1 જુલાઈ 2019નું રાશિફળ : જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ અને કોને થશે ધનલાભ

0

આજે તમારા દરેક કામનો અંત થશે. તમે કરેલી આટલા સમયની મહેનત રંગ લાવશે, પણ કામમાં એટલા પણ ગળાડૂબ ના રહેતા કે ઘર અને પરિવારના લોકોનું ધ્યાન રાખવાનું ભૂલી જવાય. તમારા કામથી દરેક લોકો ખુશ થશે પણ તમારા વાણી અને વર્તનના કારણે તમારા પ્રિયજનો તમારાથી દુઃખી થઇ જશે. પૈસાની જેટલી વધારે આવક થશે ખર્ચ પણ એટલો જ વધશે. દુરના અને ના ઓળખતા લોકો પાછળ વધારાનો ખર્ચ કરવાનું ટાળો. સાંજનો સમય પરિવાર સાથે વિતાવો.
શુભ અંક : ૭
શુભ રંગ : આસમાની
1. મેષ – અ,લ,ઈ (Aries):

2.વૃષભ – બ,વ,ઉ (Taurus):
નોકરી અને વેપાર સિવાય એક્સ્ટ્રા ઇન્કમ વધારવા માટેના રસ્તા મળશે. મિત્રો અને સંબંધીઓ તરફથી ધનલાભ થશે. પારિવારિક જીવન માટે આજનો દિવસ ઉત્તમ છે. ઘરમાં રહેલ દરેક સદસ્યો આજે તમારાથી ખુશ હશે. પરિવાર સાથે આજે સાંજના સમયે બહાર જમવા માટે જઈ શકો છો. પ્રેમીઓનું જીવન પણ ખુશખુશાલ હશે. આજે તમારા પ્રિયજન તરફથી તમને મોંઘી ભેટ મળવાની સંભાવના છે. આજે થોડો માનસિક તણાવ પણ મહેસુસ થશે પણ પરિવારના સાથને કારણે મન હળવું રહેશે. વેપારી મિત્રો પોતાની દુકાન કે ઓફીસ બદલવા માંગે છે તો આજે સારો દિવસ છે. નોકરી કરતા મિત્રો આજે પોતાનું આવક વધારી શકશે. મિત્રો અને પરિવારજનોની મદદથી સમાજમાં તમને નામના મળશે. લોકોની ભીડમાં આજે તમને એક નવી ઓળખાણ મળશે.
શુભ અંક : ૨
શુભ રંગ : લાલ

3. મિથુન – ક,છ,ઘ (Gemini):
જો તમારા પ્રેમસંબંધમાં શુષ્કતા આવી ગઈ છે તો એ પ્રેમના બગીચામાં આજે પ્રેમના પુષ્પો ખીલી શકે તેવા યોગ બની રહ્યા છે તો તમે સામેથી તમારા જીવનસાથીને મનાવી લો. આજે ખુબ યાદગાર દિવસ છે જે તમને પુરા જીવન પર્યત યાદ રહેશે. તમારા બાળકો અને પરિવારજનોની જરૂરિયાત પૂરી કરવા માટે તમારે આજથી જ મહેનત કરવાની જરૂર છે. આજે કોઈ મહત્વની વસ્તુ ખોવાઈ જવાના પણ યોગ છે તો દરેક વસ્તુ ધ્યાનથી સંભાળીને રાખો નહિ તો ભવિષ્યમાં તકલીફ થશે. કોઈપણ પરિસ્થિતિમાં તમારે હાર માનવાની નથી તમારા દરેક સારા કાર્યમાં ઈશ્વર તમારી સાથે જ છે.
શુભ અંક : ૪
શુભ રંગ : લાલ

4. કર્ક – ડ,હ (Cancer):
આજે ઘણા લોકોની ભીડ વચ્ચે તમને તમારી ઓળખ બધા સાથે કરાવવાની તક મળશે તો એ તકને જતી કરશો નહિ. આજે કોઈપણ કામ આવે તો તેને ઉત્સાહથી કરો તમારો એ સ્વભાવ જ તમને સફળતાના શિખરો સર કરાવશે. આજે તમારા માટે ખૂબ સારો દિવસ છે તો કોઈપણ પ્રકારની મૂંઝવણ હોય તો તમારા વડીલોની સલાહ લો અને આગળ વધો. આજે નાણાકીય ભીડ ઓછી થવાના યોગ છે તમારા પર ઈશ્વરના ચાર હાથ છે પણ ખરી સફળતા તમને મહેનત કરીને જ મળશે. આજે નોકરી બદલવા માટે પણ સારા યોગ છે.
શુભ અંક : ૯
શુભ રંગ : લીલો

5. સિંહ – મ,ટ (Lio):
કોઈપણ મહત્વના નિર્ણય કરતા પહેલા તમારા ઉપરી અધિકારી અને વડીલોની સલાહ લેવાનું રાખજો. આજે બહુ ઉત્સાહમાં આવીને કોઈ નિર્ણય કરવાનો નથી. જો ભવિષ્યમાં તમે સારો ફાયદો મેળવવા માંગો છો તો તમારે તેની માટે આજથી જ શરૂઆત કરવાની છે બચત કરવા માટેની. સંતાનો પર્ત્યે બેદરકાર રહેશો નહિ. જીવનસાથી આજે તમારી સાંજ બનાવી દેશે, કોઈ સરપ્રાઈઝ મળવાની શક્યતા છે.
શુભ અંક : ૬
શુભ રંગ : લાલ

6. કન્યા – પ,ઠ,ણ (Virgo):
તમારામાં રહેલી નકારાત્મકતા તમને આગળ વધતા રોકે છે. તમે ઘણા સમયથી કરેલી મહેનતનું યોગ્ય ફળ મળતું નથી તો તમારે આજથી જ હકારાત્મક વલણ અપનાવવાનું છે. તમારા પરિવાર સાથે વાત કરો તેઓ આજે તમારી ખુબ મદદ કરી શકશે. કોઈપણ પરિવારજનો સાથે કે મિત્રો સાથે વાત કરો તો વાણી અને વર્તનમાં થોડી સાવધાની રાખજો. નાની નાની રમૂજમાં માટે કોઈને ઉતારી પડવાની જો આદત છે તો એ આજથી બદલી દો. આજે જો ઘરમાં કોઈપણ વાતને લઈને વિવાદ થાય તો તેને વડીલોની સલાહ લઈને સુલજાવી દો. આજે તમારા જીવનસાથીની તબિયત નરમ ગરમ રહેશે. મન હળવું કરવા માંગો છો તો જુના મિત્રોને ફોન કરીને કે મળીને વાતો કરો.
શુભ અંક : ૮
શુભ રંગ : આસમાની

7. તુલા – ર,ત (Libra):
લાંબી મુસાફરી પછી આજે આરામ કરવાનો યોગ્ય સમય છે આજે તમારે પૈસાની તંગી સર્જાઈ શકે છે તો કોઈપણ નવી સ્કીમ કે યોજનાનો લાભ લેતા પહેલા તમારો ખર્ચ કેટલો છે અને આવક કેટલી છે એ ખાસ ધ્યાનમાં રાખજો. તમારે આજે કોઈપણ નિર્ણય લેતા પહેલા સો વાર વિચાર કરવાનો છે. ક્યાંક તમારો ઉતાવળે લીધેલો નિર્ણય તમને અને તમારા પરિવારને મુશ્કેલીમાં ના નાખી દે તેનું ધ્યાન રાખજો. આજે ઘરમાં થોડું તણાવવાળું વાતાવરણ રહેશે.
શુભ અંક : ૬
શુભ રંગ : ગુલાબી

8. વૃશ્ચિક – ન,ય(Scorpio):
આજે મહિનાની શરૂઆત થઇ રહી છે કેટલાક પરિવર્તન બની શકે છે, નોકરી કરતા મિત્રોને નવી જગ્યા પર સ્થાયી થવાનો અવસર મળશે, આજે પરિવારમાં લાંબા સમયથી ચાલી રહેલ પરેશાનીનો અંત થશે, નાના બાળકો સાથે સમય પસાર કરવાથી દિવસભરનો થાક ઉતરી જશે, આજે જીવનસાથી અને માતા પિતાને તમારી ચિંતા રહેશે, વેપારી મિત્રોને વિદેશમાં વેપાર કરવાના નવા રસ્તા મળશે.
શુભ અંક : ૪
શુભ રંગ : ગ્રે

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius):
આજે જીવનસાથી તરફથી તમને સારા સમાચાર મળવાના યોગ છે. ઘરમાં કોઈપણ નાની વાત મોટા ઝઘડાનું સ્વરૂપ ના બની જાય એની તકેદારી તમારે રાખવાની છે. આજે થોડો ખર્ચ પણ વધી શકે છે. કોઈપણ નવા લોકો સાથે મળતા સમયે તમારા વાણી અને વર્તન પર કાબુ રાખો. જીવનસાથીના ઇશારાને બરોબર સમજો. આજે સ્વાસ્થ્ય પ્રત્યે થોડી તકેદારી રાખો. હંમેશા ખુશમિજાજ અને પોઝીટીવ રહો એ જ તમારે યાદ રાખવાનું છે. લગ્ન કરવા માંગતા મિત્રોની તેમના જીવનસાથી સાથે મુલાકાત થશે. પરિવાર સાથે આજે બહાર કોઈ નવા લોકોને મળવા માટે જઈ શકો છો. બહારનું અને ખુલ્લું ખાવાનું અવગણજો. સંતાન તરફથી સારો પ્રતિસાદ મળશે.
શુભ અંક : ૫
શુભ રંગ : લાલ

10. મકર – જ, ખ (Capricorn):
આજે સ્વાસ્થ્ય પ્રત્યે સાવધાન રહેશો તો કોઈપણ પ્રકારની તકલીફ થશે નહિ. લગ્નઈચ્છુક મિત્રોની મુલાકાત આજે એક પ્રેમાળ વ્યક્તિ સાથે થશે તો તેને ઈમ્પ્રેસ કરવા માટે કોઈપણ જાતનો વધારે પડતો દેખાડો કરશો નહિ તમારો સ્વભાવ જ તમારી ઇમ્પ્રેશન જમાવશે. આજે કોઈ ખુશીના સમાચાર પણ મળવાની શક્યતાઓ રહેલી છે. પરિવાર સાથે એ ખુશીને વહેચો, આજનો પૂરો દિવસ આનંદમાં વ્યતીત થશે. આજે તમારા ભવિષ્યને સુરક્ષિત કરવાની એક સુંદર તક તમારી સામે આવશે તો સૌથી પહેલા એ બાબતની સંપૂર્ણ ચકાસણી કરો અને રોકાણ કરો. રોકાણ કરતા પહેલા તમારા વડીલો અને ઉપરી અધિકારી મિત્રોની સલાહ અચૂક લેજો.
શુભ અંક : ૬
શુભ રંગ : લાલ

11. કુંભ – ગ,શ,સ(Aquarius):
ઘણા સમયથી તમે જે કામ અને પ્રોજેક્ટની રાહ જોઈ રહ્યા હતા તો એ આજે પૂર્ણ થશે. જે પણ કામ તમે આજે પૂરું કરવા માટે ધાર્યું હોય એ કામ આજે જ પૂરું કરો આવતીકાલ પર એ કામ છોડશો નહિ. આવતીકાલ તમારી માટે અનેક નવી તકો લઈને આવશે. સ્વાસ્થ્ય પર્ત્યે બેદરકારી તમને ભરી પડી શકે છે. લોકોની વાતોમાં આવીને કોઈપણ નિર્ણય ઉતાવળે લેતા નહિ. આજે સાંજનો સમય પરિવાર સાથે વિતાવો. મોટેથી બોલવામાં આવતું અસત્ય એ અસત્ય જ રહે છે આ એક વાત આજે તમારે યાદ રાખવાની છે કોઈપણ પરિવારજનો સાથે કે મિત્રો સાથે વાત કરો તો વાણી અને વર્તનમાં થોડી સાવધાની રાખજો. નાની નાની રમૂજમાં માટે કોઈને ઉતારી પડવાની જો આદત છે તો એ આજથી બદલી દો.
શુભ અંક : ૧
શુભ રંગ : કાળો

12. મીન – દ,ચ,જ,થ(Pisces):
જો ભવિષ્યને લઈને તમે કોઈ પ્લાન બનાવ્યો છે તો તેની શરૂઆત આજથી કરશો નહિ, તમારા નવા કામને લગતા વિચારો બહારના લોકોને જણાવશો નહિ, વેપારી મિત્રોને આજે મુસાફરી કરવાના યોગ છે તો જરૂરિયાતના કાગળ અને દવાઓ સાથે રાખો નહિ તો સ્વસ્થ્ય ખરાબ થવાના યોગ છે. જીવનસાથી જો ઘણા સમયથી નારાઝ છે તો તેમને કોઈ ભેટ આપીને મનાવી લો. આજની રાત તમારા જીવનની સૌથી યાદગાર રાત બની રહેશે. સંતાનો આજે તમારી મદદ માંગે કોઈ કામમાં તો પ્રેમથી તેમને સમજાવો અને મદદ કરો.
શુભ અંક : ૪
શુભ રંગ : આસમાની

આજે જે મિત્રોનો જન્મ દિવસ છે તેમની માટે ખાસ.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here