જ્યોતિષ શાસ્ત્ર

વર્ષ 2021નો પહેલો દિવસ આ રાશિઓ માટે લાવશે સુખનો સમય, જાણો કંઈ રાશિને થશે ફાયદો

1. મેષ – અ, લ ,ઈ (Aries): આ રાશિના જાતકો માટે 2021નું વર્ષ ખુશનુમા રહેશે. આજના દિવસે કોઈ નવી વસ્તુ ઓર્ડર કરી શકો છો. જેનાથી તમને ખુશી મળશે. પરિવારમાં પ્રેમ રહેશે. ઘરેલુ ખર્ચ થશે. કામને લઈને વધુ મહેનત કરવી પડશે. વર્ષના પહેલા દિવસે કંઈક એવું કરશો કે જે આખી જિંદગી યાદ રહેશે. આવક સારી રહેશે. ખર્ચ ઓછો થશે. જેનાથી તમે ઘણા મજબૂત નજરે આવશો. આજના દિવસે પરિવારના લોકોનો પ્રેમ મળશે. અંગત જીવન ખુશીઓથી ભરપૂર રહેશે.

2.વૃષભ – બ, વ, ઉ (Taurus): આ રાશિના જાતકોનું 2021નું વર્ષ આત્મવિશ્વાસ ભર્યું રહેશે. આજનો દિવસ ધંધા માટે બેહદ અનુકૂળ રહેશે. આજના દિવસે કામ સફળ થશે.સારો લાભ મળશે. નોકરી કરતા લોકોને આજના દિવસે વધુ મહેનત નહીં કરવી પડે પરંતુ કોઈ કામ મહેનત વગર જ બની જશે. પિતાજીના સહયોગથી કામ થઇ શકે છે. અંગત જીવનમાં ખુશી મળશે. આજના દિવસે સ્વાસ્થ્યમાં સુધારો આવશે. આજના દિવસે કોઈ જરુરીયાતની વસ્તુ ખરીદી શકો છો.

3. મિથુન – ક, છ, ઘ (Gemini): આ રાશિના જાતકો માટે 2021નું વર્ષ મધ્યમ રહેશે. આજના દિવસે આ રાશિના જાતકોને ઘરની સ્થિતિને લઈને વિચારવા મજબુર કરી દેશે. આજના દિવસે ઘરમાં ચાલી રહેલી સ્થિતિઓને લઈને થોડા વ્યસ્ત રહેશો. આજના દિવસે કોઈ કઠિન નિર્ણય લઇ શકો છો. ધનની આવક રહેશે જેનાથી આર્થિક સ્થિતિ સારી રહેશે. મનમાં કોઈ વાતની ખુશી પણ થશે. જે તમને સાહસ આપશે. અચાનક ધન પ્રાપ્તિ થઇ શકે છે. સાસરિયા સાથે સારા સંબંધનો લાભ થશે. દાંમ્પત્ય જીવનમાં ઉતાર-ચડાવ આવશે. આવક વધવાથી મનમાં ખુશી થશે.

4. કર્ક – ડ, હ (Cancer): આ રાશિના જાતકોનું 2021નું વર્ષ ખુશીભર્યું વીતશે. આ રાશિના જાતકો માટે આજનો દિવસ ભાવુક રહેશે. આજના દિવસે ભાવુકતામાં આવીને કોઈ નિર્ણય ના લો. જીવનસાથીના સમપર્ણ અને તેના પ્રેમને સમજો જેનાથી તમારા પ્રત્યે સારી ભાવના રહેશે. ઘરમાં સુખ શાંતિ રહેશે. જીવનખુશીથી ભરપૂર રહેશે. આજના દિવસે પ્રિય વ્યક્તિ માટે કંઈક કરી શકો છો. ધંધામાં સફળતા મળશે અને નોકરી કરતા લોકો માટે આજનો દિવસ સારો રહેશે. આજના દિવસે મહેનતનું સારું ફળ મળશે. આવક સારી રહેશે. આજના દિવસે ક્યાંક પ્રવાસ પર જઈ શકો છો.

5. સિંહ – મ, ટ (Leo): આ 2021 વર્ષ દરમિયાન આ રાશિના જાતકોનું વર્ષ માનસિક તણાવ રહેશે. ખર્ચમાં વધારો થશે. આવક તેના પ્રમાણમાં ઓછી રહેશે જેનાથી થોડા પરેશાન રહી શકો છો. સ્વાસ્થ્ય સારું રહેવાથી સ્થિતિ સારી રહેશે, આજના દિવસે શરદીથી બચવું પડશે. ઘરનો માહોલ પોઝિટિવ રહેશે. પરિવારના લોકોનો સહયોગ પ્રાપ્ત થશે. નોકરી કરતા લોકોને આજે સમ્માન મળશે. આજના દિવસે જલ્દી સમય કાઢીને મિત્રો સાથે મોજ મસ્તી કરો અને મંદિર પણ જાઓ.

6. કન્યા – પ, ઠ, ણ (Virgo): આ રાશિના જાતકોનું 2021નું વર્ષ સારું રહેશે.આ રાશીના જાતકો આજના દિવસે આવક વધારનારૂ સાબિત થશે. ધંધામાં સારો ફાયદો થઇ શકે છે. સરકાર તરફથી કોઈ સારો ફાયદો થઇ શકે જેને લઈને તમને પ્રયાસ કરો. આજના દિવસે માતા તરફથી ખુશખબરીનો મોકો મળી શકે છે. નવા વર્ષના પહેલા દિવસે તમને ગિફ્ટ મળી શકે છે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખો નહીં તો બીમાર થઇ શકો છો. લવ લાઈફ જીવતા લોકો આજના દિવસે ખુશ રહેશે. આજના દિવસે પરણિત લોકો દિવસનો આનંદ માણશો.

7. તુલા – ર, ત (Libra): આ રાશિના જાતકોએ 2021ના વર્ષ દરમિયાન કામ પર ધ્યાન આપવું પડશે. આજના દિવસે કામથી દૂર ભાગવાની કોશિશ ના કરો. આજના દિવસે કામને સમય પર અને સારી રીતે પૂર્ણ કરવા માટે ધ્યાન લગાવો. જેના પોઝિટિવ પરિણામ મળશે. સારા ભોજનનો આનંદ મળશે. ભાઈ બહેનનો સહયોગ મળશે. ઘરમાં સુખ શાંતિ મળશે. લવ લાઈફ જીવતા લોકો માટે આજના દિવસે ઉતાર-ચડાવ આવશે. પરણિત લોકોના ગૃહસ્થ જીવનમાં આજના દિવસે ખુશી મળશે.ધંધામાં સારા પરિણામ મળશે. કોઈ કારણ વગર યાત્રા થઇ શકે છે.

8. વૃશ્ચિક – ન, ય (Scorpio): આ રાશિના જાતકોનું 2021નું વર્ષ સારું રહેશે. આજના દિવસે મનમાં ધાર્મિક વિચાર આવશે. ક્યાંય નદી કિનારે અથવા પર્વત પર ફરવા જઈ શકો છો. મંદિરમાં દર્શન કરવા પણ જઈ શકો છો. આજના દિવસે માનસિક શાંતિ મળશે. આજના દિવસે કામમાં મન લાગશે. આજનો દિવસ ખુલીને આનંદ માણશો. સ્વાસ્થ્ય પણ સારું રહેશે. આજના દિવસે તમારા પ્રિય વ્યક્તિનો સહયોગ મળશે. આજના દિવસે કોઈ મિત્ર તરફથી આર્થિક મદદ મળી શકે છે. આજના દિવસે ક્યાંય રોકાયેલા પૈસા પાછા મળી શકે છે.

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius): આ રાશિના જાતકોનું 2021નું વર્ષ મધ્યમ રહેશે. આજના દિવસે આ રાશિના જાતકો માનસિક દ્વિઘામાં રહેશે. આજના દિવસે કોઈ મોટું કામ કરવાથી નુકસાન થઇ શકે છે. આજના દિવસે બનેલા કામમાં વિઘ્ન આવી શકે છે. સંતાન સાથે ઝઘડો થઇ શકે છે. લવ લાઈફ જીવતા લોકોને આજના દિવસે ગુસ્સાનો શિકાર બની શકો છો. જીવનસાથી વર્ષના પહેલા દિવસે શોપિંગ પર જવાની જીદ કરી શકે છે. આજના દિવસે હરવા-ફરવામાં વધુ ખર્ચ થઇ શકે છે. આજના દિવસે મન મજબૂત રાખવું પડશે. આજના દિવસે કોઈ સારા કામમાં મન લાગશે.

10. મકર – જ, ખ (Capricorn):  આ રાશિના જાતકો માટે 2021નું વર્ષ બેહદ અનુકૂળ રહેશે. દાંમ્પત્ય જીવન માટે આજનો દિવસ બધી ખુશી અને અપનાપન અને સમર્પણ તથા પ્રેમની ભાવના રહેશે. જીવનસાથી સાથે મળીને આજના દિવસે કોઈ કામ કરી શકો છો. આજના દિવસે સફળતા મળશે. આજના દિવસે મનમાં કોઈ વિચાર આવશે અને કોઈ ખાસ વાત માટે લોકો તમારી સલાહ લઇ શકે છે. આજના દિવસે તમે રોકાણ કરવામાં કામયાબ રહેશો. આજના દિવસે લવ લાઈફ જીવતા લોકો બહુ સારી રીતે આગળ વધશે. આજના દિવસે પ્રિય વ્યક્તિ માટે કંઈક કરશો.

11. કુંભ – ગ, શ, સ (Aquarius): આ રાશિના જાતકો માટે 2021નું વર્ષ કમજોર રહેશે. આ રાશિના જાતકોને આજના દિવસે માનસિક તણાવ વધશે.અને આજના દિવસે આર્થિક તકલીફનો સામનો કરવો પડશે. આજના દિવસે ખર્ચ સમજી વિચારીને કરો અન્યથા મુસીબત થઇ શકે છે. સ્વાસ્થ્ય કમજોર થઇ શકે છે. આજના દિવસે કામને લઈને બેહદ સારા પરિણામ મળશે. આજના દિવસે તમારા દ્વારા કરવામાં આવેલા પ્રયાસ સફળ થશે. આજના દિવસે આત્મવિશ્વાસ સારો રહેશે. આજના દિવસે તમે કોઈ પણ કામ કરી શકશો. આજના દિવસે પરિવાર સાથે તમે નજરે આવશો. આજના દિવસે દામ્પત્ય જીવનમાં પ્રેમ રહેશે. વર્ષના પહેલા દિવસે પ્રિય વ્યક્તિ સાથે ક્યાંક બહાર ફરવા જઈ શકો છો.
12. મીન – દ, ચ, જ, થ (Pisces): આ રાશિના જાતકોનું આ 2021નું વર્ષ બેહદ રોચક રહેશે. આજના દિવસે અંગત જીવનનો આનંદ માણશો. આજના દિવસે પ્રિય વ્યક્તિ સાથે નિકટતા આવશે. આજના દિવસે સંબંધમાં ક્રિએટિવ રહેશે. આજના દિવસે તમે પ્રિય વ્યક્તિને વધુ પ્રેમ રહેશે આજના દિવસે તમે એના માટે કંઈક કરશો. આજના દિવસે ખર્ચ વધુ રહેશે. આજના દિવસે કામને લઈને સારી સફળતા મળશે. આજના દિવસે ધાર્મિક કામમાં મન લાગશે. આજના દિવસે સંતાનને લઈને કોઈ મોટા નિર્ણય લઇ શકો છો.