અજબગજબ

1 કિલો દૂધી ખરીદીને લાવ્યા હતા, રાત્રે 1.5 કિલોની થઇ ગઈ, પત્નીએ બૂમો પાડી ‘ભૂત-ભૂત’ જાણો આખો મામલો…

રાત્રે ઘરના ફ્રીજમાં દૂધી કાપીને મૂકી હોય અને સવારે અચાનક જ ફ્રીજ ખોલીને જુઓને તમને એ દૂધી વધી ગયેલી જોવા મળે તો તમને કેવું લાગશે. ડરના કારણે સ્થિતિ ખરાબ થઇ જશે. આવી જ એક સત્ય ઘટના સામે આવી છે.

Image Source

આ વાત સાંભળવામાં થોડી અટપટી છે પણ આવી ઘટના હાઇકોર્ટના એક વકીલના ઘરે જોવા મળી હતી. પટના હાઇકોર્ટના વકીલ તેમના પત્નીના કહેવા પ્રમાણે ઘરે દૂધી લઇને ગયા હતા, જેમાંથી એમની પત્નીએ અડધી દૂધીનું શાક બનાવ્યું અને અડધી દૂધી ફ્રિજમાં મૂકી દીધી હતી. બીજા દિવસે સવારે જયારે તેમને ફ્રિજ ખોલીને જોયું દૂધી મોટી થઇ ગઈ હતી, જેનાથી ડરીને વકીલના પત્નીએ બૂમાબૂમ કરી મૂકી. તેમની બૂમાબૂમ સાંભળીને વકીલ અને પડોશીઓ પણ ભડકી ગયા. અને ભેગા થઇ ગયા.

વકીલના પત્ની તેમના પર ગુસ્સે થયા અને કહ્યું કે ભૂતિયા દૂધી કયાંથી લઇને આવ્યા. તેમને કહ્યું કે ઘરમાં દૂધી દ્વારા ભૂતનો પડછાયો આવી ગયો છે, તેથી તેઓ આ ઘરમાં રહેવાના નથી. પત્નીની સાથે સાથે વકીલ પણ એ વાતથી હેરાન હતા કે આખરે આવું કંઇ રીતે થઇ ગયું.

પાડોશીએ કર્યો વાતનો ખુલાસો –

વકીલ અને તેમના પત્નીની ચીસ સાંભળીને આસપાસના લોકો ભેગા થઇ ગયા. પાડોશીઓમાંથી એક વ્યક્તિએ કહ્યું કે મોટાભાગે દુકાનદાર શાકભાજીની સાઇઝ વધારવા માટે ઇન્જેકશનનો ઉપયોગ કરે છે. પાડોશીઓએ કહ્યું કે એક ઇન્જેકશનના લીધે દૂધીની સાઇઝ વધી ગઇ. તેથી સવારે દૂધી દોઢ કિલોની થઇ ગઈ હતી.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks