જ્યોતિષ શાસ્ત્ર

બનવા માંગો છો કરોડપતિ ? તો એક રૂપિયાના સિક્કાનો કરી લો આ ઉપાય, થઇ જશો માલામાલ

જ્યારે સૂર્યાસ્ત થાય ત્યારે ચુપચાપ આ જગ્યા ઉપર રાખી લો 1 રૂપિયાનો સિક્કો, ધનનો વરસાદ થશે ઘરે

આજના સમયમાં મોટાભાગના લોકોની સૌથી પહેલી જરૂરિયાત પૈસા છે. પૈસા કમાવવા માટે ઘણા બધા લોકો તનતોડ મહેનત કરે છે, ઘણાને મહેનતના પરિણામ મળે છે તો ઘણા લોકોને તેમની મહેનતનું યોગ્ય પરિણામ નથી મળતું, ત્યારે તે લોકો કિસ્મતને દોષ પણ આપતા હોય છે. ત્યારે જ્યોતિષ શાસ્ત્રની અંદર ઘણા ઉપાયો બતાવવામાં આવ્યા છે જેના દ્વારા આપણી ખરાબ કિસ્મત દૂર થઇ શકે છે અને આપણે ધનવાન બની શકીએ છીએ.

Image Source

એવો જ એક ઉપાય છે એક રૂપિયાના સિક્કાનો જે તમને કરોડપતિ બનાવી શકે છે. આ ઉપરાંત પણ બીજા ઉપાયો છે જે તમારા ઘરમાં ધનનો વરસાદ કરી દેશે. તમે સૂર્યાસ્ત સમયે સરળતાથી આ ઉપાય કરી શકો છો.  આ ઉપાય કરવાથી ઘરની અંદર પણ સુખ સમૃદ્ધિ વધે છે અને જીવનમાં પણ ધનની પ્રાપ્તિ થાય છે. ચાલો જોઈએ એ ઉપાયો. સૂર્યાસ્ત સમયે ઘરની અંદર તિજોરીમાં એક રૂપિયાનો સિક્કજો ચુપચાપ રાખી લેવો, આમ કરવાથી તિજોરીમાં ધન ભર્યું ભર્યું રહેશે.

Image Source

એવી જ રીતે જેમ સૂર્યોદય સમયે આપણે સૂર્યનારાયણ દેવને જળ અર્પણ કરીએ છીએ તેમ જ સૂર્યાસ્ત સમયે પણ જળ અર્પણ કરવું. આ સાથે જળની અંદર થોડા રાઈના દાણા પણ ઉમેરી લેવા જેના કારણે ઘરની અંદરથી નકારાત્મક ઉર્જા દૂર થઇ જશે. સાંજના સમયે સૂર્ય દેવને જળ ચઢાવ્યા બાદ તેમને અગરબત્તી પણ પ્રગટાવો અને પોતાના મનની ઈચ્છા સૂર્ય દેવ સમક્ષ વ્યક્ત કરો. અગરબત્તીને સૂર્ય દેવ તરફ ફેરવી અને ઘરમાં લાગેલા તુલસી ક્યારા પાસે રાખી દેવી. તેનાથી તમારી બધી જ મનોકામના પૂર્ણ થઇ જશે.

Image Source

સાંજના સમયે સૂર્ય દેવને વિદાય આપતા પહેલા છત અથવા બાલ્કનીની અંદર એક દિપક જરૂર પ્રગટાવજો. આ દિપક સૂર્ય દેવના સન્માનમાં અને તેમનો આભાર વ્યક્ત કરવા માટે પ્રગટાવવામાં આવે છે. જયારે આ વાતની સૂર્ય દેવને ખબર પડશે ત્યારે પોતાનું ધ્યાન તમારા તરફ રાખશે અને તમને તેમની કૃપા પ્રાપ્ત થશે.