જ્યોતિષ શાસ્ત્ર

રાશિફળ 1 ઓગસ્ટ : મહિનાનો આ પહેલો દિવસ 6 રાશિના જાતકોના જીવનમાં લઈને આવશે ખુશીઓ, સૂર્યનારાયણ દેવની મળશે અસીમ કૃપા

1. મેષ – અ, લ ,ઈ (Aries): આ રાશિના જાતકોને આજે તમારી કોઈ મહત્વાકાંક્ષી ઈચ્છાને પૂર્ણ કરવાનો અવસર મળી શકશે. જેના કારણે આજે મનમાં ખુશી રહેશે. આજના દિવસે આર્થિક સ્થિતિ સામાન્ય રહેશે. પરણિત લોકોના જીવનમા આજે પોતાના પાર્ટનર સાથે સારો મનમેળ સધાતો જોવા મળી શકે છે. પ્રેમી પંખીડાઓ આજે કોઈ વાતને લઈને નારાજ થતા જોવા મળશે.

2.વૃષભ – બ, વ, ઉ (Taurus): આ રાશિના જાતકોને આજે કોઈ સ્નેહી સ્વજન કે પ્રિય વ્યક્તિ દ્વારા કોઈ ભેટ મળી શકે છે. નોકરી કરતા લોકોને આજે પ્રમોશન થવાના ચાન્સ છે. ધંધામાં પણ આજે વૃદ્ધિ થતી જોવા મળશે. આજે તમારા કામને તમારે વધારે મહત્વ આપવાનું છે. પરણિત લોકોના જીવનમાં આજે પાર્ટનર તમને ખુશ કરી શકે છે. પ્રેમી પંખીડાઓ માટે આજનો દિવસ સારો રહેશે.

3. મિથુન – ક, છ, ઘ (Gemini): આ રાશિના જાતકો આજે ધંધામાં કોઈ નવા આયોજન વિશે વિચાર કરી શકે છે. આજે સફળતા મળવાના ચાન્સ થોડા વધારે છે. નોકરીમાં પણ આજે તમારા કામથી તમારા બોસ ખુશ થતા દેખાશે. પરણિત લોકોમાં આજે કોઈ વાતની નારાજગીને લઈને પોતાના પાર્ટનર સાથે મનમેળ બગાડી શકે છે. પ્રેમી પંખીડાઓ આજે પોતાના દિલની વાત વ્યક્ત કરી શકે છે.

4. કર્ક – ડ, હ (Cancer): આ રાશિના જાતકોએ આજે કોઈપણ જાતના રોકાણ કરતા પહેલા સાવચેતી રાખવાની જરૂર છે. શેર બજારમાં ઈન્વેસ્ટ કરતા પહેલા કોઈ જાણકારની સલાહ લેવી ફાયદાકારક રહેશે. નોકરીમાં પણ તમારા કામને લઈને આજે બોસ તમારા ઉપર ગુસ્સે થઇ શકે છે. પરણિત લોકો પોતાના પાર્ટનર સાથે કોઈ મુશ્કેલી ઉપર ચર્ચા કરી શકે છે. પ્રેમી પંખીડાઓ માટે આજનો દિવસ લાભકારક રહેશે.

5. સિંહ – મ, ટ (Leo): આ રાશિના જાતકો જો આજે કોઈ દેવ સ્થાનની મુલાકાત લેશે તો તેમના માટે ફાયદાકારક રહેશે. આજે તમારા ઉપર ઈશ્વરની કૃપા બનેલી રહેશે, જેના કારણે ધંધામાં પણ પ્રગતિ જોવા મળી શકે છે. પરણિત લોકો આજે પોતાના પાર્ટનર સાથે સારો સમય પસાર કરી શકે છે.પ્રેમી પંખીડાઓ આજે એકબીજાને કોઈ ભેટ આપી શકે છે.

6. કન્યા – પ, ઠ, ણ (Virgo): આ રાશિના જાતકો જો આજે કોઈ દેવ સ્થાનની મુલાકાત લેશે તો તેમના માટે ફાયદાકારક રહેશે. આજે તમારા ઉપર ઈશ્વરની કૃપા બનેલી રહેશે, જેના કારણે ધંધામાં પણ પ્રગતિ જોવા મળી શકે છે. પરણિત લોકો આજે પોતાના પાર્ટનર સાથે સારો સમય પસાર કરી શકે છે.પ્રેમી પંખીડાઓ આજે એકબીજાને કોઈ ભેટ આપી શકે છે.

7. તુલા – ર, ત (Libra): આ રાશિના જાતકોને આજે લાંબા સમયથી ચાલી રહેલી કોઈ બીમારીનો ઉકેલ મળી જશે. કાર્યસ્થળ ઉપર આજે તમે વ્યસ્તતામાં દિવસ પસાર કરશો, જેના કારણે આજે થાક પણ લાગી શકે છે. નોકરી કરતા લોકોને આજે કામનું ભારણ રહેશે. પરણિત લોકો આજે સમયના મળવાને લઈને પાર્ટનરની ફરિયાદનો સામનો કરી શકે છે. પ્રેમી પંખીડાઓ માટે દિવસ સારો રહેશે.

8. વૃશ્ચિક – ન, ય (Scorpio): આ રાશિના જાતકો આજે કોઈ ધાર્મિક યાત્રા ઉપર જવાનો મોકો મળી શકે છે. વિદેશ જવા ઇચ્છતા લોકોને આજે સારા સમાચાર મળી શકે છે. નોકરી ધંધામાં આજે પ્રગતિ થતી જોવા મળશે. આજે તમે તમારા પાર્ટનરને બહાર જમવા માટે લઇ જઈ શકો છો. પ્રેમી પંખીડાઓ માટે પોતાના દિલની વાત કરવા માટે આજનો દિવસ સારો છે.

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius): આ રાશિના જાતકોએ આજના દિવસે પોતાના ગુસ્સા ઉપર કાબુ રાખવાની જરૂર છે, આજે તમારા ગુસ્સાના કારણે તમારા સંબંધો ખરાબ થઇ શકે છે. કાર્યસ્થળ ઉપર આજે થોડી સાવધાની રાખવી. પરણિત લોકોએ આજે પોતાના પાર્ટનરની સલાહ માનવી, જે જીવનમાં ઉપયોગી થશે. પ્રેમી પંખીડાઓ આજે રોમાન્ટિક નજર આવશે.

10. મકર – જ, ખ (Capricorn): આ રાશિના જાતકોને આજે પારિવારિક ચિંતાનો સામનો કરવો પડી શકે છે. આજે ઘરમાં કોઈ વડીલની તબિયત બગડી શકે છે. જે તમારી ચિંતાનું કારણ બનશે. નોકરી ધંધામાં આજે મંદીનો સામનો કરવો પડી શકે છે. આજના દિવસે નિરાશ થયા વગર આગોતરા આયોજનો કરવા. પરણિત લોકોના જીવનમાં કોઈ સારા સમાચાર આવી શકે છે. પ્રેમી પંખીડાઓ આજે કોઈ વાતને લઈને દુઃખી જોવા મળશે.

11. કુંભ – ગ, શ, સ (Aquarius): આ રાશિના જાતકોએ આજના દિવસે ખુશીમાં વીતશે. આજ મારુ જીવનસાથી તમને ભરપૂર પ્રેમ આપવાનો અનુભવ કરાવશે. આજે કામનું પણ ભારણ ઓછું રહેશે જેના કારણે આજે મૂડ પણ સારો જોવા મળશે. આજે ઘરમાં કોઈ નવી વસ્તુ તમે લાવી શકો છો. પ્રેમી પંખીડાઓ આજે સાથે બેસીને સારો સમય પસાર કરશે.

12. મીન – દ, ચ, જ, થ (Pisces): આ રાશિના જાતકોએ આજે પોતાની મહેનત ઉપર વધારે ધ્યાન કેન્દ્રિત કરવું પડી શકે છે. આજે કોઈ નવા કામને લઈને તમે મૂંઝવણ અનુભવશો, આજનો દિવસ તમારો વ્યસ્તતામાં વીતશે. સાંજે પોતાના પાર્ટનર સાથે બહાર નીકળી શકો છો. આજે પરણિત લોકો કોઈ વાતને લઈને ખુશી મનાવશે. પ્રેમી પંખીડાઓ માટે આજનો દિવસ મુલાકાત માટે અનુકૂળ રહેશે.