1 જૂન 2019નું રાશિફળ : જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ અને કોને થશે ધનલાભ

0

1. મેષ – અ,લ,ઈ (Aries):
પૈસા સંબંધિત કોઈ વાતમાં આજે તમારી સાથે વિશ્વાસઘાત થઇ શકે છે. લોટરી, શરતી સ્કીમો અને શેર કોમોડિટી સાથે જોડાયેલ મિત્રોને આર્થિક નુકશાન થઇ શકે છે. પારિવારિક જીવન થોડું ડામાડોળ રહેશે. પરિવારમાં સંપ લાવવા તમારે જ મહેનત કરવી પડશે. પિતા તરફથી તમને સંપૂર્ણ સહકાર મળશે. પ્રેમીઓ માટે આજનો દિવસ સારો છે, પ્રિયજન સાથે સારો સમય વ્યતીત કરી શકશો. સ્વાસ્થ્ય સારું રહેશે, લાંબા સમયથી ચાલી રહેલ બીમારીમાં રાહત મળશે. નોરકી કરતા મિત્રોને પ્રમોશન મળવાના યોગ છે. વિદ્યાર્થીઓને પરીક્ષામાં સફળતા મળશે. વેપારી મિત્રોને ધનલાભ થશે. પૈસા કમાવવા માટે સમય વધુ અનુકુળ થશે, આવકમાં વધારો થશે.
2.વૃષભ – બ,વ,ઉ (Taurus):
આજે સાધન સંપત્તિ ખરીદવા માટે સારો યોગ છે, જમીન કે મકાન ખરીદશો તો ફાયદો થશે. જૂનું દેવું પૂરું કરી શકશો. પારિવારિક જીવન આજે મિશ્રફળદાયી રહેશે. પરિવાર સાથે યાત્રા કરવા જઈ શકશો, અથવા માતા પિતાને તીર્થ સ્થળના દર્શન કરવા મોકલી શકશો. દાંપત્યજીવન માટે સમય અનુકુળ છે. નજીકના મિત્ર કે સંબંધીઓ સાથે વિવાદ ચાલી રહેલ છે તો આજે સમજુતી કરી લેવી. સ્વાસ્થ્ય આજે સારું રહેશે. સાંજના સમયે સાંધામાં દુઃખાવો થઇ શકે છે. નોકરી કરતા મિત્રોને નોકરીને કારણે પરિવારથી દૂર જવાનું બની શકે છે. આર્થિક દ્રષ્ટિએ સારો દિવસ છે, વેપારી મિત્રોને ધનલાભ થશે.
શુભ અંક : ૧ શુભ રંગ : આસમાની

3. મિથુન – ક,છ,ઘ (Gemini):
આજનો દિવસ તમારો ખુશીઓથી ભરપુર રહેશે. આજે તમારા પરિવાર તરફથી તમને સારા સમાચાર મળશે. આજે તમને મળતી દરેક વ્યક્તિ સાથે હસતા હસતા વાત કરો તમારા દરેક કામ આસાનીથી પાર પડી જશે. આજે તમને બીજા ઘણાં વિચારો આવશે જેને તમે તમારા ભવિષ્ય માટે અમલમાં મૂકી શકો છો. આજે તમે કોઈને પ્રેમનો પ્રસ્તાવ આપવા માંગતા હોવ તો સારો સમય છે તમને રીપ્લાય પોઝીટીવ જ મળશે. જુના મિત્રો સાથે સંપર્ક કરો અને તમારી ખુશીમાં એમને પણ સામેલ કરો. આજે જીવનસાથી સાથે વિતાવેલ સમય તમારા લગ્નના સમયની યાદ અપાવશે.
શુભ અંક : ૫ શુભ રંગ : આસમાની

4. કર્ક – ડ,હ (Cancer):
પ્રોપર્ટી સાથે જોડાયેલ અમુક સ્કીમમાં પૈસા ઇન્વેસ્ટ કરી શકો છો, તમને ધનલાભ થશે. પરિવારમાં ખુશીઓ જળવાઈ રહેશે. નવી ઊર્જા અને શક્તિ તમને મહેસુસ થશે. આજે વિદ્યાર્થી મિત્રોએ તેમના ખરાબ અને ખોટી સંગત વાળા મિત્રોથી દૂર રહેવાની જરૂરત છે. કોઈપણ નિર્ણય કરતા પહેલા જે તે વિષયે સંપૂર્ણ જાણકારી લેવી અને ભવિષ્યમાં તેનાથી થવાવાળા ફાયદા અને નુકશાનની ચકાસણી કરવી. નોકરી કરતા મિત્રોને વધારાની આવક વધારવા માટેના અનેક રસ્તાઓ મળશે. અમુક મોટી નામના વાળા વ્યક્તિ સાથે મુલાકાત તમને ભવિષ્યમાં ફાયદો અપાવશે. પ્રેમીઓ માટે પણ સારો દિવસ છે સાંજનો સમય એકબીજા સાથે વિતાવી શકશો.
શુભ અંક : ૮ શુભ રંગ : લીલો

5. સિંહ – મ,ટ (Lio):
કોઈપણ નાણાકીય નિર્ણય ઉતાવળે લેવાના નથી બે થી ત્રણવાર દરેક વિગતો ચકાશો અને પછી જ કોઈ નિર્ણય પર આવો. આજે તમારે ખર્ચ પર કાબુ રાખવાની જરૂરત છે ખરીદી કરવા જાવ ત્યારે વધારાની અને બિનજરૂરી વસ્તુઓ ના લેવાઈ જાય તેનું ધય્ન રાખજો. જો તમે તમારી ઓફીસ કે કાર્યસત્તા પર વિશિષ્ઠ સ્થાન પર છો તો તમારાથી કોઈ ભૂલ ના થઇ જાય એની તકેદારી રાખજો, તમારા હાથ નીચે કામ કરતા વ્યક્તિ સાથે થયેલી નાની વાત બહુ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી શકે છે. આજે ફ્રેશ થવા અને ચિંતામુક્ત થવા માટે પુરા પરિવાર સાથે ક્યાંક ફરવા જઈ શકો છો. તો બહુ ચિંતા કરશો નહિ અને આગળ વધતા રહો.
શુભ અંક : ૭ શુભ રંગ : લીલો

6. કન્યા – પ,ઠ,ણ (Virgo):
વધારાના પૈસા કમાવવા માટે અનેક સોર્સ મળશે. તમારી સાથે કામ કરી રહેલ મિત્રો તરફથી તમેન સંપૂર્ણ સહકાર મળશે. સંતાન સંબંધિત ચિંતા વધી શકે છે. તમારી વાત આજે તેઓ સમજી શકશે નહિ, યોગ્ય સમયની રાહ જુઓ અને પછી શાંત મને તેમને સમજાવો. કફ અને ઉધરસ જેવી તકલીફ આજે તમને હેરાન કરશે. ઉપરી અધિકારી અથવા બોસ તમારા કામથી ખુશ હશે. જીવનસાથીની બધી ઈચ્છાઓ પૂર્ણ કરી શકશો. કોઈપણ અજાણ્યા કે જાણીતા મિત્રોના વાદ વિવાદમાં પડશો નહિ. તમારે તમારા ખર્ચ પર કાબુ કરવાની જરૂરત છે.
શુભ અંક : ૯ શુભ રંગ : જાંબલી

7. તુલા – ર,ત (Libra):
આજે તમારે અલગ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડશે પણ તમારે એવી પરિસ્થતિમાં ઉગ્ર થવાનું નથી ખૂબ ધીરજ અને સમજદારીથી એ સમસ્યાને સુલાજાવવાની છે. તમારો મિલનસાર સ્વભાવ આજે તમને વધુ તકલીફ આપશે. બધા વ્યક્તિઓ એકસરખા નથી હોતા કોઈપણ વ્યક્તિને તમારી અંગત વાતો જણાવતા પહેલા એ વ્યક્તિ કેવી છે એની તપાસ કરો. કામની ચિંતામાં આજે તમે તમારા જીવનસાથીને યોગ્ય સમય નહિ આપી શકો જેનાથી તમારે તેમની નારાજગીનો સામનો કરવો પડશે. સાંજે ઘરે જતા જીવનસાથી માટે સુંદર ગુલાબ લઈને જાવ. આજે તમારે તમારા દરેક વિચાર ઓફિસમાં જણાવવાની જરૂરત નથી.
શુભ અંક : ૭ શુભ રંગ : ગુલાબી

8. વૃશ્ચિક – ન,ય(Scorpio):
આજે જયારે તમે દિવસની શરૂઆત કરો ત્યારે કે પછી નવા કામની શરૂઆત કરો ઈશ્વરને યાદ કરવાનું ભૂલતા નહિ. આજે બહારનું ખાવા પીવામાં ધ્યાન આપજો બને ત્યાં સુધી પ્રયત્ન કરજો કે ઘરનું અને સાદું ભોજન કરી શકો. માથાનો દુખાવો આજે બપોરથી જ રહેશે. આજે ઓફિસમાં પણ તમારું મન બેચેન રહેશે. સાંજના સમયે ફ્રેશ થવા માટે તમારો સમય પરિવાર સાથે વિતાવો, તમારા જીવનસાથી માટે આજે નાનકડી સરપ્રાઈઝ પ્લાન કરો તમે પણ ખુશ રહેશો અને પરિવારમાં દરેક તમારી હાજરીથી ખુશ રહેશે. આજે પૈસા કમાવા માટેનો સારો દિવસ છે પણ તેની સાથે આજે વધારાનો ખર્ચ પણ થઇ શકે એમ છે. તમારા મોજીલા અને રમૂજી સ્વભાવ પર થોડો કંટ્રોલ રાખો.
શુભ અંક : ૨ શુભ રંગ : પીળો

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius):
લોકો ઉપર બહુ જલદી ભરોસો ના કરવાના સ્વભાવના કારણે તમને મુશ્કેલી થશે. તમારા જીવનસાથી તરફથી જોઈતો સહયોગ નહિ મળે. મિત્રો સાથે તમારી મુશ્કેલીઓ શેર કરો ત્યારે ભૂલથી તમારી કોઈ ખાનગી વાત જાહેર ના થાય તેની તકેદારી રાખજો. ઓફિસમાં આજે તમે આપેલી સલાહથી તમારા ઉપરી અધિકારી ખુશ થશે અને તમને અનેક નવા પ્રોજેક્ટ મળી શકશે.
શુભ અંક : ૬ શુભ રંગ : પીળો

10. મકર – જ, ખ (Capricorn):
આર્થિક પરીસ્થિતિ સારી રહેશે. ઇન્કમ વધારવા માટેના નવા સોર્સ મળશે. આવકમાં વધારો થશે. આજે તમારે તમારા પર્સનલ જીવન પર વધારે ધ્યાન આપવાની જરૂરત છે. પરિવારમાં કોઈપણ વિવાદ કરવાથી બચો, ઘરમાં ખુશીઓનું આગમન થશે. ઘરમાં આજે અમુક સદસ્યની બીમારી તમને પરેશાન કરશે. ડોક્ટરના ધક્કા ખાવા પડશે. જીવનસાથીના સ્વાસ્થ્યને લઈને પણ થોડી ચિંતા રહેશે. આજે નાણાકીય ભીડ અનુભવસો, મનગમતું કામ કરવામાં પણ બાધા આવી શકે છે. આજે રસ્તો ઓળંગતા અને વાહન ચલાવતા ખાસ તકેદારી રાખજો.
શુભ અંક : ૫ શુભ રંગ : લાલ

11. કુંભ – ગ,શ,સ(Aquarius):
આજે સવારથી તમારું મન વ્યાકુળ રહેશે અને નાની નાની શારીરિક તકલીફ રહેશે. જેના લીધે આજે કોઈપણ કામમાં તમારું મન લાગશે નહિ. નાના બાળકો આજે તમને ખુશ કરી શકશે તો આજે બાળકો સાથે સમય વિતાવો. આજે કોઈપણ ટેસ્ટી અને તીખું તળેલું ખાતા પહેલા તમારા સ્વાસ્થ્યનો વિચાર કરજો. નાની નાની વાતોને લઈને આજે તમારે ગુસ્સે થવાનું નથી નહીતો માથાનો સખત દુખાવો થઇ શકે છે. આજે તમને કોણ તમારી સાચી કેર કરે છે એ તમને ખબર પડશે. જીવનસાથી સાથે ચાલતા અણબનાવનો આજે અંત આવશે.
શુભ અંક : ૬ શુભ રંગ : આસમાની

12. મીન – દ,ચ,જ,થ(Pisces):
આર્થિક રીતે આજે તમારી નજીકનું કોઈ તમને વિશ્વાસઘાત કરશે. કોઈની પર આંખો બંધ કરીને ભરોસો કરવો એ તમારી માટે યોગ્ય નથી. લોટરી અને શેર માર્કેટથી દૂર રહેવું, પૈસાનું નુકશાન થઇ શકે છે. પરિવારમાં કોઈ નાની વાત મોટું સ્વરૂપ ધારણ કરશે જેનાથી ઘરમાં અશાંતિ બનશે. સાંજનો સમય જીવનસાથી સાથે શાંતિથી પસાર કરી શકશો. સ્વાસ્થ્ય આજે સારું રહેશે. વિદ્યાર્થી મિત્રોની યાદશક્તિ આજે મજબુત બનશે. વેપારી મિત્રોને તેમના પિતા તરફથી સહયોગ મળશે. આર્થિક લાભ થશે જેનાથી તમે કોઈ જરૂરિયાત મિત્રની મદદ કરી શકશો. આજે કોઈપણ અગત્યના નિર્ણયમાં ઉતાવળ કરવી નહિ.
શુભ અંક : ૧ શુભ રંગ : લાલ

આજે જે મિત્રોનો જન્મ દિવસ છે તેમની માટે ખાસ.
જે મિત્રોનો આજે જન્મદિવસ છે તેમને પહેલા તો ઘણીબધી શુભેચ્છાઓ, ઈશ્વર તમારી દરેક ઈચ્છા પૂર્ણ કરવાની તમને શક્તિ આપે એવા આશીર્વાદ. હવે વાંચો આજથી તમારે આ વર્ષે શું કરવાનું છે અને શું નથી કરવાનું કઈ વાતોનું ધ્યાન રાખશો કે જેથી આ આખું વર્ષ તમારું સુખદ બની શકે.

સ્વાસ્થ્ય – બહુ લાંબી મુસાફરી અને એમાં પણ ટ્રેનમાં મુસાફરીને ટાળવી. મુસાફરીના થાકને કારણે તમને નાની મોટી તકલીફ થઇ શકે છે. મુસાફરી કરવાની આવે તો યોગ્ય દવાઓ અને બધો સમાન સાચવી રાખજો. ચોરીના કારણે નુકશાન થવાની સંભાવના છે.

નોકરી-ધંધો – પૈસા રોકાણ માટેની પણ ઘણી તક મળશે પણ તેમાં નફો અને નુકશાન બંને બાબતોની યોગ્ય ચકાસણી કરીને આગળ વધજો. કોઈપણ રોકાણ કરતા પહેલા તમારા વડીલોની અને ઉપરી અધિકારી જેને એ કામનો અનુભવ છે તેની સલાહ જરૂર લેજો. જો તમે ઈચ્છો છો કે ઓફિસમાં બધા તમારાથી ખુશ રહે અને તમારું દરેક કામ સરળતાથી થાય તો તમારે દરેક મિત્રોને સાચવવા પડશે ભૂલથી પણ કોઈનું અપમાન કે મનદુઃખ ના થાય એની તકેદારી રાખજો.

કૌટુંબિક-પારિવારિક – વર્ષનો અંતિમ ભાગ તમારા માટે શુભ સાબિત થશે. ઘરમાં નાનકડી પૂજા તમને અને તમારા પરિવારજનોને વધુ નજીક લાવશે જો લાંબા સમયથી કોઈ સાથે બોલચાલ બંધ હોય તો આ વર્ષે સામે ચાલીને માફી માંગી લેવી અને સંબંધો સુધારી લેવા.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here