ખેતરમાં કામ કરવાવાળી આ દાદી બની ગઇ યૂટયૂબર, પહેલીવાર ફ્લાઇટમાં બેસી તો શેર કર્યો એક્સપીરિયંસ- જુઓ વીડિયો

યૂટયૂબર દાદીનો ફર્સ્ટ ટાઇમ ફ્લાઇટ એક્સપીરિયંસ, 62 વર્ષની ઉંમરમાં મહિલા ખેડૂતે કરી પહેલી હવાઇ યાત્રા, લોકોનું દિલ જીતી રહ્યો છે આ વીડિયો

ફ્લાઇટમાં કોણ બેસવા માંગતું નથી, પરંતુ દરેક માટે તે શક્ય નથી. તેનું સૌથી મોટું કારણ ફ્લાઈટનું ભાડું છે. સામાન્ય માણસ માટે ફ્લાઈટમાં મુસાફરી કરવી ખૂબ જ મોંઘી છે અને જો કોઈ ખેડૂત ખેતરમાં કામ કરતો હોય તો તેના માટે ફ્લાઈટમાં મુસાફરી કરવી કોઈ સપનાથી ઓછી નથી. આજકાલ ખેતરોમાં કામ કરતી આવી જ એક દાદીનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

જ્યારે તે પહેલીવાર ફ્લાઈટમાં બેસ્યા અને તેમણે પોતાનો અનુભવ શેર કર્યો. લોકો આ દાદીમાના વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે.ઘણા લોકોની અંદર એટલી સાદગી હોય છે કે તેમને જોઈને એવું નથી લાગતું કે તેઓ મોટું વ્યક્તિત્વ ધરાવે છે. હવે આ દાદીને જ જોઇ લો. આ દાદી વાસ્તવમાં એક યુટ્યુબર છે અને તેઓ તેમના વીડિયોના કારણે સોશિયલ મીડિયા પર ફેમસ છે. તેમના ફોલોઅર્સની સંખ્યા પણ લાખોમાં છે.

દાદીનું નામ ગંગાવ્વા મિલ્કુરી (Milkuri Gangavva) છે. તે હૈદરાબાદથી કેટલાક કિલોમીટર દૂર આવેલા ગામમાં રહે છે. જ્યારે તે પહેલીવાર ફ્લાઈટમાં બેઠા ત્યારે તેમણે પોતાની ફની હરકતોથી લોકોના દિલ જીતી લીધા હતા. વિડીયોમાં જોઈ શકાય છે કે દાદી કેવી રીતે અચકાઈને ફ્લાઈટમાં ચઢે છે અને પછી તે પોતાની સીટ પર જાય છે અને આરામથી સીટ બેલ્ટ પહેરીને બેસે છે. પછી જ્યારે ફ્લાઈટ ટેકઓફ થાય છે, ત્યારે દાદી આશ્ચર્યમાં વિચિત્ર ચહેરાઓ બનાવવાનું શરૂ કરે છે.

બારી બહારનો નજારો જોઈને તે થોડા ડરી પણ જાય છે. તે પછી, જ્યારે તે ફ્લાઇટમાંથી નીચે ઉતરે છે, ત્યારે તે આનંદથી કૂદી પડે છે. આખી ફ્લાઇટ દરમિયાન, તે તેલુગુમાં તેમની પ્રથમ ફ્લાઇટનો અનુભવ વર્ણવે છે. જો કે, હિન્દી અને ગુજરાતી ભાષી લોકો દાદીની વાત સમજી શક્યા નહોતા, પરંતુ લોકોએ આ વિડિયો અને દાદીમાની ખુશી જોવી પસંદ કરી હતી. દાદીનો આ અદ્ભુત વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર myvillageshow_anil નામની આઈડીથી શેર કરવામાં આવ્યો છે,

જેને અત્યાર સુધીમાં 65 લાખથી વધારે વાર જોવામાં આવ્યો છે અને 5 લાખથી વધુ લોકોએ વીડિયોને લાઈક પણ કર્યો છે. એક યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યું કે, ‘મને માત્ર ભાષા સમજાતી નહોતી પણ બાકી બધું સમજાઈ ગયું’.જણાવી દઇએ કે, આ દાદીમાની વાર્તા ખૂબ જ પ્રેરણાદાયી છે. જે સોશિયલ મીડિયાના કારણે સ્ટાર બની છે. ગંગાવ્વા મિલ્કુરીની ઉંમર લગભગ 63 વર્ષની છે. જે યુગમાં લોકો કામમાંથી નિવૃત્ત થઈને આરામ કરે છે,

એ યુગમાં દાદીમા તેમના કામથી તહેલકો મચાવે છે. આ દાદી યૂટયૂબર છે. લગભગ 6-7 વર્ષ પહેલા તેમના કેટલાક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા, જેના પછી તે રાતોરાત સોશિયલ મીડિયા સ્ટાર બની ગઈ હતી. જો કે તેમની સફર સરળ ન હતી. દાદી માત્ર 5 વર્ષની હતી ત્યારે તેમના લગ્ન થઈ ગયા. તે પહેલા ધોરણ સુધી જ ભણ્યા છે અને પતિને દારૂની લત હોવાને કારણે તેમણે પોતાના 4 બાળકોને એકલા હાથે જ પોતાની મહેનતથી ઉછેર્યા છે. ઘણી રીપોર્ટ્સ અનુસાર તે બીડી બનાવી વેચતી હતી.

દાદીમાંના જમાઇ શ્રીકાંત શ્રીરામ My Village Show નામની યૂટયૂબ ચેનલ ચલાવે છે અને તેમણે એક વીડિયોમાં દાદીને સામેલ કર્યા હતા, અને લોકોને આ વીડિયો ઘણો પસંદ આવ્યો હતો. તે બાદ શ્રીકાંત શ્રીરામ તેમના વીડિયોમાં દાદીને સામે કરવા લાગ્યા અને વીડિયો સારા પ્રદર્શન કરવા લાગ્યા તો તેમણે દાદીમાના નામે એક ગંગવ્વા દાદી સેગમેંટ જ બનાવી દીધુ, જેમાં તે મોટા-મોટા એક્ટરના ઇન્ટરવ્યુ લે છે. તે નાગાર્જુન, વિજય દેવરકોંડા, સામંથા, કાજલ અગ્રવાલ, તમન્ના જેવા સ્ટાર્સના ઈન્ટરવ્યુ લઇ ચૂક્યા છે. આ સિવાય દાદી પણ વીડિયોમાં એક્ટિંગ પણ કરે છે. આ પછી તેમને ટીવી સિરિયલો અને ફિલ્મોમાં કામ કરવાની ઓફર મળવા લાગી. બિગ બોસ તેલુગુમાં દાદીએ પણ ભાગ લીધો હતો. આ પછી તે તેલંગાણા અને તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઘણી ફેમસ થઈ ગઈ હતી.

 

View this post on Instagram

 

A post shared by Milkuri Gangavva (@gangavva)

Shah Jina