બોલીવુડમાં એવી ઘણી અભિનેત્રીઓ છે જેઓની સુંદરતા વધતી ઉંમરની સાથે વધતી જ જઈ રહી છે. 30-40 ઉંમર પછી પણ તેઓના ચેહરા પર ઉંમરની કોઈ જ અસર દેખાતી નથી અને ચેહરાની રોનક અને નૂર જોઈને લાગે છે કે જાણે તેઓ 25 વર્ષની યુવાન છે. આજે અમે તમને એવીજ અભિનેત્રીઓ વિશે જણાવીશું જેમની વધતી ઉંમરમાં પણ સુંદરતા કાયમ છે.
1. કલ્કિ કોચલીન:
35 વર્ષની કલ્કિએ પોતાના દમદાર અભિનયથી દર્શકોના દિલોમાં ખાસ જગ્યા બનાવી છે. ફિલ્મ દેવ ડી, જિંદગી ન મિલેગી દોબારા, યે જવાની હૈં દીવાની અને ગલી બૉયમાં કલ્કિના અભિનયને ખુબ પસંદ કરવામાં આવ્યું હતું.
2. માધુરી દીક્ષિત:
52 વર્ષની થયેલી ધક-ધક ગર્લ માધુરી દીક્ષિતના દીવાનાઓની કોઈ ખોટ નથી. માધુરી દીક્ષિત આ ઉંમરે પણ આજની યુવાન અભિનેત્રીઓને સુંદરતાની બાબતમાં ટક્કર આપે છે.
3. કરીના કપૂર ખાન:
View this post on Instagram
39 વર્ષની કરીના કપૂરની સુંદરતા આજે પણ લાજવાબ છે. દીકરાં તૈમૂરના જન્મ પછી વજન ઘટાડીને કરીનાએ દરેકને ચોંકાવી દીધા હતા.
4. ઐશ્વર્યા રાઈ બચ્ચન:
45 વર્ષની મિસ વર્લ્ડ ઐશ્વર્યા રાઇને જોતા લાગે છે કે જાણે કે ઉંમર હજી તેના સુધી પહોંચી જ નથી. 1994 થી લઈને આજ સુધી ઐશ્વર્યા રાઈ દરેકના દિલો પર છવાયેલી છે.
5. પ્રિયંકા ચોપરા:
બોલીવુડમાં દેસી ગર્લથી ઓળખાતી મિસ વર્લ્ડ પ્રિયંકા ચોપરાએ પોતાના દમદાર અભિનયથી બોલીવુડમાં જ નહિ પણ હોલીવુડમાં પણ પોતાનું નામ બનાવ્યું છે. પ્રિયંકા 36 વર્ષની થઇ ચુકી છે પણ સુંદરતા યુવાન અભિનેત્રીથી ઓછી નથી.
6. શ્વેતા ત્રિપાઠી:
ફિલ્મ મસાનથી દર્શકોના દિલોમાં ખાસ જગ્યા બનાવનારી શ્વેતા ત્રિપાઠી આજે ફિલ્મી દુનિયાનું એક જાણીતું નામ છે. મિર્જાપુર વેબસીરઝ માટે શ્વેતાના ખુબ વખાણ કરવામાં આવ્યા હતા. શ્વેતાની ઉંમર 34 વર્ષ છે, જો કે તેની સુંદરતા જોઈને તેની ઉંમરનો અંદાજો લગાવવો મુશ્કિલ છે.
7. રેખા:
View this post on Instagram
સદાબહાર અભિનેત્રી રેખા 60 વર્ષની ઉંમર પાર કરવા છતાં પણ રેખાની સુંદરતાના દીવાના માત્ર પુરુષો જ નહિ પણ મહિલાઓ પણ છે. જણાવી દઈએ કે રેખાની ઉંમર 64 વર્ષ છે.
8. શિલ્પા શેટ્ટી:
યોગા કવિન શિલ્પા શેટ્ટી સામાન્ય જનતા માટે પણ એક પ્રેરણા સમાન છે. મહિલાઓ પણ શિલ્પા શેટ્ટીના યોગાનું અનુકરણ કરે છે. 43 વર્ષની શિલ્પા શેટ્ટી ફિટનેસની એક મિસાલ છે.
9. મલાઈકા અરોરા:
View this post on Instagram
Thank u @manishmalhotra05 @mehakoberoi @bhushanbagadiapositives #birthdaygirl👸
45 વર્ષની હોવા છતાં પણ મલાઈકા અરોરા એકદમ સુંદર, યુવાન અને ફિટ છે. મલાઈકાનો 16 વર્ષનો દીકરો પણ છે. મલાઈકા અરોરા યોગા, વ્યાયામ અને પૌષ્ટિક આહાર દ્વારા પોતાને એકદમ ફિટ રાખે છે.
10. સોનમ કપૂર:
સોનમ કપૂર પોતાના પિતા અનિલ કપૂરની જેમ જ ઉંમરને માત આપનારી છે. બોલીવુડની ફેશન ડિવા સોનમ કપૂર 33 વર્ષની થઇ ચુકી છે.