ઓડીના માલિકે મજૂરીના પૈસા ન આપતા કડિયાએ માલિકની 1 કરોડની મોંઘી કાર સળગાવી નાખી

કોઈની મહેનતની કમાણી ખાતા પહેલા ચેતી જજો: ઓડીના માલિકે મજૂરીના પૈસા ન આપતા કડિયાએ માલિકની 1 કરોડની મોંઘી કાર સળગાવી નાખી

તમે ઘણા લોકોને જોયા હશે જે કામ કરાવી લે પરંતુ જયારે પૈસા આપવાના આવે ત્યારે બહાના કાઢતા હોય છે, મજૂરો પોતાના પૈસા લેવા માટે ધર્મ ધક્કા ખાધા કરે છે અને માલિકો વાયદા ઉપર વાયદા જ કર્યા કરતા હોય છે, પરંતુ હાલ એક એવી ઘટનાનો વીડિયો સામે આવ્યો છે જેણે સૌ કોઈને ચોંકાવી દીધા છે. આ વીડિયોમાં એક વ્યક્તિ લાખો રૂપિયાની લક્ઝુરિયસ મર્સીડીઝ એસયુવીને આગ લગાવતો જોવા મળે છે, પરંતુ તેની પાછળની કહાની પણ ખુબ જ દિલચસ્પ છે.

આ મામલો નોઈડાના સેક્ટર-39 વિસ્તારના પોલીસ સ્ટેશન સદરપુર કોલોનીનો છે. અહીં સદરપુરના આયુષ ચૌહાણના ઘરે રણવીર નામના મજૂરે ટાઈલ્સ લગાવી હતી. સોમવારે રણવીરે પેટ્રોલની મદદથી આયુષની કારને આગ લગાડી, રણવીરે આરોપ લગાવ્યો કે આયુષે પુરી રકમ ચૂકવી નથી.આગ લગાવવાનો આ સમગ્ર મામલો સીસીટીવીમાં કેદ થઇ ગયો હતો.

સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે સમગ્ર મામલાની તપાસ હાથ ધરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, મોટરસાઇકલની નંબર પ્લેટના આધારે આરોપીની ઓળખ કરવામાં આવી છે. પોલીસનું કહેવું છે કે આરોપીને 2 લાખ રૂપિયા ન મળ્યા, જેના કારણે તેણે મર્સિડીઝ કારને આગ લગાવી દીધી. તે જ સમયે, પરિવારનું કહેવું છે કે તેઓ આરોપીને 10 વર્ષથી ઓળખે છે. તેને તમામ પૈસા ચૂકવી દેવામાં આવ્યા છે. મર્સિડીઝના માલિકે કહ્યું કે આરોપીને કોઈ પૈસા લેવાના નથી.

વાયરલ થઇ રહેલા વીડિયોની અંદર જોઈ શકાય છે કે ઘરની બહાર પાર્ક કરેલી મર્સિડીઝ કાર પર બાઇક સવાર યુવકે પેટ્રોલ છાંટીને આગ લગાવી દીધી હતી. મર્સિડીઝ કારમાં આગ લગાવીને તે યુવક ત્યાંથી ફરાર થઈ ગયો હતો. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી, જે બાદ પોલીસે સમગ્ર મામલાની તપાસ કરી હતી. જોકે બાઇક સવારે હેલ્મેટ પહેર્યું હતું, પરંતુ મર્સિડીઝના માલિકે યુવકની ઓળખ કરી છે અને પોલીસને પણ જાણ કરી છે.

ટાઈલ્સ લગાવનારો કારીગર મૂળ બિહારનો છે. જાણવા મળ્યું છે કે તે નોઈડાના બિસરખ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના ગ્રેટર નોઈડા વેસ્ટમાં રહે છે. મર્સિડીઝના માલિકની આ ફરિયાદ બાદ પોલીસ આ યુવકને શોધી રહી છે જેણે આગ લગાવી હતી. દાવો કરવામાં આવી રહ્યો છે કે ટૂંક સમયમાં તેની ધરપકડ કરવામાં આવશે.

YC