હેલ્થ

કામની ટિપ્સ: રોજ કરો આમાથી કોઈ 1 કામ, થોડાક મહિનામાં જ તમારું વજન ચોક્કસ ઘટી જશે

ભાગદોડ ભર્યા જીવનમાં આપણી પાસે સમય જ નથી હોતો કે આપણે આપણા સ્વાસ્થ્ય પર અને ભોજન પર ધ્યાન આપીએ, જેના પરિણામે આપણને અનેક સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ થવા લાગે છે. સૌથી વધુ જે સમસ્યા ઉભી થાય છે એ છે મેદસ્વીતા, વધતું વજન…

Image Source

હાલના સમયમાં મોટાભાગના લોકો વધતું વજન અને મેદસ્વિતાને કારણે ઘણા જ પરેશાન રહેતા હોય છે. મેદસ્વીતા કે વધતું વજન આપણા બધા જ માટે એક મોટી સમસ્યા બની ચૂક્યું છે. એક સંશોધન અનુસાર, દુનિયામાં દર 10માંથી 4 લોકો આ સમસ્યાથી ઝૂઝી રહયા છે. ત્યારે લોકો મોટાપા એટલે કે મેદસ્વીપણાથયુ છુટકારો મેળવવા માટે અસરત કરવાનું, ડાયેટ કરવાનું કે જિમ જવાનું વિચારે તો છે, પરંતુ સમયના અભાવે તેઓ આમાંથી કશું પણ સફળતા પૂર્વક કરી શકતા નથી.

જો તમે વજન ઘટાડવા માટે ઘણા દિવસોથી મહેનત કરી રહ્યા છો તો હવે વધુ મહેનત કરવાની જરૂર નથી. ફક્ત તમારા માટે 5 મિનિટનો સમય આપો અને તમારૂ 5 કિલો સુધી વજન ઓછું કરો.

Image Source

વજન ઘટાડવા માટે 40-55 મિનિટનો સમય

વજન ઘટાડવા માટે તમારે દિવસમાં માત્ર 40-55 મિનિટ આપવાની જરૂર છે. આ આર્ટીકલમાં એક નહીં, બે નહીં, ત્રણ નહી પણ ચાર ઉપાયો આપવામાં આવ્યા છે અને તેમાંથી તમે માત્ર કોઈ એક રીત અજમાવશો તો તમારું વજન એક મહિનામાં જ 3-5 કિલો સુધી વજન ઘટાડી શકાય છે જો પ્રોપર ફોલો થાય તો.

1. મોટેથી હસવાનું રાખો:

Image Source

વજન ઘટાડવાનું સૌથી સરળ અને અસરકારક રીત છે મોટે મોટેથી હસવાનું. એક મહિના સુધી રોજ સવારે સતત 15-20 મિનિટ સુધી હસવાથી શરીરમાં ઘણા ફાયદા થાય છે.

કારણ- જોર જોરથી હસવાથી પણ તમારું પેટ કપાલભાતી કરે છે. આમ કરવાથી જે લાભ કપાલભાતીથી થાય છે તે જ લાભ 15-20 મિનિટ સુધી જોર જોરથી હસવાથી પણ થાય છે. આનાથી વજન પણ ઓછું થાય છે પેટની આસપાસની ચરબી પણ ઓછી થાય છે.

2. ઝડપથી ચાલવું:

Image Source

સવારે ઉઠીને ઝડપથી 40 મિનિટ માટે ઝડપથી ચાલવું. માત્ર અને માત્ર 30-40 મિનિટ જ ચાલવું. કેમ કે સ્પીડમાં વધારે ચાલવાથી શ્વાસ ચડી જશે. એટ્લે માત્ર 30-40 મિનિટ સુધી જ ચાલવું અને તે પણ તમારી સંપૂર્ણ શક્તિ લગાવીને. એક મહિના સુધી આમ કરો. 5 થી 7 કિલો સુધી વજન ઓછું થશે.

કારણ- દોડવાથી મેટાબોલિઝમ તીવ્ર થાય છે જેનાથી પાચનશક્તિ વધતી જાય છે અને ખોરાક ઝડપથી પચી જાય છે. સાથે સાથે શરીરની કેલરી પણ બળે છે.

3. પગથિયાં ચડો ઊતરો:

Image Source

જો તમે હસી નથી શકતા કે ઝડપથી ચાલી પણ નથી શકતા તો તમારે 15 મિનિટ માટે પગથીયાની ચડ ઉતર કરવી. 15 મિનિટમાં તમે આરામથી 60 કે 80 વખત સીડી ચડી ઉતરી શકો છો. તેનાથી તમે તે જ લાભ મેળવશો જે તમને ચાલવાથી મળશે.

4. પાણી પીવો:

Image Source

જો ઉપર આપેલ કોઈ કામ કરવા માટે તમે નિષ્ફળ છો તો સમગ્ર દિવસમાં કુલ 5 મોટા ગ્લાસ પાણી પીવો. એક ગ્લાસ સવારે ઉઠીને, એક-એક ગ્લાસ બ્રેકફાસ્ટ, લંચ અને ડિનર પહેલા અને એક ગ્લાસ સાંજના સમયે. આમ કરવાથી તમે ઓછી માત્રામાં જમવાનું જમી શકશો અને તમારું શરીર પણ સંપૂર્ણ રીતે ડિટોક્સ થશે. તેનાથી એક મહિનામાં તમારું વજન પણ ઓછું થવાના ચાન્સ છે અને ચહેરા પર પણ નિખાર આવશે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.