લેખકની કલમે

વાંચો શંકાસ્પદ રિક્ષાવાળા ની ઈમાનદારી ની કહાની…જીવનમાં ક્યારેય ન વિચારેલો અનુભવ

તડકો તપી ગયો હતો, બપોર નો એક થવા આવ્યો, હું હજુ ત્યાં જ ઉભી હતી, જ્યાં મને એને છોડી હતી , મેં બે ગ્લાસ લીંબુ શરબત ના પી લીધા હતા,જેથી મારા માં હજુ ઘણી એનર્જી બાકી હતી,પણ મારી આશા ધીરે ધીરે ઓછી થતી જતી હતી.

ઘડિયાળ સામે જોયું બે ને પાંચ થઈ ગયા,હવે હું હિંમત હારી ગઈ, સવાર ના અગિયાર વાગ્યા ની આ વાત છે , હું ઈન્ટરવ્યુ દેવા જતી વખતે જે રીક્ષા માં બેઠી હતી , હળ બળી અને સમયસર પહોંચવા ની ઉતાવળ ને કારણે , મેં મારું પૈસા, કાર્ડસ, અને સાથે સાથે મોબાઈલ ભરેલ બેગ હું રીક્ષા માં છોડી, ફક્ત મારા ડોક્યુમેન્ટ્સ ની ફાઇલ લઈ ઉતરી ગઈ .

થોડું આગળ ચાલતા મને રિઅલાઈઝ થયું , ત્યાં હું પાછી દોડી,એ 100 મીટર ની દુરી મેં ખૂબ ઝડપી પસાર કરી,પણ મારા કમનસીબ નહતો રીક્ષા હતી નહતો રિક્ષાવાળો.

આ શહેર માં હું પાછલા બે વર્ષથી રહું છું , મને ક્યારેય રીક્ષા નો આટલો ખરાબ અનુભવ નહતો મળ્યો, પણ મેં લોકો પાસે એમના ખરાબ અનુભવ વિશે સાંભળ્યું હતું, અને રિક્ષાવાળાઓ ની ઈમાનદારી વિશે પણ.

એ બધી સાંભળેલ વાતો ને ધ્યાન માં રાખી મેં રાહ જોવા નું નક્કી કર્યું, ત્યાં જ જોબ માટે ના પેલા ઈન્ટરવ્યૂ માટે મન લાલચાયું. પણ મેં મન ને મક્કમ કર્યું અને  એ ભુલાય ગયેલ પર્સ ની અંદર ની બધી વસ્તુઓ વધુ મહત્વ ની છે એમ વિચારી હું ઉભી રહી.

જ્યાં મને રિક્ષાવાળા એ છોડી હતી ,ત્યાં જ ઉભી રહી. સમય વીત્યો, મને રાહ જોવી નાહક લાગતી હતી, પણ મારા મન એ હાર ન માની . હવે ધીરે ડર લાગવા લાગ્યો કે પર્સ પણ ન આવ્યું અને જોબ પણ..એટલે હું દોડતી થોડી આગળ P.C.O પાસે પહોંચી ,રીક્ષા માં બેસતી વખતે મેં રિક્ષાવાળા ને દેવા ના પૈસા હાથ માં જ રાખ્યા હતા, એ રીક્ષા વાળા ને આપેલ પૈસા માંથી છુટ્ટા પૈસા મેં મારી જિન્સની પોકેટ માં રાખ્યા હતા એ જોઈ મને હાશકારો થયો.

મેં કંપની માં ફોન કરી મારી હાલત માં થોડો મસાલો ઉમેરી સર સામે વર્ણવી દીધી.
એ સારા સ્વભાવ ના હતા , કાલે ઈન્ટરવ્યૂ માટે માની ગયા.

મને ફરી હાશકારો થયો.

સમય વીતતો રહ્યો, એ રિક્ષાવાળો ન આવ્યો. પૈસા પણ P.C.O માં અને લીંબુ શરબત માં વપરાય ગયા હતા. હું ધીરે ધીરે ચાલતા ચાલતા મારા ઘર તરફ આગળ વધી.મન માં વિચારતી હતી કાશ હું જે રીક્ષા માં બેઠી હતી એ રિક્ષાવાળો પણ ઈમાનદાર હોત.

ત્યાં જ મારી નજર સામે ભીડ પર પડી , કોઈ નું એક્સીડેન્ટ થયું હતું શાયદ, મેં મારા પગ એ તરફ ઉપાડ્યા , મારા મન એક વિચાર આવ્યો ક્યાંક એ રિક્ષાવાળો નહીં હોય ને , શાયદ એટલે એ પર્સ દેવા ન આવ્યો હોય,મારા મન  માં ઉમ્મીદ જાગી , હું દોડી ત્યાં પહોંચી,ભીડ ની વચ્ચે થી રસ્તો બનાવતી , સામે જોયું  પણ ત્યાં તો એક બુલેરો અને બાઇક દેખાયા….

હું ફરી પાછી ઉદાસ થઈ ગઈ, અને આગળ ચાલતી થઈ પડી, એક કિલોમીટર નું અંતર કાપી હું ઘરે પહોંચી ચાલી ને ,  મારુ મન ઉદાસ હતું, મેં ફોન કરી મમ્મી અને પાપા ને બધી હકીકત જણાવી, એમને પોલીસ ફરિયાદ કરવા માટે કહ્યું, પણ મારું મન નહતું, અને ઉપર થી મને એ રીક્ષા ના નંબર પણ યાદ નહતા….

મારો એ દિવસ ઉદાસી માં જ નીકળી ગયો. બીજે દિવસે હું વહેલી ઊઠી , અગિયાર વાગ્યા નું ઈન્ટરવ્યૂ હતું ,હું તૈયાર થઈ દશ વાગ્યા માં ઘર ની બહાર નીકળી પડી , અને કોઈ રીક્ષા માં નહિ પણ ચાલી ને જવા નો વિચાર કર્યો.

મેં મારી દિનચર્યા ચાલતા ચાલતા નક્કી કરી લીધી હતી,
હું ઈન્ટરવ્યૂ દેવા પહોંચી , ઈન્ટરવ્યૂ ખૂબ સારું રહ્યું , મને ઓલમોસ્ટ જોબ મળી જ ગઈ હતી.
હું ખુશ હતી , ખુશી ખુશી હું બહાર આવી, ત્યાં જ મને પર્સ યાદ આવ્યું, અને મોબાઈલ વિના ની હું , એ ખરીદવા શોપ તરફ જવા નીકળી , ત્યાં જ મને પાછળ થી અવાજ આવ્યો ,”ઓ મેડમ..”

હું પાછળ ફરી એ રીક્ષા વાળો રિક્ષાની નીચે ઉભો હતો હાથ માં પર્સ લઈ ને.

મને મારી આંખો પર ભરોસો નહતો આવતો, હું દોડી એની પાસે પહોંચી ,ત્યાં એ બોલ્યો ,”સોરી મેડમ , તમને ઉતારી હું સીધો મારા ઘરે ગયો હતો , મારી પત્ની ની તબિયત ખરાબ થઈ ગઈ હતી એટલે. મને કાલે સાંજે ખબર પડી કે મારી રીક્ષા માં તમારું પર્સ રહી ગયું હતું.
હું આજે સવારે સાડા દસ વાગ્યે તમારા ઘર ગયો હતો જ્યાં થી મેં તમને કાલે મારી રીક્ષા માં બેસાડ્યા હતા ,થોડો સમય ત્યાં રાહ જોઈ, પછી અહીંયા રાહ જોઉં છું હું તમારી,
મેં ઘડિયાળ સામે જોયું , સાડા બાર વાગ્યા હતા.
હું તુરંત બોલી પડી ,” તમે ક્યાર ના મારી રાહ જુઓ છો ?”

“કાલે તમે પણ જોતા હશો ને મેડમ.”

“પણ જો હું અહીંયા આવત જ નહીં તો ?”

“મેડમ, કાલે તમારા હાથ માં ફાઇલ હતી એટલે હું સમજી ગયો હતો તમે અહીંયા નોકરી કરતા હશો, નોકરી ના સમય સુધી હું રાહ જોત તમારી .” ઈમાનદાર રીક્ષા વાળો મારી આંખ થી આંખ મેળાવી ને બોલ્યો.

“મને માફ કરી દો ભાઈ,કાલ મેં તમારા વિશે ખરાબ વિચાર્યું એ બદલ.” હું લાગણીમાં વહી ને બોલી.

“અરે મેડમ, તમે કેમ માફી માંગો, મારે તમને થેંક્યું કેહવું જોઈએ, તમે પોલીસ કમ્પ્લેન્ટ ન કરી એટલા માટે., અને હા મેડમ તમારું પર્સ એમનેમ જ છે, જોઈ લો, “રિક્ષાવાળો સફાઈ દેતા બોલ્યો.

“અરે ભાઈ,શું તમે પણ… , મેં પર્સ ખભે લટકાવ્યું , અને એ ભાઈ ને થેંક્યું કહ્યું ,”મારો માણસાઈ અને ઈમાનદારી પર નો ભરોસો જાળવી રાખવા બદલ આપ નો આભાર.”
મેં મારા બંને હાથ એની સામે જોડ્યા અને હું ચાલતી થઈ ગઈ, ત્યાં હું પાછળ ફરી અને એમની રીક્ષા પાસે જઈ ઉભી ગઈ અને બોલી
“ભાઈ,દરરોજ સાડા દશ વાગ્યે મારા ઘર પાસે આવી જજો , અગિયાર વાગ્યા સુધી મને અહીંયા પહોંચાડવા ની જવાબદારી તમારી…”

હું એમની રીક્ષા ની અંદર બેસી ગઈ, એ મારી સામે જોતો હતો, “ચાલો અત્યારે તો ઘરે છોડી દો મને…”
એ હસવા લાગ્યો અને રીક્ષા શરૂ કરી,મને ઘર સુધી છોડી ગયો.

“આ ભલે સત્ય ઘટના નથી, પણ આ દુનિયા માં માણસાઈ અને ઈમાનદારી અસ્તિત્વ ધરાવે છે, એ નક્કી છે.”

લેખક – મેઘા ગોકાણી
તમે આ હદયસ્પર્શી લેખ/વાર્તા/રેસિપી ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.
મિત્રો આ લેખ તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર જણાવજો.. અમે હજુ વધારે લેખ લાવી રહ્યા છીએ એટલે તમારા મંતવ્ય અમારા માટે અગત્યનાં છે!!