જ્યોતિષ શાસ્ત્ર

રાશિફળ 1 ઓક્ટોબર : માતાજીની કૃપાથી આ 6 રાશિઓના જીવનમાં થશે ખુશીઓનું આગમન

1. મેષ – અ, લ ,ઈ (Aries):
આ રાશિના જાતકો માટે આજનો દિવસ મધ્યમ ફળદાયી રહેશે. આવકમાં વધારો થવાથી મનમાં ખુશી થશે. જમીન-મકાનથી જોડાયેલા મામલામાં સફળતા મળશે. સ્વાસ્થ્ય સારું રહેવાને કારણે કામમાં સફળતા મળશે.
ભાગ્યનો સિતારો આજે મજબૂત રહેશે. આજના દિવસે તમે ઓછી મહેનતમાં કામ જલ્દી પૂરું કરી શકશો. પરિણીત લોકોના ગૃહસ્થ જીવનમાં આજે તણાવ જોવા મળશે. પ્રેમી પંખીડા આજનો દિવસ રોમેન્ટિક અંદાજમાં વિતાવશે.

2.વૃષભ – બ, વ, ઉ (Taurus):
આ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે. આજના દિવસે તમે કામ પર પૂરું ધ્યાન આપશો જેથી તમને સારા પરિણામ જોવા મળશે. સ્વાસ્થ્યમાં ઉતાર-ચડાવ આવશે. પ્રેમી પંખીડા માટે આજનો દિવસ સામાન્ય રહેશે. પરણિત લોકોના ગૃહસ્થ જીવનમાં આજે તણાવ આવી શકે છે. આજના દિવસે મનમાં ધાર્મિક વિચાર આવશે.

3. મિથુન – ક, છ, ઘ (Gemini):
આ રાશિના જાતકો માટે આજનો દિવસ મધ્યમફળદાયી રહેશે. આજના દિવસે ક્યાંય મુસાફરી થઇ શકે છે. પરિણીત લોકોના ગૃહસ્થ જીવનમાં તણાવ ઓછું થશે. આજના દિવસે પરિણીત લોકો એકબીજાને સમજવાથી લગ્નજીવનમાં ખુશી આવશે. પ્રેમી પંખીડા માટે આજનો દિવસ સારો રહેશે. આજે કોઈ વાતને લઈને ઝઘડો થઇ શકે છે તેથી સાવચેતી રાખો. સ્વાસ્થ્ય સારું રહેશે.

4. કર્ક – ડ, હ (Cancer):
આ રાશિના જાતકો માટે આજનો દિવસ ઉતાર-ચડાવથી ભરપૂર રહેશે. સ્વાસ્થ્ય કથળી શકે છે. આજના દિવસે ખોટ થવાની શક્યતા હોય કોઈ મોટું કામ હાથમાં ના લો. કામને લઈને દિવસ મજબૂત રહેશે. પરિણીત લોકોનું ગૃહસ્થ જીવન સામાન્ય રહેશે. પ્રેમીપંખીડાંમાં આજના દિવસે કોઈ ગેરસમજ ઉભી થઇ શકે છે.

5. સિંહ – મ, ટ (Leo):
આ રાશિના જાતકો માટે આજનો દિવસ સામાન્ય રહેશે. ધંધામાં લાભ થઇ શકે છે. પરિણીત લોકોનું ગૃહસ્થ જીવન ઘણું રોમેન્ટિક રહેશે. આજનો દિવસ ખુશીથી વીતશે. પ્રેમી પંખીડા માટે આજનો દિવસ સારો રહેશે. તમારા પ્રિય વ્યક્તિ સાથે ક્યાંક ફરવા જઈ શકો છો. આ રાશિના જાતકોનું સ્વાસ્થ્ય સારું રહેશે. સરકાર તરફથી તમને કોઈ લાભ થઇ શકે છે.

6. કન્યા – પ, ઠ, ણ (Virgo):
આ રાશિના જાતકો માટે આજનો દિવસ મધ્યમ ફળદાયી રહેશે. કોઈ કારણ વગર બીજાના ઝઘડામાંના પડો. અન્યથા મુશ્કેલી આવી શકે છે. વિરોધીઓથી સાવધાન રહો. ખર્ચમાં વધારો થઇ શકે છે. આવક સામાન્ય રહેશે. પરિણીત લોકોના ગૃહસ્થ જીવન માટે આજનો દિવસ થોડો નબળો રહેશે જેથી સાવધાની રાખો. પ્રેમી પંખીડા માટે આજનો દિવસ સારો રહેશે. આજના દિવસે તમારા પ્રિય વ્યક્તિને લગ્ન માટે મનાવી શકો છો. કામને લઈને કરેલી મહેનતમાં સફળતા મળશે.

7. તુલા – ર, ત (Libra):
આ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે. પ્રેમી પંખીડા માટે આજનનો દીવસ ઘણો ક્રિએટિવ અને પ્રેમ ભર્યો રહેશે. જેનાથી તમારું પ્રિય વ્યક્તિ ખુશ થઇ જશે. પરણિત લોકોના ગૃહસ્થ જીવન માટે દિવસ સામાન્ય રહેશે. ધંધામાં ઉત્તમ તક મળશે. પ્રોપટીથી સંબંધિત મામલામાં સફળતા મળશે. કામને લઈને આજનો દિવસ સારો રહેશે.આજના દિવસે તમારા કોઈ જુના અથવા અટકેલા કામ પુરા થશે.

8. વૃશ્ચિક – ન, ય (Scorpio):
આ રાશિના આજનો દિવસ સારો રહેશે. ઘર-પરિવાર પર ધ્યાન આપશો. તમારી માતા સાથે આજના દિવસે તમને વિશેષ લગાવ રહેશે. કામને લઈને દિવસ સારો રહેશે. પરંતુ આજુ બાજુ ધ્યાન હોવાને કારણે કામ પર ઓછું ધ્યાન આપશો. જેનાથી કોઈ સમસ્યા થઇ શકે છે. પરિણીત લોકોના ગૃહસ્થ જીવન માટે આજનો દિવસ મધ્યમ ફળદાયી રહેશે. પ્રેમી પંખીડા માટે આજનો દિવસ સામાન્ય છે.

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius):
આ રાશિના જાતકો માટે આજનો દિવસ મધ્યમ રહેશે. મિત્રો સાથે પાર્ટી કરી શકો છો. પરિણીત લોકોના ગૃહસ્થ જીવન માટે આજનો દિવસ સારો છે. પ્રેમી પંખીડા આજના દિવસે તેના સંબંધને મજબૂત કરશે. આજના દિવસે આ રાશિના જાતકો પૈકી ઘણા લોકોના લગ્ન અંગે પણ વાતચિત થઇ શકે છે. ભાગ્ય પ્રબળ હોવાને કારણે કામમાં સફળતા મળશે.

10. મકર – જ, ખ (Capricorn):
આ રાશિના જાતકો માટે આજનો દિવસ મધ્યમ ફળદાયી રહેશે. પૈસાની આવક થશે. આર્થિક સ્થિતિ સારી રહેશે. હળવા ખર્ચ પણ થઇ શકે છે. ધાર્મિક કાર્યમાં મન લાગશે. જમીન સાથે જોડાયેલા મામલામાં સફળતા મળશે. કામને લઈને દિવસ સારો રહેશે. ભાગ્યની પ્રબળતાને કારણે કામમાં કરેલી મહેનત સફળ થશે. પરિણીત લોકોનું ગૃહસ્થ જીવન સામાન્ય રહેશે. પ્રેમી પંખીડા માટે આજનો દિવસ નિરાશાથી ભરેલો રહેશે.

11. કુંભ – ગ, શ, સ (Aquarius):
આ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે. આજના દિવસે સ્વાસ્થ્ય મજબૂત રહેશે. કામમાં સફળતા મળવાથી મનમાં ખુશી થશે. પરિણીત લોકોના ગૃહસ્થ જીવનમાં પ્રેમ વધશે. એક બીજાના પ્રેમને મહેસુસ કરશો. પ્રેમી પંખીડા માટે આજનો દિવસ સારો રહેશે. કામને લઈને આજે તમારે વધારે સાવધાની રાખવી પડશે.

12. મીન – દ, ચ, જ, થ (Pisces):

આ રાશિના જાતકો માટે આજનો દિવસ મધ્યમ રહેશે. કોઈ કારણ વગર ચિંતા કરવાથી તણાવ વધશે. કામને લઈને દિવસ સારો રહેશે. લોકો આજના દિવસે તમારી તારીફ કરશે. આવકમાં વધારો થશે. પરણિત લોકોનું જીવન ખુશીથી ભરપૂર રહેશે. પ્રેમી પંખીડા માટે આજનો દિવસ સામાન્ય રહેશે. આજના દિવસે સાવધાની રાખવી જરૂરી છે કારણે તમારું પ્રિય વ્યક્તિ કોઈ વાતને લઈને ગુસ્સો કરી શકે છે.