મનનો સત્યાગ્રહ, પ્રકરણ : 8 – પ્રેમ , રોમાન્સ અને સસપેન્સ…દેશ વિદેશની ધરતી પર કંડારાયેલ આ અદભૂત નવલકથા વાંચવાનું ચૂકતા નહી….

0

મનનો સત્યાગ્રહ, પ્રકરણ : 8
રૂમમાં કેટલાક લોકો વાતો કરતાં હતા અને ધીમે ધીમે મારી આંખ ખુલી અને સામે જોયું તો ડૉક્ટરની સાથે કોઈક માણસ વાતો કરતો હતો. એ માણસે મારી સામે જોયું અને નજીક આવ્યો અને બોલ્યો, “અશોક…તું કેમ છે ?” “હું ઠીક છું, પણ તમે કોણ ?” “અશોક તે મને ના ઓળખ્યો…?” “ના, હું તમને નથી ઓળખતો” એ માણસ ખુરશી લઈને મારી બાજુમાં બેઠો અને બોલ્યો, “જો અશોક…હું તારો સૌથી જૂનો મિત્ર નયન અને હું અમદાવાદમાં એસ.ઓ.જીમાં કામ કરું છું ! તું જ્યારે મુંબઈ ગયો હતો ત્યારે હું તો તને એરપોર્ટ છોડવા આવ્યો હતો.” એ માણસની વાતો પર મને વિશ્વાસ નહોતો આવતો, પણ એ જેમ જેમ બોલતો જતો હતો એમ એમ મારા મનમાં આછા ચિત્રો સ્પષ્ટ થતા હતાં. હું બોલ્યો, “તમને કેમ ખબર પડી કે હું અમદાવાદમાં છું ?” “સવારે અમારા ખબરીઓએ અમને સમાચાર આપ્યા.” મારું મન આ બધા પર વિશ્વાસ કરવા તૈયાર નહોતું અને માણસ બોલ્યો, “એક મહિના પહેલા જ્યારે નિશાનું મર્ડર થયું ત્યારે અમે તને શોધવાનો પ્રયાસ કર્યો, પણ તું મળ્યો નહીં !” “એક મિનિટ….નયન તે શું કહ્યું ? નિશાનું મર્ડર એક મહિના પહેલા થયું હતું…? પણ એનું મર્ડર તો કાલે જ થયું હતું !” નયન બોલ્યો, “અશોક નિશાના મર્ડરને અને તને ગુમ થયાને એક મહિના ઉપર સમય થઈ ગયો !” મેં કહ્યું, “ના હોય” નયને મને બધા ફોટોઝ બતાવ્યા અને મેં કેલેન્ડર પણ જોયું અને ત્યારે મારા મનમાં એલ જ પ્રશ્ન હતો કે “હું એલ મહિના સુધી હતો ક્યાં ?” મેં પાણી પીધું અને નયને ડૉક્ટરને કહ્યું, “ડૉક્ટર અશોક હવે ઠીક છે ને ? હું એને લઈ જઈ શકું ?”ડૉકટરે કહ્યું, “હા, અશોક કમ્પ્લીટ ઠીક છે અને તમે એને ઘરે લઈ જઈ શકો છો !” નયને કહ્યું, “અશોક ચાલ આપણે હવે ઘરે જઈએ ?” હું ઉભો થયો અને નયન સાથે બેસીને એના ઘરે ગયો.

નયનના ઘરની આજુબાજુ ટાઈટ સિક્યોરિટી હતી અને આજુબાજુ બધા જ પોલીસ ઓફિસર્સ મને સલામ કરતાં હતાં. મેં નયને પૂછ્યું, “અહીંયા આટલી બધી સિક્યોરિટી કેમ છે ?” એણે કહ્યું, “અશોક બાજુમાં ડીસીપી સાહેબનું ઘર છે એટલે અને આજે તું આવ્યો છે એટલે થોડીક સિક્યોરિટી વધારે છે !” મેં કહ્યું “મારા માટે ? મને શું થયું છે?” નયને કહ્યું, “અશોક તું સૌથી સારા સિક્રેટ એજન્ટ્સ માંથી એક છે તો તારી સિક્યોરિટીની જવાબદારી અમારી છે !” હું કંઈ ન બોલ્યો અને નયનના ઘરે ગયો અને નયનની પત્ની બહાર આવી અને બોલી, “અશોકભાઈ કેમ છો ?” મેં કહ્યું, “બસ મજામાં !” નયન બોલ્યો, “અશોક આ રીમા છે, મારી પત્ની અને રીમા બોલી, “અશોકભાઈ તમે મને ભૂલી ગયા છો ? “નયને એની પત્નીને કંઈક ઈશારામાં કહ્યું અને રીમા બોલી, “તમને યાદ છે તમે જ અમારા લગ્ન કરાવ્યા હતાં અને અમારા ઘરે પણ વાત કરી હતી !” હું કંઈ ન બોલ્યો અને નયન મને ઘરની અંદર લઈ ગયો અને અમે બેઠા ! રીમા માટે ચોકલેટ મિલ્કશેક લઈ આવી અને બોલી, “અશોકભાઈ તમને ચોકલેટ મિલ્કશેક ખૂબ જ ભાવે છે ને !” મેં મિલ્કશેક લીધો અને બોલ્યો, “પણ ભાભી આ વાત તમને કેમ ખબર ?” રીમા એ કહ્યું,”અમે તમને ખૂબ સારી રીતે ઓળખીએ છીએ તો ખબર જ હોય ને !”

“અશોક, તારા રહેવાની વ્યવસ્થા ઉપરના માળે થઈ ગઈ છે.” નયને કહ્યું. હું રૂમમાં ગયો અને તૈયાર થયો, આખો દિવસ વિચારતો રહ્યો કે મારી સાથે આ શું થઈ રહ્યું છે ? લાગતું હતું કે હમણાં નિશા આવીને મને પૂછશે કે અશોક શું કરે છે ! નિશાના શબ્દો આજે કાને પડતાં જ આંસુ વહી જાય છે. ખબર નહીં હવે શું થશે ? મારી જિંદગીમાં હું ક્યારેય આટલો ગભરાયો નથી, પણ આજે પરિસ્થિતિ કંઈક જુદી જ છે. બીજા દિવસે મેં નયને કહ્યું, “નયન, મારે તારી સાથે આવવું છે !” નયન બોલ્યો, “યસ, તું મારી સાથે હોઈશ તો મને પણ મજા આવશે.” હું નયનની કારમાં બેઠો અને એ બોલ્યો, “અશોક એક કેસની સ્ટડી માટે પહેલા પોલીસ સ્ટેશન જઈએ ?” મેં કહ્યું, “ઓકે !” પોલીસ સ્ટેશનમાં હું નયનની પાછળ પાછળ જતો હતો અને બધા જ ઓફિસર મને જોઈને સલામ કરતાં હતાં. મેં નયને કહ્યું, “આ બધા મને ઓળખે છે ?” નયને કહ્યું, “યાર તને કોણ નથી ઓળખતું ? તારી વફાદારી અને બહાદુરીના ચર્ચા બધે જ છે !” હું આખી રાત બસ એજ વિચારતો રહ્યો કે મારી સાથે આ શું થઈ રહ્યું છે.

(ક્રમશઃ)
લેખક : પ્રદિપ પ્રજાપતિ અને આરતી સિધ્ધપુરા (GujjuRocks Team)

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here