અજબગજબ

OMG: પશ્ચિમ બંગાળમાં ડોક્ટરોએ મહિલાનું પેટ ખોલ્યું તો નીકળ્યો સોનાનો ખજાનો, નીકળ્યા 1.5 કિલો સિક્કા અને ઘરેણાં

પશ્ચિમ બંગાળમાં એક અજીબો-ગરીબો ઘટના સામે આવી છે. રાજ્યના રામપુરહાટ જિલ્લામાં એક સરકારી હોસ્પિટલમાં એક માનસિક બીમાર મહિલાના પેટમાંથી 1.5 કિલોથી વધારે ઘરેણાં અને સિક્કા કાઢ્યા હતા. આ સમગ્ર જાણકારી ડોકટરે આપી હતી. આ મહિલા માનસિક બીમાર હોય તેવું લાગ્યું હતું.

બુધવારે એક સરકારી હોસ્પિટલમાં ડોક્ટરોએ મહિલાના પેટમાંથી આ આભૂષણ અને સિક્કા કાઢ્યા હતા.રામપુરહાટના એક સરકારી મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં સર્જરી વિભાગના પ્રમુખ સિદ્ધાર્થ બિસ્વાસે કહ્યું હતું કે, 26 વર્ષની મહિલાના પેટમાંથી 5 અને 10ના 90 સિક્કા તેના સિવાય ચેન, નાકની નથણી, ઝુમકા, બંગડી, પાયલ અને ઘડિયાળ જેવા ઘરેણાં મળ્યા હતા. મહિલાને મગજની બીમારી હોવાની ખબર પડી હતી.

બિસ્વાસે બુધવારે સર્જરી બાદ કહ્યું હતું કે, આ આભૂષણ વધારે પડતા તાંબા અને પીતલના હતા. તેમાંથી ઘણા ઘરેણાં સોનાના હતા. સાથે જ પેટમાંથી 90 સિક્કા કાઢવામાં આવ્યા હતા.

મહિલાના માતાએ જણાવ્યું હતું કે, ગામમાંથી અને મારા ઘરમાંથી જ દાગીના ગાયબ થતા હતા. પરંતુ પરિવાર જયારે પણ તેની પુછપરછ કરતો હતો ત્યારે તે રડવા લાગતી હતી. તેની માતાએ વધુમાં કહ્યું હતું કે, મારી પુત્રી માનસિક રીતે અસ્વસ્થ છે. છેલ્લા ઘણા સમયથી  તે જમ્યા બાદ ઉલ્ટી કરતી હતી.

Image Source

વધુમાં કહ્યું હતું કે, આ સિક્કા તેને તેના ભાઈની દુકાનમાંથી મળતા હતા. અમે તેની ઉપર નજરે રાખતા હતા પરંતુ તે કોઈ પણ રીતે આ ઘરેણાં અને સિક્કા ગળી જતી હતી. છેલ્લા 2 મહિનાથી તેની તબિયત સારી ના હતી.અમે ઘણા પ્રાઇવેટ ડોક્ટરોને બતાવ્યું હતું. દવા લેવા છતાં પણ તેની તબિયતમાં કોઈપણ પ્રકારનો સુધારો આવતો ના હતો.
બાદમાં તેને સરકારી હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. ત્યાં તેને 1 અઠવાડીયા સુધી તપાસ કરવામાં આવી હતી. તેણીનું બુધવારે ડોક્ટરોએ ઓપરેશન કર્યું હતું.આ પહેલા મહિલાના ઘણા પ્રકારના ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks