શૈલેશ લોઢાના “તારક મહેતા” છોડવા પર પહેલીવાર બોલ્યા જેઠાલાલ, જાણો શું કહ્યુ…

ટીવીનો લોકપ્રિય શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ આ દિવસોમાં નવા-નવા ટ્વિસ્ટ અને ટર્ન્સને કારણે ચર્ચામાં છે. છેલ્લા એક મહિનાથી સતત એવી ચર્ચા ચાલી રહી છે કે જેઠાલાલના પરમ મિત્ર ‘તારક મહેતા’ એટલે કે શૈલેષ લોઢાએ શો છોડી દીધો છે. હવે પહેલીવાર આ પર તેમના ખાસ મિત્ર જેઠાલાલની ભૂમિકા ભજવનાર દિલીપ જોશીની પ્રતિક્રિયા સામે આવી છે. તેમના મતે શૈલેષ લોઢા શોમાં વાપસી કરી શકે છે.કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે નિર્માતા અસિત મોદી અને કેટલાક કો-એક્ટર તેમને ફોન કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ શૈલેષ લોઢા કોઈનો ફોન ઉપાડતા નથી.

તે હવે આ શોનો ભાગ બનવા માંગતા નથી. તે હવે નવી તકો શોધી રહ્યા છે. જો કે ન તો શૈલેષ લોઢાએ ક્યારેય આ વિશે કંઈ કહ્યું કે ન તો નિર્માતાએ ખુલીને વાત કરી. પરંતુ હવે ‘જેઠાલાલ’ ઉર્ફે દિલીપ જોશીએ આ પર ચોક્કસ વાત કરી છે અને તેમના મિત્રના પાછા ફરવાનો ઈશારો પણ કર્યો છે.દિલીપ જોશીએ તાજેતરમાં મીડિયા સાથેની વાતચીત દરમિયાન કહ્યું, “મેં કહ્યું તેમ બદલાવ જરૂરી છે. જ્યારે તમે શો છોડો છો, ત્યારે થોડી સમસ્યા થાય છે. સ્વાભાવિક છે કે તમારા સહ કલાકારો સાથે એક લય સેટ થઈ ગઈ છે. પણ કંઈ બોલશો નહીં.

શૈલેષ ભાઈ પાછા આવી શકે છે.” આ દરમિયાન દિલીપ જોશીએ 14 વર્ષથી ચાલી રહેલી ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની સફર વિશે પણ વાત કરી હતી. તે કહે છે, “હું એટલું જ કહી શકું છું કે ભગવાનની કૃપા આપણા બધા પર છે. ખાસ કરીને આસિત ભાઈ પર.તેમણે વર્ષો પહેલા તારક મહેતાના પાત્રો પર આધારિત શો બનાવવાનું વિચાર્યું હતું. તેમણે 40 વર્ષ સુધી લખ્યું અને તેને બનાવવાનું નક્કી કર્યું અને અમને તેમાં કામ કરવાની તક આપી. ભગવાનની કૃપાથી લોકોએ અમને પ્રેમ આપ્યો છે અને હજુ પણ અમારો શો જોઈ રહ્યા છીએ. આપણે બધા જાણીએ છીએ કે શો અને ફિલ્મો આવે છે અને જાય છે. પણ અમે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે.

અમે સિટકોમ માટે રેકોર્ડ બનાવ્યો છે જે 14 વર્ષથી સતત ચાલી રહ્યો છે. તે ભગવાનની કૃપાથી જ બન્યું છે.”દિલીપ જોશીએ સોશિયલ મીડિયા પર એક્ટિવ ન રહેવા અંગે વધુ ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું, ‘હું સોશિયલ મીડિયા પર એટલો એક્ટિવ નથી અને સાચું કહું તો મને એટલો સમય પણ નથી મળતો. અમે દિવસમાં 12 કલાક શૂટ કરીએ છીએ અને જ્યારે સમય આવે ત્યારે ઘરે જઇએ છીએ. પરિવાર સાથે સમય વિતાવીએ છીએ.

સોશિયલ મીડિયા એ એક રાક્ષસ જેવું છે, એકવાર આપણને તેની આદત પડી જાય પછી તે ક્યારેય છૂટતી નથી. તેનાથી થોડું દૂર રહેવું વધુ સારું છે.ઉલ્લેખનીય છે કે, દિલીપ જોશી, આસિત મોદી અને બાકીની સ્ટારકાસ્ટે શુક્રવારે જેઠાલાલની નવી ગડા ઈલેક્ટ્રોનિકનું અનાવરણ કર્યું. આ દરમિયાન આખી ટીમ મસ્તીના મૂડમાં જોવા મળી હતી. આ શોના નિર્માતા અસિત મોદીએ મજાકમાં દિશા વાકાણીના શોમાં પાછા ન આવવા માટે તેના ભાઈ મયૂર પર દોષારોપણ કર્યો, જેના પર મયુરે તેનો પગ પણ ખેંચી લીધો.

Shah Jina