અમદાવાદની ફેમસ હોટલમાં 3 ગ્રાહકો વેશ્યાને લઈને રંગરેલિયો મનાવવા ગયા પછી જોવા જેવી થઈ

થલતેજની એક ફેમસ હોટેલમાં જીસ્મનો ધંધો કરતી યુવતી ત્રણ ત્રણ મર્દો સાથે મજા કરવા ગઈ પણ મજાની સજા થઇ ગઈ- જાણો વિગત

અમદાવાદની થલતેજની એક હોટલમાંથી ચોંકાવનારી બાબત સામે આવી છે. હોટલના એક રૂમમાં દારૂ પીધેલી હાલતમાં રૂપલલના અને 3 યુવકો વચ્ચે ઝઘડો થયો હતો અને યુવકોએ રૂપલલનાને ઘણો માર માર્યો હતા. આ બાબતે બૂમાબૂમ થતા હોટલનો સ્ટાફ દોડી આવ્યો.

પોલિસે યુવતિની ધરપકડ કરી હતી કારણ કે તે દારૂ પીધેલી હાલતમાં હતી. આ બાબતે રૂપલલનાની ફરિયાદ આધારે યુવકો સામે મારામારીનો ગુનો નોંધાયો છે અને તેમણે વધુ તપાસ હાથ ધરી છે. (તમામ તસવીરો પ્રતિકાત્મક છે)

ગત બુધવારના રોજ થલતેજની એવલોન હોટલના રૂમમાંથી પોલિસ કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવી કે 3 યુવકોએ યુવતિને ઘણી મારી છે અને હોટલના સ્ટાફે ત્રણેય યુવકોને ભગાડવામાં મદદ કરી છે, ત્યારે આ બાબતે વસ્ત્રાપુર પોલિસ મહિલા પોલિસ સાથે હોટલ પહોંચી હતી અને ત્યારે ત્યાં હાજર યુવતિના કપાળે લોહી નીકળતુ હતુ અને અન્ય જગ્યાએ પણ ઇજાના નિશાન હતા. જો કે,

આ યુવતિ દારૂ પીધેલી હાલતમાં હતી જેને કારણે તેને પોલિસ સ્ટેશન લઇ જવામાં આવી હતી અને તેની ધરપકડ કરવામાં આવી હતી. યુવતિએ સામે પક્ષે યુવકો પર મારામારીનો કેસ દાખલ કરાવ્યો છે. બુધવારે રાત્રે એક યુવકે યુવતિને ફોન કરી અખબારનગર પેટ્રોલ પંપ પાસે બોલાવી અને ત્યાંથી તેને બાઈક પર થલતેજની એવલોન હોટલના રૂમમાં મૂકી ગયો હતો.

હોટલના રૂમમાં 3 યુવકો હતા, ત્યાં યુવતી થોડીવાર રોકાયા બાદ તે ત્રણેયે દારૂ પીને યુવતી સાથે ઝઘડો કરી મારામારી કરી અને ગાળો બોલી હતી. યુવતીએ પોલીસને ફોન કરતા ત્રણેય યુવકો ત્યાંથી ભાગી ગયા હતા. યુવતીની ફરિયાદના આધારે વસ્ત્રાપુર પોલીસે ભાગી ગયેલ યુવકો વિરૂદ્ધ ફરિયાદ નોંધી છે અને તેમને શોધવા તજવીજ હાથ ધરી છે.

પ્રતિકાત્મક તસવીર

રૂપલલના રાત્રે 10 વાગ્યા આસપાસ હોટલના રૂમમાં ગઈ અને લગભગ બે કલાક બાદ મારામારી થઇ હતી. પોલિસે એ શંકાના આધારે તપાસ હાથ ધરી છે કે તેમની વચ્ચે માણ્યા બાદ પૈસા બાબતે અથવા તો દારૂ પીને જબરજસ્તી કરવા બાબતે મારામારી થઇ હોઇ શકે છે. હોટલ એવલોનના રૂમ સુધી રૂપલલનાને ગ્રાહકો પાસે લઈ જનાર યુવકનું નામ-મોબાઈલ નંબર યુવતીએ પોલીસને આપ્યા હતા.

પોલિસે હોટલના સીસીટીવી ફૂટેજ મેળવવા તજવીજ શરૂ કરી છે. ત્યારે થોડા સમય પહેલા પોલિસે એક રેકેટનો ખુલાસો કર્યો અને આ મામલે 11 લોકોની ધરપકડ પણ કરી. ઓનલાઈન ચાલી રહેલા દેહવ્યાપારનો ખુલાસો કરતા પોલીસે 8 મહિલાઓ સહિત 11 લોકોની ધરપકડ કરી છે. આરોપીઓમાં બે ગ્રાહકોનો પણ સમાવેશ થાય છે. આસામ, પશ્ચિમ બંગાળ, ઓરિસ્સા વગેરે રાજ્યોમાંથી મહિલાઓને વેશ્યાવૃત્તિ માટે બોલાવવામાં આવી હતી.

પ્રતિકાત્મક તસવીર

આ કિસ્સો દેહરાદૂનના કોતવાલી પટેલનગર હેઠળ દહેરાખાસની THDC કોલોનીની છે. પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, દહેરાખાસ THDC સ્થિત ફ્લેટમાં લોકો લાંબા સમયથી ગેરકાયદેસર વેશ્યાવૃત્તિનો ધંધો કરતા હોવાની માહિતી મળી રહી હતી. આવી સ્થિતિમાં પોલીસની ટીમે ફ્લેટ પર દરોડો પાડ્યો હતો. જ્યાં એક રૂમમાં 2 મહિલા અને 2 પુરૂષ આપત્તિજનક હાલતમાં મળી આવ્યા હતા. આ સાથે અન્ય રૂમમાં અન્ય 6 મહિલાઓ પણ હાજર હતી.

પોલીસ અધિકારીએ જણાવ્યું કે પોલીસ દ્વારા કરવામાં આવેલી પૂછપરછમાં એક આરોપી રાજીવે જણાવ્યું કે તેણે ટીએચડીસી દહેરાખાસમાં લાંબા સમયથી ભાડેથી ફ્લેટ લીધો છે, જ્યાંથી તે રેકેટ ચલાવી રહ્યો છે. જેના માટે વિવિધ દેશો જેવા કે ભૂતાન, બાંગ્લાદેશ ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, ઓરિસ્સા, દિલ્હી વગેરે રાજ્યોમાંથી યુવતીઓને તેના દ્વારા દેહવ્યાપાર માટે બોલાવવામાં આવે છે. જેને દેહરાદૂનના અનેક પ્રવાસન સ્થળો, હોટેલો અને અન્ય રાજ્યોમાં મોકલવામાં આવે છે. તે ગ્રાહકો પાસેથી મળતી રકમમાંથી અડધું કમિશન લેતો હતો.

પ્રતિકાત્મક તસવીર

આ મામલે કોતવાલી પટેલ નગર પોલીસ સ્ટેશને જણાવ્યું કે ફ્લેટમાંથી મોટી માત્રામાં વાંધાજનક સામગ્રી, 13 મોબાઈલ ફોન, લેપટોપ મળી આવ્યા છે. તમામ 11 આરોપીઓ વિરુદ્ધ વેશ્યાવૃત્તિ અધિનિયમ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું કે આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા બાદ જેલમાં મોકલી દેવામાં આવ્યા છે.

પોલીસ પૂછપરછ દરમિયાન, ફ્લેટમાં હાજર યુવતીઓએ જણાવ્યું કે તેઓ દેહરાદૂન આવીને દેહવ્યાપારનો ધંધો કરે છે. તે કમાવવા અને પોતાના શોખ પૂરા કરવા માટે આ બિઝનેસ કરી રહી છે. જેના માટે તે ગ્રાહકોથી માંડીને ફ્લેટ, વિવિધ હોટેલો અને અન્ય રાજ્યોમાં જાય છે. ગ્રાહકો પાસેથી મળેલી કિંમતનો અડધો ભાગ બ્રોકરને આપવામાં આવે છે. આ સિવાય દલાલ જ પૈસાની લેવડદેવડ કરે છે.

Shah Jina