ખબર

સપ્ટેમ્બર મહિનાના પહેલા દિવસે પેટ્રોલ ડીઝલના ભાવને લઈને આવી ખુશ ખબરી, જાણો કેટલો થયો ઘટાડો

પેટ્રોલ અને ડીઝલના વધી રહેલા ભાવ દરેક વ્યક્તિના માટે માથાના દુઃખાવા સમાન છે. પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાના કારણે ટ્રાન્સપોર્ટેશન પણ મોંઘુ બન્યું છે અને તેના કારણે જીવન જરૂરિયાતની વસ્તુઓ પણ મોંઘી થવા લાગી છે. ત્યારે છેલ્લા થોડા સમયથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં નોંધપાત્ર ઘટાડો પણ થતો જોવા મળી રહ્યો છે. આજે સપ્ટેમબર મહિનાની પહેલી જ તારીખે થોડા રાહતના સમાચાર આવ્યા છે.

સપ્ટેમ્બરના પહેલા જ દિવસે સામાન્ય માણસને મોટો ઝાટકો લાગ્યો છે. સરકારી તેલ કંપનીઓએ એકવાર ફરી LPG ગેસ સિલિન્ડરના ભાવ વધારી દીધા છે. દેશની સૌથી મોટી સરકારી તેલ કંપની ઇંડિયન ઓઇલ કોર્પોરેશને સબ્સિડી વગરના 14.2 કિલોગ્રામ ગેસ સિલિન્ડરની કિંમતમાં 25 રૂપિયાનો વધારો કર્યો છે. ત્યાં 19 કિલોગ્રામ કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં  75 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.

વધારા બાદ દિલ્લીમાં 14.2 કિગ્રા વાાળો LPG સિલિન્ડર હવે 884.55 રૂપિયાનો થઇ ગયો છે. જયારે પહેલા તે 859.50 રૂપિયાનો મળી રહ્યો હતો. આ પહેલા 17 ઓગસ્ટના રોજ LPG સિલિન્ડરના ભાવ 25 રૂપિયા વધારવામાં આવ્યા હતા અને તે પહેલા 1 જુલાઇના રોજ LPG સિલિન્ડરના ભાવ 25.50 રૂપિયા વધારવામાં આવ્યા હતા.

સરકારી તેલ કંપનીઓ દર મહિનાના પહેલા દિવસે ગેસ સિલિન્ડરના ભાવમાં બદલાવ કરે છે. વર્ષ 2021ની શરૂઆતમાં એટલે કે જાન્યુઆરી મહિવામાં દિલ્લીમાં રસોઇ ગેસ સિલિન્ડરની કિંમત 694 રૂપિયા હતી. જે હવે વધતા વધતા 884.50 રૂપિયા થઇ ગઇ છે. આવી રીતે 9 મહિનામાં એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં અત્યાર સુધી 190.50 રૂપિયાનો વધારો થઇ ચૂક્યો છે.

14.2 કિલોગ્રામ વાળા LPG સિલિન્ડરના નવા ભાવ

અમદાવાદ : 891.5, મુંબઈ : 884.5, દિલ્હી : 884.5, કોલકાતા : 911, ચેન્નઈ : 900.5, લખનઉ : 922.5, ભોપાલ : 890.5

19 કિલોગ્રામ કોમર્શિયલ ગેસ સિલિન્ડરના નવા ભાવ

દિલ્લી : 1693, કોલકાતા : 1772, મુંબઇ : 1649, ચેન્નાઇ : 1831

ઉલ્લેખનીય છે કે, 1 સપ્ટેમ્બરના રોજથી એટલે કે આજથી કેટલાક નવા નિયમો લાગુ થવા જઇ રહ્યા છે. જેવા કે જીએસટી રિટર્ન, પીએફ યુએએનથી આધાર લિકિંગ, રાજધાની ટ્રેન અને બેંક વ્યવહારો સાથે સંબંધિત છે. તો ચાલો જાણી લઇએ બીજા કયા નવા નિયમો લાગુ થવા જઇ રહ્યા છે.

પંજાબ નેશનલ બેંક સેવિંગ્સ એકાઉન્ટ : આજથી પંજાબ નેશનલ બેંક સેવિંગ એકાઉન્ટના વ્યાજ દરોમાં ઘટાડો થઇ રહ્યો છે. બેંકના જૂના અને નવા ગ્રાહકોને સેવિંગ એકાઉન્ટ પર 2.90% વ્યાજ મળશે. આ પહેલા તે 3 ટકા હતુ.

પૈન આધાર લિંકિંગ : એસબીઆઇ દ્વારા જારી કરવામાં આવેલ નવી નોટિફિકેશન અનુાર બધા ખાતાધારકોએ 30 સપ્ટેમ્બર સુધી પોતાના પૈન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરાવવુ જરૂરી છે. જો ગ્રાહક સમય સીમા સુધી આવું નથી કરતા તો આધાર અને તેના સાથે સંબંધિત સુવિધાઓ નિષ્ક્રિય કરી દેવામા આવશે.

ચેક ક્લિયરન્સ : RBIએ છેલ્લા વર્ષે એક નોટિસ જારી કરી હતી કે તે એક પોઝિટિવ પે સિસ્ટમ શરૂ કરશે જે બેંક ધોખાધડીને રોકવા માટે જારીકર્તાના ડિટેલને સત્યાપિત કરવા માટે એક મૈકેનિજ્મ છે. આ મૈકેનિજ્મ 1 જાન્યુઆરી 2021ના રોજ લાગુ થયુ. આ ઉપરાંત કેંદ્રીય બેંકે અન્ય બેંકોને ચેક ક્લિયર કરતા સમયે આ સિસ્ટમ લાગુ કરવાનો નિર્દેશ આપ્યો.

નવા નિયમ અનુસાર ગ્રાહક 50 હજાર રૂપિયા અને તેનાખી વધારે કે 5 લાખ રૂપિયા કે તેનાથી વધારેનો ચેક જારી કરે છે તેમને ચેક જારી કર્યાા પહેલા બેંકને સૂચિત કરવાનું રહેશે. આવું ન કરવા પર ચેક બાઉન્સ થઇ જશે. હવે આ સિસ્ટમને લાગુ કરવુ અનિવાર્ય થઇ ગયુ છે.

GSTR-1 ફાઇલિંગ ગાઇડલાઇન્સ : ગુડ્સ એન્ડ સર્વિસ ટૈક્સ નેટવર્કે પહેલા સૂચિત કર્યુ હતુ કે સપ્ટેમ્બરથી નિયમમાં બદલાવ થશે. GSTNએ કહ્યુ હત કે GSTR-1 દાખલ કરવામાં પ્રતિબંધનું પ્રાવધાન કરનાર કેંદ્રીય GST નિયમોના નિયમ- 59 (6) 1 સપ્ટેમ્બર 2021થી લાગુ થશે. નવી ગાઇડલાઇન અનુસાર, કોઇ રજિસ્ટર્ડ વ્યક્તિને GSTR-1 ફોર્મ દાખલ કરાવવાની અનુમતિ આપવામાં આવશે. જો તેમણે પૂર્વવર્તી ટૈક્સ અવધિ માટે ફોર્મ GSTR-3B માં રિટર્ન દાખલ નથી કર્યુ.

મારુતિ સુઝુકીની કિંમતમાં વધારો : કંપનીના બધા કાર મોડલ્સની કિંમતો આજથી વધારવામાં આવશે. નિવેદન અનુસાર ભાવમાં વધારો ઇનપુટ ખર્ચમાં વધારો થવાને કારણે કરવામાં આવી રહ્યો છે. કારની કિંમતોમાં વધારો મોડેલ આધારિત રહેશે.

કાર ઇન્સ્યોરન્સના નિયમમાં ફેરફાર : મદ્રાસ હાઈકોર્ટના નિર્ણય મુજબ, 1 સપ્ટેમ્બરથી નવું વાહન વેચવામાં આવશે ત્યારે બમ્પર-ટુ-બમ્પર વીમો લેવો ફરજિયાત રહેશે. આ વીમો 5 વર્ષના સમયગાળા માટે હશે.

રાજેન્દ્રનગર-નવી દિલ્હી રાજધાની એક્સપ્રેસ : રાજેન્દ્રનગર ટર્મિનલ-નવી દિલ્હી રાજધાની એક્સપ્રેસ સ્પેશિયલ ટ્રેન હવે અદ્યતન સુવિધાઓથી સજ્જ તેજસ રેક સાથે દોડશે. પટનાથી દિલ્હીની મુસાફરી મુસાફરો માટે હવે આ ફેરફાર બાદ સુખદ અનુભવ રહેશે.

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડના ભાવમાં ઘટાડો થતા પેટ્રોલ અને ડિઝલની કિંમતમાં ઘટાડો થઈ રહ્યો છે. પેટ્રોલમાં પ્રતિ લીટરે 15 પૈસા જ્યારે ડીઝલમાં 17 પૈસાનો ઘટાડો થયો છે. અમદાવાદમાં પેટ્રોલની કિંમત પ્રતિ લીટરે 98.21 રૂપિયા જ્યારે ડીઝલની કિંમત પ્રતિ લિટરે 95.67 રૂપિયા પર પહોંચી છે.

જયારે એનું શહેરોની વાત કરવામાં આવે તો રાજકોટમાં પેટ્રોલની કિંમત પ્રતિ લીટરે 97.96 રૂપિયા, ડીઝલની કિંમત પ્રતિ લિટરે 95.45, ગાંધીનગરમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 98.42 રૂપિયા, જ્યારે ડીઝલની કિંમત પ્રતિ લિટરે 95.89 રૂપિયા, વડોદરામાં પેટ્રોલની કિંમત પ્રતિ લીટરે 97.86 રૂપિયા, તો ડિઝલની કિંમત પ્રતિ લિટરે 95.33 રૂપિયા, સુરતમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 98.08 રૂપિયા, તો ડિઝલની કિંમત પ્રતિ લિટરે 95.57 રૂપિયા છે.