જ્યોતિષ શાસ્ત્ર

સાપ્તાહિક રાશિફળ: (4 જાન્યુઆરીથી 10 જાન્યુઆરી) – આ અઠવાડીએ આ રાશિઓને થશે આકસ્મિક ધનલાભ, બદલાઈ જશે કિસ્મત

1. મેષ – અ, લ ,ઈ (Aries): આ રાશિના જાતકોને આ અઠવાડિયે માનસિક થાક અનુવાશે, કામને લઈને સાવધાની રાખવાની જરૂર છે. આ અઠવાડીયે કામનું પ્રેશર તમારા ઉપર આવી શકે છે. જેના કારણે તમે થોડા મૂંઝવણમાં પણ આવી શકો છો. પારિવારિક સંબંધોને લઈએં આ અઠવાડિયું થોડું ચિંતા જનક રહેશે. કામના કારણે પરિવારને સમય નહિ આપી શકો. પ્રેમી પંખીડાઓ આ અઠવાડીયે કોઈ લાંબી મુલાકાત કરી શકે છે.

2.વૃષભ – બ, વ, ઉ (Taurus): આ રાશિના જાતકોએ આ અઠવાડીયે પોતાની મહેનત ઉપર વધારે ભાર આપવાની જરૂર છે. તમારી મહેનતના કારણે તમે સારી આવક પણ મેળવી શકશો. નોકરી કરતા લોકોને આ આઠવડિયે તેમનું કામ જોઈને બઢતી પણ મળી શકે છે. પારિવારિક જીવનમાં આ અઠવાડીયુ ખુશીઓ લઈને આવશે. પરિવાર સાથે કોઈ નાની યાત્રા ઉપર પણ જઈ શકો છો. પ્રેમી પંખીડાઓ આ સમયે ઘરમાં પોતાના સંબંધોને લઈને આગળ વાત કરી શકો છો.

3. મિથુન – ક, છ, ઘ (Gemini):  આ રાશિના જાતકોને આ અઠવાડીએ આકસ્મિક ધનલાભ થશે જેના કારણે પરિવારમાં પણ ખુશીઓ આવશે. તમારું મન પણ પ્રફુલ્લિત રહેશે. યાદ રાખવું કે તમને મળેલું ધન સારા કાર્ય પાછળ વપરાય નહિ તો મોટા નુકશાનનો પણ સામનો કરવો પડી શકે છે. આ અઠવાડીયે તમે પરિવારને વધારે સમય આપી શકશો. પ્રેમ સંબંધોમાં આ અઠવાડીયુ થોડું ખાટું મીઠું રહેવાનું છે. તમારા પ્રિયજન સાથે ગમતી વાતો શેર કરો.

4. કર્ક – ડ, હ (Cancer):  આ રાશિના જાતકોએ વાહન ચલાવતી વખતે ખુબ જ સાવધાની રાખવાની જરૂર છે. કારણ કે આ અઠવાડીએ તમારા અકસ્માતનો યોગ બની રહ્યો છે, જેના કારણે તમારા ડાબા અંગ ઉપર કોઈ નાની મોટી ઇજા થઇ શકે છે. આ અઠવાડીયે કોઈ યાત્રા કરવી નહિ. પરિવાર આ અઠવાડીયે તમારી સાથે ઉભેલો જોવા મળશે. તમે તમારા પરિવારજનોના પ્રેમને વધુ નજીકથી અનુભવી શકશો. પ્રેમી પંખીડાઓ આ અઠવાડીએ કોઈ વાતે ઝઘડી શકે છે.

5. સિંહ – મ, ટ (Leo):  આ રાશિના જાતકો માટે આ અઠવાડીયુ આર્થિક સમસ્યાઓથી ભરેલું રહેશે. આ અઠવાડીયે કોઈને પૈસા આપતા પહેલા સો વાર વિચાર કરવાની જરૂર છે. કોઈપણ જગ્યાએ રોકાણ કરવા માટે પણ આ અઠવાડીયુ સારું નથી. નાણાં સંબંધી કોઈપણ નિર્ણય લેતા પહેલા કોઈ વડીલની સલાહ જરૂર લેવી. પરિવારમાં આર્થિક તંગીના કારણે માહોલ થોડો ગરમ રહેશે. છતાં અઠવાડીયાના અંતમાં થોડી રાહત મળતી નજર આવશે. પ્રેમી પંખીડાઓ આ અઠવાડીએ હળવાશનો સમય વિતાવશે.

6. કન્યા – પ, ઠ, ણ (Virgo): આ રાશિના જાતકો આ અઠવાડીએ કોઈ ધાર્મિક યાત્રા ઉપર જઈ શકે છે, જેના કારણે મન પ્રફુલ્લિત રહેશે. કામની બાબતમાં પણ આ અઠવાડિયું શાંતિપૂર્ણ હશે. આ અઠવાડીયે કોઈ નજીકના મિત્ર સાથે મળવાનો યોગ બની રહ્યો છે. જેનાથી ખુશી આવશે. પરિવારમાંથી પણ આ અઠવાડીયે કોઈ સારા સમાચાર મળી શકે છે. પરણિત લોકોએ પોતાના પાર્ટનર સાથે પોતાની મૂંઝવણ શેર કરવી જેનાથી કોઈ રસ્તો મળશે. પ્રેમી પંખીડાઓ ભવિષ્યના આયોજનો કરી શકે છે.

7. તુલા – ર, ત (Libra): આ રાશિના જાતકોએ આ અઠવાડીએ પરિવારના કોઈ સભ્યની ગંભીર બીમારીના કારણે માનસિક તાણનો સામનો કરવો પડી શકે છે. આ અઠવાડિયે પરિવારના સભ્યોને ખાસ કાળજી રાખવી, નાની બીમારી હોય તો પણ તેમને ડોક્ટર પાસે લઇ જવા. કામની બાબતમાં આ મહિને ભાર વધુ રહેશે. પ્રેમી પંખીડાઓ મુલાકાત કરવાને લઈને થોડા ચિંતિત જોવા મળી શકે છે.

8. વૃશ્ચિક – ન, ય (Scorpio): આ રાશિના જાતકોને છેલ્લા ઘણા સમયથી સતાવી રહેલી આર્થિક સમસ્યા સામે પહોંચી વાળવાનો કોઈ યોગ્ય રસ્તો મળી રહેશે. આ અઠવાડીએ ખાવા પીવામાં ખાસ ધ્યાન રાખવું. નહિ તો તબિયત બગડી શકે છે. કોઈ વાતને લઈને ચિંતા હોય તો ઘરના કોઈ વડીલ સાથે તેની ચર્ચા કરો જેનાથી તમને સારો ઉકેલ મળશે. પરિણીત લોકોના જીવનમાં સાસરિયા તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે. પ્રેમી પંખીડાઓ પોતાના સપનાને સાચા કરવા એક કદમ આગળ વધી શકે છે.

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius): આ રાશિના જાતકોએ આ અઠવાડીયે કોઈ કામ કાજ માટે થઈને પરિવારથી દૂર જવું પડી શકે છે. આ દરમિયાન તમને તમારા પરિવારની ચિંતા પણ સતાવશે. પરંતુ અઠવાડીયાના અંતમાં ઘરે પરત ફરીને એટલી જ ખુશી તમને મળશે. તમારી યાત્રા પણ ફાયદાકારક રહેશે. નોકરી કરતા લોકો માટે સારો સમય છે, ધંધામાં પણ વૃદ્ધિ જોવા મળશે. પરણિત લોકો પોતાની પત્નીને આ અઠવાડીયે નવી રીતે જોશે, તેમના પ્રેમને અનુભવશે. પ્રેમી પંખીડાઓ પોતાના પ્રિયજનના છુપા પ્રેમને પામી શકશે.

10. મકર – જ, ખ (Capricorn): આ રાશિના જાતકો આ આઠવડિયે કોઈ મહત્વના નિર્ણય ઉપર વિચાર કરી શકે છે, આ વિચારમાં તમને સફળતા મળવાના ચાન્સ પણ 80 ટકા જેટ રહેલા છે, માલ મિલ્કત સાથે જોડાયેલા નિર્ણયો ફાયદા કારક રહશે, શેર બજારમાં ખોટ આવી શકે છે. તમારા પરિવાર તરફથી તમને કોઈ સલાહ મળી શકે છે. તમારા પાર્ટનર દ્વારા વધતા ખર્ચના કારણે તમે થોડા ચિંતામાં રહેશો. પ્રેમી પંખીડાઓને આજે વિચારોને લઈને મતભેદ થઇ શકે છે.

11. કુંભ – ગ, શ, સ (Aquarius): આ રાશિના જાતકોએ આ અઠવાડીયે ઘરમાં કોઈ પૂજા પાઠનો પ્રસંગ યોજવા માટેનો શ્રેષ્ઠ અવસર છે, જેનાથી તમારી આર્થિક પ્રગતિની સાથે ઘરમાં પણ શાંતિ સ્થપાયેલી જોવા મળશે. તમારા વિચારોને આ અઠવાડીયે એક જગ્યાએ કેન્દ્રિત કરવાની જરૂર છે જેનાથી પણ તમને લાભ થઇ શકે છે. તમે જેટલું વિચારો છો એટલું ના થઇ શકવાનો અફસોસ ના કરવો. તમારી પત્ની આ અઠવાડીયે તમારી સૌથી વધુ નજીક હશે. પ્રેમી પંખીડાઓ આ અઠવાડીયે થોડા રોમેન્ટિક થતા નજર આવશે.

12. મીન – દ, ચ, જ, થ (Pisces): આ રાશિના જાતકોને આ અઠવાડિયે સંતાનો તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે, જો તમારું સંતાન નોકરી અથવા તો અભ્યાસ કરતું હશે તો તેમાં તેને સફળતા મળવાનો યોગ છે, આ અઠવાડીયે પત્નીની તબિયતને લઈને સાચવવાની જરૂર છે. તમે તમારા કામ ઉપર વધારે ધ્યાન આપશો તો ફાયદો મળશે. પ્રેમી પંખીડાઓ નવા આયોજનો તરફ ગતિ કરી શકે છે.