1 ઓક્ટોબર 2019નું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ અને કોને થશે ધનલાભ

0

1. મેષ – અ,લ,ઈ (Aries):
આજે કામનો વધારો થશે તો કોઈપણ જાતની ચિંતા કર્યા વગર તમારે દરેક કામ તમારી આગવી સૂઝબૂઝથી પાર પડવાના છે. તમારી કામ કરવાની આવડતથી અમુક લોકોને તમારી ઈર્ષા આવશે. આજે જો કોઈને પૈસા આપવાનું વિચારી રહ્યા છો તો જે તે વ્યક્તિ કેવા કામ માટે એ પૈસાનો ઉપયોગ કરશે એ પણ જાણી લેજો. આજનો દિવસ તમને તમારા જીવનસાથી તરફથી સરપ્રાઈઝ મળી શકે છે આજે સાંજનો સમય પરિવાર સાથે વિતાવો.
શુભ અંક : ૭
શુભ રંગ : ગ્રે
2.વૃષભ – બ,વ,ઉ (Taurus):
તમારા ઉગ્ર સ્વભાવને આજે થોડો અંકુશમાં રાખો. તમારા વાણી અને વર્તનથી કોઈ નજીકના મિત્ર કે સ્વજનને દુઃખ ના પહોચે તેનું ધ્યાન રાખજો. આજે સાંજનો સમય ઘરમાં ઓચિંતા મહેમાનની પધરામણી થશે જેના કારણે તમારો મુડ સારો થઇ જશે જુના દિવસોને યાદ કરીને તમારી સાંજ બની જશે. દિવસના અંતે તમારી કોઈ ભૂલની માફી માંગી લેજો. મન પરનો ભાળ તમે તમારા જીવનસાથી સાથે ઉતારી શકશો. આજની રાત સૌથી સુંદર બની જશે. આજે પરિસ્થિતિ દરરોજ કરતા બગડી શકે છે. ગમે એવી સ્થિતિમાં કોઈપણ પરિવારજનો પર ગુસ્સે ના થતા.
શુભ અંક : ૧
શુભ રંગ : લીલો
3. મિથુન – ક,છ,ઘ (Gemini):
આજે સવારથી તમારું મન વ્યાકુળ રહેશે અને નાની નાની શારીરિક તકલીફ રહેશે. જેના લીધે આજે કોઈપણ કામમાં તમારું મન લાગશે નહિ. નાના બાળકો આજે તમને ખુશ કરી શકશે તો આજે બાળકો સાથે સમય વિતાવો. આજે કોઈપણ ટેસ્ટી અને તીખું તળેલું ખાતા પહેલા તમારા સ્વાસ્થ્યનો વિચાર કરજો. નાની નાની વાતોને લઈને આજે તમારે ગુસ્સે થવાનું નથી નહીતો માથાનો સખત દુખાવો થઇ શકે છે. આજે તમને કોણ તમારી સાચી કેર કરે છે એ તમને ખબર પડશે. જીવનસાથી સાથે ચાલતા અણબનાવનો આજે અંત આવશે.
શુભ અંક : ૫
શુભ રંગ : ગુલાબી
4. કર્ક – ડ,હ (Cancer):
આજે તમારી સામે પૈસા કમાવવા માટેની અનેક તકો ઉભી થશે અને તેમાં તમને તમારો ફાયદો પણ દેખાશે પણ કોઈપણ પ્લાન કે સ્કીમમાં પૈસાનું રોકાણ કરો તે પહેલા તેનાથી ભવિષ્યમાં થવા વાળો ફાયદો અને નુકશાન ધ્યાનમાં રાખજો. પરિવારજનો આજે તમને પૂછ્યા વગર કોઈ નિર્ણય લઇ શકે છે પણ તેમાં નુકશાન જવાના યોગ છે તો તેમના દરેક નિર્ણયમાં ધ્યાન આપો. વડીલોની તબિયત આજે બગડી શકે છે. કોઈ જુના મિત્ર સાથે કોઈ અણબનાવ બન્યો હોય તો તેને મનાવી લો. આજનો દિવસ મિશ્ર લાગણી વાળો રહેશે.
શુભ અંક : ૧
શુભ રંગ : નારંગી
5. સિંહ – મ,ટ (Lio):
આજે જયારે તમે દિવસની શરૂઆત કરો ત્યારે કે પછી નવા કામની શરૂઆત કરો ઈશ્વરને યાદ કરવાનું ભૂલતા નહિ. આજે બહારનું ખાવા પીવામાં ધ્યાન આપજો બને ત્યાં સુધી પ્રયત્ન કરજો કે ઘરનું અને સાદું ભોજન કરી શકો. માથાનો દુખાવો આજે બપોરથી જ રહેશે. આજે ઓફિસમાં પણ તમારું મન બેચેન રહેશે. સાંજના સમયે ફ્રેશ થવા માટે તમારો સમય પરિવાર સાથે વિતાવો, તમારા જીવનસાથી માટે આજે નાનકડી સરપ્રાઈઝ પ્લાન કરો તમે પણ ખુશ રહેશો અને પરિવારમાં દરેક તમારી હાજરીથી ખુશ રહેશે. આજે પૈસા કમાવા માટેનો સારો દિવસ છે પણ તેની સાથે આજે વધારાનો ખર્ચ પણ થઇ શકે એમ છે. તમારા મોજીલા અને રમૂજી સ્વભાવ પર થોડો કંટ્રોલ રાખો.
શુભ અંક : ૭
શુભ રંગ : ગુલાબી
6. કન્યા – પ,ઠ,ણ (Virgo):
આજે તમારા ભવિષ્યને સુરક્ષિત કરવાની એક સુંદર તક તમારી સામે આવશે તો સૌથી પહેલા એ બાબતની સંપૂર્ણ ચકાસણી કરો અને રોકાણ કરો. રોકાણ કરતા પહેલા તમારા વડીલો અને ઉપરી અધિકારી મિત્રોની સલાહ અચૂક લેજો. આજે સ્વાસ્થ્ય પ્રત્યે સાવધાન રહેશો તો કોઈપણ પ્રકારની તકલીફ થશે નહિ. લગ્નઈચ્છુક મિત્રોની મુલાકાત આજે એક પ્રેમાળ વ્યક્તિ સાથે થશે તો તેને ઈમ્પ્રેસ કરવા માટે કોઈપણ જાતનો વધારે પડતો દેખાડો કરશો નહિ તમારો સ્વભાવ જ તમારી ઇમ્પ્રેશન જમાવશે. આજે કોઈ ખુશીના સમાચાર પણ મળવાની શક્યતાઓ રહેલી છે. પરિવાર સાથે એ ખુશીને વહેચો, આજનો પૂરો દિવસ આનંદમાં વ્યતીત થશે.
શુભ અંક : ૫
શુભ રંગ : કાળો
7. તુલા – ર,ત (Libra):
આજે તમારી મુલાકાત કોઈ મહત્વના વ્યક્તિ સાથે થશે જેનાથી તમને ભવિષ્યમાં અનેક લાભ મળશે. આજે કોઈપણ વ્યક્તિ સાથે વાત કરતા વાણી અને વર્તન પર કાબુ નહિ રાખો તો તમારે પસ્તાવાનો વારો આવી શકે છે. રોકાણ કરવા માટે આજનો દિવસ યોગ્ય નથી. આજે કોઈને ઉછીના પૈસા આપવા નહિ. પરિવારમાં કોઈની તબિયત બગાડવાની સંભાવના છે. આજે કોઈ મહત્વની વસ્તુ ખોવાઈ જવાના પણ યોગ છે તો દરેક વસ્તુ ધ્યાનથી સંભાળીને રાખો નહિ તો ભવિષ્યમાં તકલીફ થશે.
શુભ અંક : ૭
શુભ રંગ : લીલો
8. વૃશ્ચિક – ન,ય(Scorpio):
કોઈપણ મહત્વના નિર્ણય કરતા પહેલા તમારા ઉપરી અધિકારી અને વડીલોની સલાહ લેવાનું રાખજો. આજે બહુ ઉત્સાહમાં આવીને કોઈ નિર્ણય કરવાનો નથી. જો ભવિષ્યમાં તમે સારો ફાયદો મેળવવા માંગો છો તો તમારે તેની માટે આજથી જ શરૂઆત કરવાની છે બચત કરવા માટેની. સંતાનો પર્ત્યે બેદરકાર રહેશો નહિ. જીવનસાથી આજે તમારી સાંજ બનાવી દેશે, કોઈ સરપ્રાઈઝ મળવાની શક્યતા છે.
શુભ અંક : ૯
શુભ રંગ : કાળો
9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius):
લોકો ઉપર બહુ જલદી ભરોસો ના કરવાના સ્વભાવના કારણે તમને મુશ્કેલી થશે. તમારા જીવનસાથી તરફથી જોઈતો સહયોગ નહિ મળે. મિત્રો સાથે તમારી મુશ્કેલીઓ શેર કરો ત્યારે ભૂલથી તમારી કોઈ ખાનગી વાત જાહેર ના થાય તેની તકેદારી રાખજો. ઓફિસમાં આજે તમે આપેલી સલાહથી તમારા ઉપરી અધિકારી ખુશ થશે અને તમને અનેક નવા પ્રોજેક્ટ મળી શકશે. આજે તમને કોણ તમારી સાચી કેર કરે છે એ તમને ખબર પડશે. જીવનસાથી સાથે ચાલતા અણબનાવનો આજે અંત આવશે.
શુભ અંક : ૮
શુભ રંગ : વાદળી
10. મકર – જ, ખ (Capricorn):
તમારા હાથ નીચે કામ કરતા વ્યક્તિ સાથે થયેલી નાની વાત બહુ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી શકે છે. આજે ફ્રેશ થવા અને ચિંતામુક્ત થવા માટે પુરા પરિવાર સાથે ક્યાંક ફરવા જઈ શકો છો. તો બહુ ચિંતા કરશો નહિ અને આગળ વધતા રહો. આજે તમારે ખર્ચ પર કાબુ રાખવાની જરૂરત છે ખરીદી કરવા જાવ ત્યારે વધારાની અને બિનજરૂરી વસ્તુઓ ના લેવાઈ જાય તેનું ધ્યાન રાખજો. આજે અમુક જુના સંબંધો તાજા થશે અને માતા પિતા તરફથી સારા સમાચાર મળશે.
શુભ અંક : ૩
શુભ રંગ : લાલ
11. કુંભ – ગ,શ,સ(Aquarius):
જો તમે તમારી ઓફીસ કે કાર્યસત્તા પર વિશિષ્ઠ સ્થાન પર છો તો તમારાથી કોઈ ભૂલ ના થઇ જાય એની તકેદારી રાખજો, તમારા હાથ નીચે કામ કરતા વ્યક્તિ સાથે થયેલી નાની વાત બહુ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી શકે છે. આજે ફ્રેશ થવા અને ચિંતામુક્ત થવા માટે પુરા પરિવાર સાથે ક્યાંક ફરવા જઈ શકો છો. તો બહુ ચિંતા કરશો નહિ અને આગળ વધતા રહો. કોઈપણ નાણાકીય નિર્ણય ઉતાવળે લેવાના નથી બે થી ત્રણવાર દરેક વિગતો ચકાશો અને પછી જ કોઈ નિર્ણય પર આવો. આજે તમારે ખર્ચ પર કાબુ રાખવાની જરૂરત છે ખરીદી કરવા જાવ ત્યારે વધારાની અને બિનજરૂરી વસ્તુઓ ના લેવાઈ જાય તેનું ધ્યાન રાખજો.
શુભ અંક : ૯
શુભ રંગ : નારંગી
12. મીન – દ,ચ,જ,થ(Pisces):
આજે વધારાનો ખર્ચ થશે તમારે તમારા પર કંટ્રોલ કરવાની જરૂરત છે. આજે તમે ધારી નહિ હોય એવી સફળતા મળશે. આજે પરિવાર સાથે સારો સમય વિતાવી શકશે. આજે કોઈપણ પ્રકારનું ટેન્શન લેવાનું નથી. આજે તમારી આસપાસ કોઈ વિવાદ થઇ શકે છે, તમારી વાણી અને વર્તન પર કાબુ કરો. જીવનસાથીને આજે તમે સારી રીતે જાણી શકશો. આજે કોઈ કુંવારા અને લગ્ન કરવા ઈચ્છાતા વ્યક્તિને પ્રેમના અને લગ્નના પ્રપોઝલ મળશે. આજે તમારા પૈસા તમારે બચાવવાના છે નાહકના ખર્ચ અને વધારાના ખર્ચ પર કાબુ કરો.
શુભ અંક : ૧
શુભ રંગ : લાલ

આજે જે મિત્રોનો જન્મ દિવસ છે તેમની માટે ખાસ.

જે મિત્રોનો આજે જન્મદિવસ છે તેમને પહેલા તો ઘણીબધી શુભેચ્છાઓ, ઈશ્વર તમારી દરેક ઈચ્છા પૂર્ણ કરવાની તમને શક્તિ આપે એવા આશીર્વાદ. હવે વાંચો આજથી તમારે આ વર્ષે શું કરવાનું છે અને શું નથી કરવાનું કઈ વાતોનું ધ્યાન રાખશો કે જેથી આ આખું વર્ષ તમારું સુખદ બની શકે.

સ્વાસ્થ્ય – બહુ લાંબી મુસાફરી અને એમાં પણ ટ્રેનમાં મુસાફરીને ટાળવી. મુસાફરીના થાકને કારણે તમને નાની મોટી તકલીફ થઇ શકે છે. મુસાફરી કરવાની આવે તો યોગ્ય દવાઓ અને બધો સમાન સાચવી રાખજો. ચોરીના કારણે નુકશાન થવાની સંભાવના છે.

નોકરી-ધંધો – પૈસા રોકાણ માટેની પણ ઘણી તક મળશે પણ તેમાં નફો અને નુકશાન બંને બાબતોની યોગ્ય ચકાસણી કરીને આગળ વધજો. કોઈપણ રોકાણ કરતા પહેલા તમારા વડીલોની અને ઉપરી અધિકારી જેને એ કામનો અનુભવ છે તેની સલાહ જરૂર લેજો. જો તમે ઈચ્છો છો કે ઓફિસમાં બધા તમારાથી ખુશ રહે અને તમારું દરેક કામ સરળતાથી થાય તો તમારે દરેક મિત્રોને સાચવવા પડશે ભૂલથી પણ કોઈનું અપમાન કે મનદુઃખ ના થાય એની તકેદારી રાખજો.

કૌટુંબિક-પારિવારિક – વર્ષનો અંતિમ ભાગ તમારા માટે શુભ સાબિત થશે. ઘરમાં નાનકડી પૂજા તમને અને તમારા પરિવારજનોને વધુ નજીક લાવશે જો લાંબા સમયથી કોઈ સાથે બોલચાલ બંધ હોય તો આ વર્ષે સામે ચાલીને માફી માંગી લેવી અને સંબંધો સુધારી લેવા.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here