જ્યોતિષ શાસ્ત્ર

રાશિફળ 1 એપ્રિલ : સાંઈબાબાની કૃપાથી ગુરુવારનો દિવસ આ રાશિના જાતકો માટે રહેવાનો છે ખુબ જ ખાસ, જાણો તમારી રાશિ

1. મેષ – અ, લ ,ઈ (Aries): મેષ રાશિના જાતકોને આજે લાંબા સમયથી ચાલી રહેલી કોઈ બીમારીનો ઉકેલ મળી જશે. કાર્યસ્થળ ઉપર આજે તમે વ્યસ્તતામાં દિવસ પસાર કરશો, જેના કારણે આજે થાક પણ લાગી શકે છે. નોકરી કરતા લોકોને આજે કામનું ભારણ રહેશે. પરણિત લોકો આજે સમયના મળવાને લઈને પાર્ટનરની ફરિયાદનો સામનો કરી શકે છે. પ્રેમી પંખીડાઓ માટે દિવસ સારો રહેશે.

2.વૃષભ – બ, વ, ઉ (Taurus): વૃષભ રાશિના જાતકોએ આજે પોતાની મહેનત ઉપર વધારે ધ્યાન કેન્દ્રિત કરવું પડી શકે છે. આજે કોઈ નવા કામને લઈને તમે મૂંઝવણ અનુભવશો, આજનો દિવસ તમારો વ્યસ્તતામાં વીતશે. સાંજે પોતાના પાર્ટનર સાથે બહાર નીકળી શકો છો. આજે પરણિત લોકો કોઈ વાતને લઈને ખુશી મનાવશે. પ્રેમી પંખીડાઓ માટે આજનો દિવસ મુલાકાત માટે અનુકૂળ રહેશે.

3. મિથુન – ક, છ, ઘ (Gemini): મિથુન રાશિના જાતકોને આજે તમારી કોઈ મહત્વાકાંક્ષી ઈચ્છાને પૂર્ણ કરવાનો અવસર મળી શકશે. જેના કારણે આજે મનમાં ખુશી રહેશે. આજના દિવસે આર્થિક સ્થિતિ સામાન્ય રહેશે. પરણિત લોકોના જીવનમા આજે પોતાના પાર્ટનર સાથે સારો મનમેળ સધાતો જોવા મળી શકે છે. પ્રેમી પંખીડાઓ આજે કોઈ વાતને લઈને નારાજ થતા જોવા મળશે.

4. કર્ક – ડ, હ (Cancer):કર્ક રાશિના જાતકોને આજે કોઈ સ્નેહી સ્વજન કે પ્રિય વ્યક્તિ દ્વારા કોઈ ભેટ મળી શકે છે. નોકરી કરતા લોકોને આજે પ્રમોશન થવાના ચાન્સ છે. ધંધામાં પણ આજે વૃદ્ધિ થતી જોવા મળશે. આજે તમારા કામને તમારે વધારે મહત્વ આપવાનું છે. પરણિત લોકોના જીવનમાં આજે પાર્ટનર તમને ખુશ કરી શકે છે. પ્રેમી પંખીડાઓ માટે આજનો દિવસ સારો રહેશે.

5. સિંહ – મ, ટ (Leo): સિંહ રાશિના જાતકોએ આજના દિવસે ખુશીમાં વીતશે. આજ મારુ જીવનસાથી તમને ભરપૂર પ્રેમ આપવાનો અનુભવ કરાવશે. આજે કામનું પણ ભારણ ઓછું રહેશે જેના કારણે આજે મૂડ પણ સારો જોવા મળશે. આજે ઘરમાં કોઈ નવી વસ્તુ તમે લાવી શકો છો. પ્રેમી પંખીડાઓ આજે સાથે બેસીને સારો સમય પસાર કરશે.

6. કન્યા – પ, ઠ, ણ (Virgo): કન્યા રાશિના જાતકોએ આજે ખાવા પીવામાં ખુબ જ કાળજી રાખવાની જરૂર છે. નહીં તો તમારી તબિયત પણ બગડી શકે છે. નવી નોકરી શોધતા લોકોને આજે કોઈ સારા સમાચાર મળશે. વ્યવસાય સાથે જોડાયેલા લોકોને આજે લાભ મળશે. પરણિત લોકોના જીવનમાં આવેલી સમસ્યાનો આજે ઉકેલ મળશે. પ્રેમી પંખીડાઓ આજે ઘરમાં પોતાના સંબંધને આગળ વધારવા માટે વાત કરી શકે છે.

7. તુલા – ર, ત (Libra): તુલા રાશિના જાતકો આજે તમે તમારી ક્રિએટીવીટી અને સારા વિચારને લઈને તમારા પ્રિય વ્યક્તિ માટે સારી ગિફ્ટ આપી શકો છો. આજના દિવસે તમારી આવકમાં વધારો થશે જેનાથી મનમાં ખુશી થશે. પરિણીત લોકોનું ગૃહસ્થ જીવન આજના દિવસે સારું રહેશે. ધંધાને લઈને આજના દીવસે થોડું સાવધાન રહેવું પડશે. આજના દિવસે ધંધામાં કરેલી નાની ભૂલ પણ મોટી મુસીબતમાં મૂકી શકે છે. આજના દિવસે સ્વાસ્થ્યને લઈને સાવધાની રાખવી પડશે. આજના દિવસે પ્રેમીપંખીડાને ખુશનુમા બનાવવા માટેનો પ્રયાસ કરશે.

8. વૃશ્ચિક – ન, ય (Scorpio): વૃશ્ચિક રાશિના જાતકો આજના દિવસે પોતાના પરિવાર માટે કઈ ખાસ કરી શકે છે. જેના કારણે પરિવારમાં પણ તેમનું માન સન્માનમાં વધારો થશે. કાર્યક્ષેત્રમાં આજે તમારા બોસ તમારા કામથી ખુશ નજર આવશે. પરણિત લોકોને આજે સાસરી તરફથી કોઈ મહત્વના સમાચાર મળી શકે છે. પ્રેમી પંખીડાઓ માટે આજનો દિવસ અનુકૂળ રહેશે.

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius): ધન રાશિના જાતકોને આજના દિવસે આવકમાં વધારો થશે જેનાથી મનમાં ખુશી થશે. આજના દિવસે તમે કોઈ જુના કામ શરૂ કરવાનો વિચાર કરશો. આજના દિવસે તમને તમારા મોટા ભાઈનો સાથ મળી શકે છે. પ્રેમી પંખીડાને આજના દિવસે કોઈ વાતને લઈને શંકા થઇ શકે છે. પરિણીત લોકોનું ગૃહસ્થ જીવન સારું રહેશે. આજના દિવસે તમારી નોકરીમાં બદલાવ આવવાની શક્યતા છે.

10. મકર – જ, ખ (Capricorn): મકર રાશિના જાતકો માટે આજનો દિવસે સારો રહેશે. આજના દિવસે મનમાં જે આવશે તે કરશો. આજના દિવસે તમને કોઈની ચિંતા નહીં હોય. પરંતુ કામમાં ધ્યાન આપશો. આજના દિવસે તમે મુશ્કેલીમાં પડી શકો છો. પ્રેમી પંખીડાએ આજના દિવસે જ ચૂપ રહેવામાં ભલાઈ છે અન્યથા ઝઘડો થઇ શકે છે. પરણિત લોકો તેના જીવનસાથીના મનમાં ચાલી રહેલી વાતને સમજવાની કોશિશ કરે. આવકના મામલામાં આજનો દિવસ સારો છે. આજના દિવસે કંઈક નવું પ્રદાન કરશો.

11. કુંભ – ગ, શ, સ (Aquarius): કુંભ રાશિના જાતકો આજના દિવસે તેના મિત્રો સાથે લાંબો વાર્તલાપ કરશે. આજના દિવસે ટ્રાવેલિંગ પણ થઇ શકે છે. આજે કરવામાં આવેલો પ્રવાસ ઘણો મહત્વપૂર્ણ સાબિત થઇ શકે છે. જેનાથી તમે ભવિષ્યમાં સારા સંપર્ક સ્થાપિત્ત કરી શકો છો.આ સંપર્કમાં આવવાથી ઘણો ફાયદો થશે. જો તમે પરિણીત છો તો તમારી વાણીમાં મીઠાશ આવશે જેનાથી તમારા જીવનસાથી ઘણા ખુશ થશે. પ્રેમી પંખીડા માટે આજનો દિવસ તમારા માટે ખાસ રહેશે.

12. મીન – દ, ચ, જ, થ (Pisces): મીન રાશિના જાતકો માટે આજનો દિવસ ઉતાર-ચડાવથી ભરપૂર રહેશે. આજના દિવસે કામમાં પોઝિટિવિટીથી આગળ વધશો. આજે તમારી નોકરીમાં ટ્રાન્સફરના યોગ બની શકે છે. આજના દિવસે તમે પરિવાર સાથે બહાર જવાનું પ્લાનિંગ કરી શકો છો. પરિણીત લોકોએ આજના દિવસે ખાસ ધ્યાન રાખવું પડશે અન્યથા ઝઘડો થઇ શકે છે. પ્રેમી પંખીડા આજના દિવસે ઈમાનદારીથી બધી વાત કહી દેશે, જેનાથી મનમાં ઇજ્જત વધશે.