ઈ રહેલા છે. એ સિવાય પણ તેની અંદર કેલ્શિયમ, આયરન, પોટેશિયમ અને પ્રોટીન જેવા ગુનો પણ રહેલા છે માટે શિયાળામાં ઈંડા ખાવા પણ ફાયદાકારક છે.

    Image Source
  5. લીલા શાકભાજી:
    શિયાળાની અંદર ભરપૂર પ્રમાણમાં લીલા શાકભાજી ખાવા જોઈએ કારણ કે તેની અંદર પ્રોટીન અને વિટામિન ભરપૂર પ્રમાણમાં રહેલા છે જે શરીર માટે ખુબ જ ગુણકારી છે.

    Image Source
  6. મશરૂમ:
    મશરૂમની અંદરથી વિટામિન ડી મળે છે  માટે શિયાળાની અંદર મશરૂમ ખાવા ખુબ જ ફાયદાકારક છે. તેનાથી શરીરમાં ઘણા જ લાભ થાય છે.

    Image Source
  7. ડ્રાયફ્રુટ:
    ડોક્ટર પણ હંમેશા ડ્રાયફ્રુટ ખાવાની સલાહ આપતા હોય છે. ડ્રાયફ્રૂટની અંદર તમામ પ્રકારના વિટામિન, ફાયબર, પ્રોટીન જેવા અનેક ગુનો રહેલા છે. જે શરીર માટે ખુબ જ ફાયદાકારક છે માટે શિયાળામાં બને તેટલા ડ્રાયફ્રુટ વધારે ખાવા જોઈએ.

    Image Source
  8. બટાકા:
    બટાકા ખવાતી પણ શરીરમાં ગરમી ઉત્પન્ન થાય છે. બટાકાની અંદર વિટામિન બી-6, સી, ફોલેટ અને ફાયબર રહેલા છે જે શરીર માટે ગુણકારી છે.

    Image Source
  9. લસણ:
    શિયાળામાં લસણ ખાવું પણ શરીર માટે ખુબ જ ફાયદાકારક છે. લસણ શરીરમાં ગરમી પણ ઉત્પન્ન કરે છે અને રોગ પ્રતિકારક શક્તિમાં પણ વધારો કરે છે.

    Image Source
  10. આદુ(અદરક):
    આદુ પણ શિયાળામાં ખુબ જ ફાયદાકારક છે. રોજ આદુની ચા પીવાથી અથવા તો ખાવાની અંદર આદુનો વપરાશ કરવો શરીર માટે ફાયદાકારક છે તેનાથી શરીરમાં ગરમી ઉત્પન્ન થાય છે. આદુથી શરદી ખાંસી થવાની પણ સમસ્યા ઓછી રહે છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.
Disclaimer: gujjurocks.in does not guarantee any specific results as a result of the procedures mentioned here and the results may vary from person to person. The topics in these pages including text, graphics, videos and other material contained on this website are for informational purposes only and not to be substituted for professional medical advice.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.